દરેક વ્યક્તિ ચહેરો નિખારવા માટે લોકો ઘણા ઉપાય પણ કરે છે. ફક્ત મહિલાઓ જ નહીં છોકરીઓ અને હવે તો પુરુષો પણ પોતાની ત્વચાને નિખારવા માટે મોંઘી મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સથી લઇને ઘણા પ્રકારની દર્દનાક ટ્રીટમેન્ટ પણ કરાવતા હોય છે. આ બધી તકલીફ ફક્ત પોતાના ચહેરાને સુંદર બનાવવા માટે કરવામાં આવે છે, પણ આ સુંદરતા થોડા જ સમય માટે હોય છે, પછી તે નિર્જીવ જેવી કરમાઈ ગયેલી દેખાય છે.
કોઈપણ વ્યક્તિ હોય સુંદર દેખાવા માટે પ્રયત્નો કરતા રહે છે. અને અત્યારે સમય એવો થઈ ગયો છે જેના કારણે માણસોના ચહેરા પર ખીલ, ઉંમર પહેલા કરચલીઓ દેખાવા લાગવી, આંખની આસપાસ ડાર્ક સર્કલ વગેરેને કારણે ફેસ ગંદો દેખાતો હોય છે. અને તે ગંદકી દૂર કરવા માટે આજે તમને એક બેસ્ટ ઘરેલુ ઉપાય જણાવીશું, આ ઉપાય થી ચોક્કસ તમારી ત્વચા નીખરી ઉઠશે અને તે પણ કોઈ આડ અસર વગર..
આ ઉપાય છે કાચા દૂધને ચહેરા પર લગાવવનો. તમારી ત્વચા સંભાળ માટે કાચું દૂધ શ્રેષ્ઠ માનવામાં આવે છે. કાચા દૂધનો ઉપયોગ કરવા માટે તમારે વધુ મહેનત કરવાની જરૂર નહીં પડે. ત્વચા માટે શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર તરીકે પણ ઓળખાય છે. ચહેરા પર લગાવવાથી કાળા ડાઘ પણ દૂર થઈ જાય છે.
કાચા દૂધને ચહેરા પર લગાવવાની રીત – કાચું દૂધ એક વાટકામાં લો, ત્યાર બાદ તેને કોટન (રૂઈ) ની મદદથી ચહેરા પર લગાવો, અને સુકાઈ જાય ત્યાર બાદ ચહેરી ઠંડા પાણીથી ધોઈ લેવો. ગરમ પાણી ના લેવું, શિયાળો હોય તો નોર્મલ પાણી લેવું. આ દુધ લગાવવાથી ત્વચામાં કેવા કેવા જાદુઇ ફેરફારો થશે તે નીચે મુજબ છે..
ત્વચાના બ્લેક હેડ્સ કરે દૂર- કાચા દૂધમાં રહેલું એસિડનું પ્રમાણ ડેડ સ્કિન, બ્લેક હેડ્સ અને સાથે વ્હાઇટ હેડ્સને પણ દૂર કરે છે. જો તમે થોડા કાચ દૂધમાં લીંબુનો રસ અને મધ સપ્રમાણમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો, તેનાથી ત્વચા પરનો મેલ દૂર થઈ જશે. અને કાળા ડાઘથી પણ છુટકારો મળશે. ગ્લોઇંગ અને સ્મૂધ સ્કિન બનાવે છે.
ખીલને કરે દૂર- ગરમીની સીઝનમાં મોટા ભાગના લોકો ખીલની સમસ્યાથી હેરાન થતા હોય છે. અને તેમાં પણ ખાસ કરીને જેની સ્કીન ઓઇલી હોય તેવી વ્યક્તિ આખો ઉનાળો અને બફારો થાય ત્યારે તેનો આખો ચહેરો જાણે ખીલથી ભરાઈ જતો હોય છે.
તેવા સમયે કાચું દૂધ તમને કારગત નીવડશે. દૂધમાં જે લેક્ટિક એસિડ હોય છે. તે બંધ રોમછિદ્રોને ક્લિંજ કરી ગંદકીને બહાર કાઢવાનું કામ કરે છે. ખીલ થાય છે તેની ઉપર બેક્ટેરિયાની એક પરત બની જતી હોય છે. તો કાચું દૂધ તે બેક્ટેરિયાના દૂર કરી ખીલની સમસ્યામાંથી તમને છુટકારો અપાવશે.
સનબર્નથી બચાવે- આજકાલ એટલી ગરમી પડી રહી છે કે ગમે તે વ્યક્તિ હોય જો તે થોડો સમય તડકામાં રહે તો સ્કિન બ્લેક થઈ જતી હોય છે. તડકાના યુવી એ અને બી કિરણો સ્કિનને બાળી નાખે છે. અને તે બ્લકે પડી જાય છે. તો કાચું દૂધ સનસ્ક્રિનની જેમ કામ કરે છે.
જો તમે તડકામાં બહાર ફરીને આવ્યા હોવ તો થોડા સમય બાદ કાચું દૂધ ચહેરા પર લગાવી દો. થોડા સમય બાદ ચહેરો સાફ પાણીથી ધોઈ નાખો. ઘણી વખત સનબર્નના કારણે ઇન્ફ્લેમેશન થવા લાગે છે. જે કાચું દૂધ શાંત કરવાનું કામ કરશે.
ત્વચાને ટોનર કરે છે- પાર્લરમાં જઇને ઘણા લોકો ક્લિંઝિંગ કરાવતા હોય છે. પણ તમે કાચા દૂધનું પણ ઘરે જાતે ક્લિંઝિંગ બનાવી શકો છો. દૂધમાં મોઈશ્ચરાઇઝિંગ એજન્ટ્સ રહેલા હોય છે. તેથી દૂધને દહીં, હળદર, મધ, ખાંડ, કોફી આ બધી વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાવશો તો ટોનરની જેમ કામ કરશે. જે તમારી સ્કીનને ગ્લોઈંગ બનાવશે.
કરચલીઓ કરે દૂર- દૂધમાં રહેલા વિટામિન-એ અને બી એન્ટી એજિંગ એજન્ટ તરીકે કામ કરે છે. જો તમે દૂધની માલિશ કરશો તો ચહેરા પરની કરચલીઓ દૂર થઈ જશે. તો આજે કાચા દૂધનો ઉપયોગ કરીને તમારા ચહેરાને ચમકદાર બનાવો.
એ ઉપરાંત જેને નાની ઉંમરમાં કરચલીઓ, માથા પર લાઇન જેવું દેખાતું હોય છે. તો દૂધમાં રહેલ પ્રોટીન ટીશું રિપેયર અને તેના વિકાસમાં મદદ કરે છે. તેમાં વિટામિન-ડી અને કેલ્શિયમ પણ સારા પ્રમાણમાં હોય છે. જે સ્કીનને ઈલાસ્ટિસિટી જાળવી રાખવામાં મદદ કરે છે.
કાચા દૂધથી થતા નુકશાન- સ્કીન અને શરીર બંને માટે દૂધ ફાયદાકારક છે. પરંતુ જો તમે કાચુ દૂધ ચહેરા પર લગાવો અને કોઇપણ પ્રકારની એલર્જી, ખંજવાળ કે ફોલ્લી જેવું થવા લાગે તો તરત ઠંડા પાણીથી કેસ વોશ કરી નાખવો. અને કોઈ સારા સ્કીન સ્પેશ્યાલિસ્ટની સલાહ લઈને જ કોઈપણ વસ્તુનો ઉપયોગ કરવો.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.