હાલના સમયમાં કોઈપણ બીમારીનો આયુર્વેદિકથી ઉપચાર કરવાનો વ્યાપ વધી ગયો છે. આપણા શાસ્ત્રમાં વિવિધ ફૂલ, ફળ, અને વૃક્ષોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને શરીર માટે કેટલા ગુણકારી છે તે પણ જણાવવામાં આવ્યું છે. ભારત દેશમાં ઘણી વનસ્પતિઓ રહેલી છે જેના ફાયદા પણ અદ્દભૂત હોય છે. તેમાંની એક વનસ્પતિ છે મહુડો.
પુરુષોને કોઈપણ પ્રકારની બીમારી હોય તો તેને દૂર કરવામાં મહુડો કારગત નીવડે છે. મહુડામાં પ્રોટીન, આયર્ન, ફોસ્ફરસ, કોર્બોહાઈડ્રેડ, કેલ્શિયમ વગેરે જેવા પોષક તત્વો રહેલા હોય છે. ઘણા લોકો મહુડાનો ઉપયોગ અલગ અલગ પ્રકારની વસ્તુ બનાવવા માટે કરતા હોય છે. અને જો તેનું સેવન દૂધ સાથે કરવામાં આવે તો વર્ષો જૂની ગેસ, એસિડિટી, અપચો, હરસ-મસા વગેરે જેવી સમસ્યા દૂર કરી શકાય છે. આવો જાણીએ મહુવાનો ઉપયોગ કેવી રીતે કરવો.
ગેસની સમસ્યા કરે દૂર- મહુડાના ફૂલની જેમ તેની છાલ પણ શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. ગેસ, પિત્ત, અપચો, એસિડિટી જેવી સમસ્યા જે વ્યક્તિને રહેતી હોય તેણે બે કે ત્રણ ગ્રામ મહુડાની છાલ લઈ તેનું ચૂણ બનાવું, અથવા તેનું તૈયાર ચૂર્ણ પણ લઈ શકો છો. તેને એક ગ્લાસ દૂધમાં ઉકાળો. મહુડા અને દૂધનું આ મિશ્રણ ઠંડું થાય પછી પી જવું. ગેસ અને એસિડિટીની તકલીફ દૂર થઈ જશે.
કમજોર નસો- ઘણા લોકોની નસો કમજોર હોય છે જેના કારણે નસો બહાર ઉપસી આવે છે અને બીજી તકલીફો પણ રહ્યા કરે છે. તેના માટે મહુડા અને દૂધનું મિશ્રણ બેસ્ટ મનાય છે. દૂધમાં મહુડો નાખી ઉકાળો અને તે ઉકળી જાય એટલે તેમાં એક ચમચી મધ મિક્સ કરી પી જાવ. તેનું સેવન કરવાથી ન્યુરો મસ્ક્યુલર અને નસોની જે કોઈ તકલીફ હશે તેમાં ગુણ કરશે.
ગઠિયો વા અને માથાનો દુખાવો- મહુડો ઘણી બધી રીતે લાભદાયી છે. તેના બીજનું સેવન કરવાથી પણ શરીરને ઘણા ફાયદા થાય છે. જેને માથાનો દુખાવો અને હરસ-મસાની તકલીફ રહેતી હોય, અથવા ચામડીના કોઈ પ્રોબ્લેમ હોય તો મહુડાના બીજ તમે દૂધમાં ઉકાળીને પી જાવ. થોડા દિવસમાં તેનો ફાયદો દેખાશે.
શરીરને આપે છે તાકાત- ઘણા લોકો થોડું કામ કરીને થાકી જતા હોય છે. તેમના માટે મહુડાના ફૂલ ઘણા લાભદાયી સાબિત થાય છે. તેના સેવનથી સ્ફૂર્તિ મળશે અને શરીરમાં થતી આળસ પણ દૂર કરી શકશો. તમારે 50 ગ્રામ મહુડાના ફુલ લેવા. આ ફૂલને તમે દૂધમાં નાખી ઉકાળો. ઠંડું થયા બાદ તેનું સેવન કરો. આ રીતે તમે અઠવાડિયામાં બે કે ત્રણ વાર સેવન કરશો તો શરીરમાં અશક્તિ કે કમજોરી લાગતી હશે તે દૂર થઈ જશે.
ખરજવામાં રાહત આપે- કેટલાક લોકોને સ્કીન એલર્જી હોય અથવા ખરજવાની સમસ્યા રહેતી હોય તો મહુડાના પાનનું સેવન કરવાથી તે દૂર કરી શકાય છે. મહુડાના પાનનો એક ચમચી જેટલો રસ કાઢો. તેને બે ચમચી દૂધમાં મિક્સ કરી ફેસ પર લગાવાથી ચહેરા પર ગ્લો આવશે અને સ્કિન પણ ચમકશે. સાથે ખરજવાની સમસ્યા પણ દિવસેને દિવસે ઓછી થવા લાગશે. તે સિવાય ઘણાને સ્કીનની એલર્જી રહ્યા કરતી હોય તો તેનાથી બચાવશે. આ મિશ્રણનું જે માપ બતાવ્યું છે તે જળવાય રહે તેનું ધ્યાન રાખવું.
હાઈપર ટેન્શન- તો સૌથી પહેલા આપણે હાઈપર ટેન્શન દૂર કરવાનો ઉપાય કરવા જોઈએ. દૂધ અને મહુડાનું મિશ્રણ તમારે નિયમિત કરવું જોઈએ. એક ગ્લાસ જેટલું મહુડા અને દૂધનું મિશ્રણ પી જવું. જેથી હાઈપર ટેન્શન ઓછું થશે. અને તમે ખુશીથી જીવન પસાર કરશો. આ મિશ્રણ આપણી નર્વસ સિસ્ટમને સારી રીતે કામ કરતી કરે છે અને મગજને શાંત બનાવે છે. જેથી આપણે સ્ટ્રેસ ફ્રિ જીવન જીવી શકીએ.
માસિક ધર્મ- મહિનો બદલાય એટલે દરેક મહિલાને માસિક ધર્મમાં થતી પીડાને સહન કરવી પડે છે. અને તેના કારણે ઘણી મહિલા પોતાનું કામ તે દિવસોમાં કરી શકતી હોતી નથી. કારણ કે પીરિયડ્સના દિવસોમાં રક્તપ્રવાહ, પેટમાં દુખવું, ઉલ્ટી, ઉબકાં, ઘણા લોકોને માથામાં ઝિણો દુખાવો રહેતો હોય છે. આ બધી સમસ્યાને ચપટીમાં દૂર કરવાનું કામ કરે છે મહુડાના ફૂલ. મહુડાના ફૂલ દૂધમાં નાખી ઉકાળો અને તેને પીવાથી ઘણો આરામ મળે છે. એટલું જ નહીં અનિયમિત પીરિયડ્સની સાયકલ પણ રેગ્યુલર કરવાનું કામ કરે છે. આ મિશ્રણ.
- મહુડાના વધુ સેવનથી થતા નુકસાન પણ જાણી લો
મહુડા અને દૂધનું મિશ્રણ શરીર માટે ઘણું લાભદાયી છે. પરંતુ જો તેને એક ગ્લાસથી વધારે પીવામાં આવે તો નુકસાન કરી શકે છે. જે લોકો બ્લડ સુગરની દવા લેતા હોય તેના માટે મહુડાનું સેવન નુકસાન પહોંચાડી શકે છે. તેમણે જરાપણ આ મિશ્રણ પીવું ન જોઈએ.
જો તમે વધારે પ્રમાણમાં મહુડાનું સેવન કરશો તો વંધ્યત્વની સમસ્યા પણ આવી શકે છે. તેથી સપ્રમાણમાં તેનું સેવન કરવું જોઈએ. જે વ્યક્તિને ઉપર જણાવેલ તકલીફ રહેતી હોય તો અચૂક આ મિશ્રણનું સેવન કરશે તો ફાયદો થશે. પરંતુ વધારે પડતું તેનું સેવન તમારા શરીરને નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો કોઈપણ પ્રકારની ગંભીર બીમારી રહેતી હોય તો તેનું સેવન કરતાં પહેલા ડૉક્ટરને જરૂર પૂછવું જોઈએ.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.