નખ ઘસવા એક પ્રકારનો યોગ છે. આ ક્રિયાને બાલયામ યોગ કહેવામાં આવે છે. નખ ઘસવાથી અનેક બીમારીઓથી દૂર રહી શકાય છે. જાણકારોના કહેવા પ્રમાણે નખ ઘસવાથી આપણાં શરીરને ઘણા ફાયદા મળે છે. જો તમે નખ ઘસવાના ફાયદા વિષે ખ્યાલ નહીં હોય તો આજે તમને તેના વિશે અઢળક માહિતી આપીશું.
એક્યુપ્રેશર થેરાપીમાં નખ ઘસવાને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે. ખરાબ જીવનશૈલી, જંકફૂડ ખાવાથી, પ્રોટીન અને કેલ્શિયમની ઉણપ, સમયસર ખોરાક ન લેવાથી અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. બંને હાથના નખ ઘસવાથી વાળની સમસ્યા, ટાલની સમસ્યા સાથે ચામડીની કેટલીક તકલીફ દૂર થાય છે. તો ચાલો જાણીએ નખ ઘસવાના ફાયદા વિશે… ત્યાર બાદ નીચે જાણીએ કે, આ ક્રિયા કરવાની સાચી રીત કઈ છે, અને કેવા નિયમો સાથે આ ક્રિયા કરવામાં આવે તો ફાયદો થાય.
રક્ત પરિભ્રમણ- નખ ઘસવાથી રક્ત પરિભ્રમણ થાય છે. જેથી હૃદય અને ફેફસા સારી રીતે કામ કરે છે. તેની સાથે ઉર્જા પણ મલી રહે છે.
મગજને તેજ બનાવે- નખ ઘસવા એક એક્યુપ્રેશર પોઈન્ટ છે. જે સીધી મગજ પર પણ અસર કરે છે. તમે જ્યારે પણ બંને હાથના નખ ઘસો છો ત્યારે એક્યુપ્રેશર પોઈન્ટ દબાવાના શરૂ થાય છે. અને મગજના કાર્યો કરવાની ક્ષમતામાં વધારો થાય છે. તેથી આજકાલ સ્ટ્રેસ, કામની ચિંતા વગેરેને કારણે વ્યક્તિ તણાવમાં રહેતો થઈ ગયો છે. તો આ તકલીફો દૂર થશે. અને તમારું મગજ તેજ દોડવા લાગશે.
માથામાં ટાલ માટે- માથામાં ટાલ પડવાની સમસ્યા હાલના સમયમાં નાની ઉંમરના છોકરાઓમાં પણ જોવા મળે છે. એક સમય એવો હતો કે 30 વટાવ્યા બાદ આ તકલીફ થતી હતી, પરંતુ મોટાભાગે બધાને જોવા મળે છે. ટાલ પડવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. જેવી ટાલ પડવાની શરૂ થાય કે વ્યક્તિ તેને અટકાવવાના ઉપાયો શોધવા લાગે છે. તેમાંથી એક આ બેસ્ટ ઓપ્શન છે કેમ કે નખ ઘસવાથી જે માથાની નર્વ એન્ડિંગ ડેડ હેર ફોલિકને ફરી જીવિત કરવાનું કામ કરે છે.
એટલે કે મગજમાં જે સંકેતો છે તેને જાગ્રત કરવા માટે પ્રેરે છે. તેથી નિયમિત જો તમે બંને હાથના નખ ઘસશો તો વાળ ખરવાના ઓછા થઈ જશે અને ટાલમાં નવા વાળ ઉગવા લાગશે.
ખરતા વાળ અટકે- નખ ઘસવાની કસરતએ આરામ આપનારી છે. મનને શાંત કરે છે. સાથે સ્કેલ્પમાં રક્ત પરિભ્રમણનો વધારો થાય છે. જેના લીધે ખરતા વાળ અટકવા લાગે છે. એટલું જ નહીં, નખને વધારે સમય એક સાથે ઘસવાથી તમારા વાળ ઝડપથી વધવા લાગશે. ગ્રોથ થશે અને મૂળમાંથી મજબૂત બનશે. કુદરતી વાળનો ગ્રોથ થાય તે વધારે સારું છે. તે સિવાય પણ અકાળે આવતા સફેદ વાળ પણ અટકી જશે. નખ ઘસવાથી વાળને જરૂરી માત્રમાં પોષણ મળે રહે છે. જેથી તે શાઈની પણ બની જશે.
એલર્જી- ચોમાસાની સીઝનમાં ચહેરા પર ખીલ, દાગ, ધબ્બા જેવા પ્રોબ્લેમ થતા હોય છે. તે નખ ઘસવાથી દૂર થાય છે. ઘણી વખત ફેસ પર લાલ ચકામા ઝીણા દાણા પડી જતા હોય છે તો તે પણ નખ ઘસવાથી દૂર થઈ શકે છે.
ચહેરો ચમકાવે- આ યોગ કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સારું થતું હોય છે. જેના કારણે સ્કિનના બેક્ટેરિયાને ઓછા કરે છે અને ગ્લો લાવવાનું કામ કરે છે. જે મૃત કોશિકાઓ હોય છે. તેને દૂર કરવાનું કામ કરે છે. કુદરતી રીતે ચમકતી સ્કીન ચહેરાને વધારે સુંદર બનાવે છે.
કેવી રીતે કરવું જોઈએ આ આસન- સૌ પ્રથમ જમીન પર સુખાસનમાં અથવા પાલથી વાળીને ટટ્ટાર બેસો, અથવા તમે ખુરશી પર ટટ્ટાર બેસો, પછીબંને હાથને છાતી સરખા લાવો, આંગળીઓને અંદરની બાજુ વાળો. બંને હાથના નખ એકબીજાને ટચ થાય એ રીતે ઘસો. દરરોજ આ પ્રયોગ કરતા રહેવું. જો તમારે વધારે સારું પરિણામ મેળવવું હોય તો અંગુઠાના નખને પણ ઘસવાનું શરૂ કરો. આ પ્રયોગ નિયમિત 5થી 10 મિનિટ સુધી કરતા રહેવું. ધ્યાન રાખવું કે નખને વધારે ઝડપી અને દબાણ આવે એ રીતે ન ઘસવા જોઈએ.
ધ્યાન રાખવું- એપેન્ડિસાઇટિસ અને એન્જીયોગ્રાફી જેવી સર્જિકલ સમસ્યાઓથી પીડાતા લોકોએ નખ ઘસવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી ધબકારા અને હાઈ બ્લડ પ્રેશરના લક્ષણો તમને ગંભીર સમસ્યા અપાવે છે.
-સગર્ભા સ્ત્રીઓએ આ કસરત કરવાનું ટાળવું જોઈએ. આનાથી ગર્ભાશયની સમસ્યા થાય છે. ગર્ભાશય સંકોચાય છે. ગર્ભાશય સંકોચાતું હોવાથી ડિલીવરી સમયે ઘણી મુશ્કેલી પડી શકે છે. અને બ્લડ પ્રેશર પણ વધે છે. જેથી ગર્ભવતી સ્ત્રીએ ક્યારેય આ કસરત ન કરવી જોઈએ.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.