તમે ક્યારે એવી વનસ્પતિ વિષે સંભાળ્યું છે જેની મદદથી શરીરના અલગ અલગ અંગોની રક્ષા કરવામાં મદદ કરે છે. આ ઔષધિ સ્વાદમાં મીઠી હોય છે પણ તેના ફાયદાઓ શરીર માટે એક અદભૂત ચમત્કાર કરે છે. આજે તમને આ આયુર્વેદની ઔષધિ વિષે થોડી માહિતી જણાવીશું. આ ઔષધિને ઉપયોગ કરવાની રીત અને તેનાથી થતાં ફાયદાઓ જાણીને તમે પણ તેનો ઉપયોગ કરી શકો અને શરીરમાં રહેલા સામાન્ય રોગ સામે રક્ષણ મેળવી શકો છો.
જે ઔષધિ વિષે તમને કહીશું તેનું નામ છે “જેઠીમધ” આ ઔષધિ બધી જ જગ્યાએ આસાનીથી મળી શકે છે. આ ઔષધિને આપણે ગુજરાતીમાં જેથીમધ કહીએ છીએ પણ તેને હિન્દીમાં “મુલેઠી” તરીકે ઓળખવામાં આવે છે. પણ આપણાં સંસ્કૃતમાં તેનું નામ “યષ્ટિમધુ” છે. આ આર્ટિકલમાં જેઠીમધ વિષે પૂરી માહિતી અને તેને ઉપયોગ કરવાની રીત જણાવીશું. આર્ટીકલ ધ્યાનથી વાંચવો જેથી જેઠીમધ વિષે પૂરી માહિતી તમને સમજાઈ શકે.
- વાળની સમસ્યા-
વાળની સમસ્યા માટે જેઠીમધનો ઉપયોગ કરવામાં આવે તો, વાળ માટે ખુબજ કારગર સાબિત થાય છે. જેઠીમધના કવાથથી વાળ ધોવાથી વાળ ખરતા બંધ થાય છે અને સાથે વાળને અંદરથી પોષણ મળે છે. જેઠીમધને તલના તેલમાં મિક્સ કરી પછી ભેસના દૂધમાં બરાબર પકાવી તેનો લેપ બનાવી માથામાં લગાવો થોડા દિવસમાં વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જશે.
- માથાનો દુખાવો-
વધારે માથામાં થતો દુખાવો આસાનીથી દૂર કરી શકે છે. જેઠીમધનું ચૂર્ણ એક ચમચી અથવા તેનો બનેલો પાવડર એક ચમચી, તેની સાથે એક ચપટી કાલીહારી ચૂર્ણ અને સાથે એક ચમચી સરસોનું તેલ મિક્સ કરી સૂંઘવાથી ગમે તેવો દુખાવામાં રાહત મળશે.
- સફેદ વાળની સમસ્યા-
અત્યારે સમય પહેલા સફેદ વાળ થવા એ આમ વાત બની ગઈ છે. સફેદ વાળની સમસ્યા માટે જેઠીમધ ખુબજ ઉપયોગી સાબિત થાય છે. 700ml આમળાનો રસ, 700ml તલનું તેલ અને 50 ગ્રામ જેઠીમધનો કલ્ક. મિક્સ કરીને થોડું ઉકાળી પછી ગાળીને એક બોટલમાં ભરી લેવું. આ તેલના બે થી ત્રણ ટીપાં નિયમિત નાકમાં નાખવાથી ઉમર પહેલા આવતા સફેદ વાળ બંધ થઈ જશે અને વાળ ખરતા પણ બંધ થવા લાગશે.
- અવાજ બેસી જવો-
ઘણા લોકોને અવાજ બેસી જવાની સમસ્યા થતી હોય છે. જેઠીમધને મોઢામાં રાખી ચૂસવાથી ગળામાં રાહત મળવા લાગશે. ગળામાં થયેલા રોગ માટે જેઠીમધ ખુબજ ફાયદાકારક રહે છે. જેઠીમધના ફાયદા ગળાના રોગ સાથે સૂકી ઉધરસમાં પણ રાહત મળે છે. એક ચમચી જેઠીમધ સાથે એક ચમચી મધ મિક્સ કરીને દિવસમાં બે કે ચાર વાર ચાટી જવાથી ઉધરસમાં રાહત મળવા લાગશે.
- પેટનો દુખાવો-
અત્યારે લોકોના અનિયમિત ભોજન અને અપચાની સમસ્યાથી શરીરની અંદર રહેલા અંગોમા દુખાવો થવા લાગે છે અને આંતરડામાં સોજા પણ આવી જતાં હોય છે. આ સમસ્યા માટે એક ચમચી જેઠીમધનું ચૂર્ણ અને એક ચમચી મધ નિયમિત બે થી ત્રણ વખત ચાટવાથી આંતરડામાં થયેલો સોજો કે પેટનો દુખાવો ઓછો થવા લાગે છે અને આગળ જતાં અપચાની સમસ્યાથી રાહત મળવા લાગશે.
- હ્રદયની સમસ્યા-
હ્રદયમાં થતી સમસ્યા માટે જેઠીમધ ખુબજ ઉપયોગી સાબિત થશે. પિતના કારણે પણ હ્રદયમાં સમસ્યા થવા લાગે છે તેની માટે પણ જેઠીમધ ફાયદાકારક રહે છે. પાંચ ગ્રામ જેઠીમધ અને પાંચ ગ્રામ બાળકાડું ચૂર્ણ મિક્સ કરી અર્ધો ગ્લાસ પાણી સાથે મિક્સ કરી પીવાથી હ્રદયની સમસ્યાથી રાહત મળવા લાગશે. પિતથી થતી સમસ્યાથી માટે જેઠીમધ, સાકર અને કોઠું મિક્સ કરીને લેવાથી ઉલ્ટી થવા લાગશે અને હ્રદયની સમસ્યાથી રહે થવા લાગશે હાર્ટઅટેક આવવાની સંભાવના ઘટે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.