મોટાભાગની મહિલાઓ વજન ઘટાડવા માટે કંઈ કેટલા પ્રયત્નો કરતી હોય છે. સવારે વહેલા ઉઠીને જિમ જવું, એક્સરસાઈઝ કરવી, વોકિંગ, જો બહાર જવાનો સમય ન મળતો હોય તો ઘરમાં રહીને યોગા અથવા પેટની ચરબી ઘટે તેવા પ્રયોગ કરતી રહેતી હોય છે. આટલા બધા પ્રયત્નો કરવા છતાં અંતે વજન ઘટતું હોતું નથી, તો તે જાતે જ ડાયેટ કરવાનું શરૂ કરી દેતા હોય છે. જાતે જ જમવાનું ઓછું કરી નાખે છે. જેનાથી શરીરમાં જરૂરી વિટામિન ઘટવા લાગે છે અને પછી શરીર રોગોનું ઘર બની જાય છે.
આજે અમે તમને એવો ઉપાય બતાવીશું તેના સેવનથી તમારા શરીરમાં જરૂરી પોષક તત્વો મળી રહેશે, અને વજન પણ ઘટવા લાગશે. આયુર્વેદમાં કડવા લીમડા વિશે ઘણું કહેવામાં આવ્યું છે. અને આપણે સાંભળ્યું છે. ચૈત્ર માસમાં તેના મોરનો રસ કાઢીને પીતા હોય છે. જેથી આખું વર્ષ આપણે નિરોગી બની રહીએ છીએ. પરંતુ શું તમને ખબર છે, કે લીમડાથી તમે પાતળા થઈ શકો છો. તો આવો જાણીએ કે, કેવી રીતે લીમડાથી તમે વજન ઓછું કરી શકો છો.
- લીમડાના ફૂલથી આ રીતે કરી શકશો વજન ઓછું અને ચરબી ગાયબ.
લીમડાના ફૂલના સેવનથી વજન ઘટાડી શકાય છે. લીમડાના ફૂલ શરીરના મેટાબોલિક રેટને જાળવી રાખે છે. જેનાથી આપણા શરીરમાં જામેલી કેલરી બર્ન થાય છે. અને ધીમેધીમે વજન ઘટવા લાગે છે. માટે ખાસ કરીને તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે કરવામાં આવે છે. લીમડાના ફૂલની જેમ તેના પાનનું પણ સેવન વજન ઉતારવા માટે કરવામાં આવે છે. તો ચાલો જોઈએ કેવી રીતે સેવન કરવું જોઈએ.
લીમડાના ફૂલમાં મધ મિક્સ- વજન ઘટાડવા માટે આ બેસ્ટ ઉપાય છે. ફૂલ અને મધ મિક્સ કરી તેનું સેવન કરવામાં આવે તો જલદી વજન ઘટવા લાગે છે. તેના માટે લીમડાના ફૂલ ક્રશ કરવાના રહેશે અથવા હાથથી મસળી પણ શકો છો. ત્યારબાદ તેમાં થોડું મધ અને એક ચમચી જેટલો લીંબુનો રસ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરવું. આ મિશ્રણનું સેવન તમારે સવારે વહેલા કરવાનું રહેશે. એટલે કે ભૂખ્યા પેટે કરવું. જેથી શરીરમાં મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. જે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. થોડા દિવસોમાં વજન ઘટવા લાગશે.
ફૂલની ચા પીવો- લેમન ટી, ગ્રીન ટી, આદુ વાળી ચા, મસાલાવાળી ચા એમ અલગ-અલગ પ્રકારની ચા ઘણા લોકો પીતા હોય છે. મોટાભાગના લોકો સ્ટ્રેસને દૂર કરવા માટે અવારનવાર ઓફિસમાં કે ઘરે કામ કરતા ચા પીતા હોય છે. પરંતુ તે ચા શરીરને નુકશાન પહોંચાડે છે. કેમ કે તે ચામાં વધારે પ્રમાણમાં ખાંડની માત્રા રહેલી હોય છે.
જે હેલ્ધનું ધ્યાન રાખવા માગતા હોય તેવા લોકો ગ્રીન ટી, અને લેમન ટી પીતા હોય છે. અને તેનાથી કેટલાક અંશે ફાયદો પણ થતો હોય છે. પણ વજન ઘટાડવા માગતા હોવ તો તમે લીમડાના ફૂલની ચા પણ પી શકો છો. તે શરીરમાં જામેલી ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
તેને આ રીતે બનાવવી, એક કપ પાણી લો તેમાં લીમડાના તાજા ફૂલ ઉકાળો, અને તે પાણીમાં આદુનો નાનો ટુકડો અથવા રસ નાખીને પણ સેવન કરી શકો છો. તેનાથી વજન ઘટવા લાગશે. પરંતુ એક વાત યાદ રાખવી કે આખા દિવસમાં એક કપ ચા પીવી જોઈએ. વારંવાર કે દિવસમાં બે-ત્રણ વાર આ ચા પીવાથી શરીરને નુકશાન થશે.
પાન અને ફૂલનું આ રીતે કરવું સેવન- ઘણા લોકો ચૈત્ર માસમાં લીમડાના પાન ચાવીને ખાઈ જતા હોય છે. તેનો રસ પીવાથી પણ ઘણા ફાયદા થતા હોય છે. એવી જ રીતે જો તમે વજન ઘટાડવા માગતા હોવ તો સવારે તાજા ફૂલો તોડી ચોખ્ખા પાણીથી સાફ કરી ભૂખ્યા પેટે તેનું સેવન કરવું જોઈએ.
જો તમને લીમડાના પાન પસંદ હોય તો કૂણા પાનનું પણ સેવન કરી શકો છો. વજન ઉતારવા માટે રામબાણ ઇલાજ છે. આ બંને વસ્તુનું સેવન સવારે ભૂખ્યા પેટે કરવું. આ સિવાય પણ લીમડાના પાન અને ફૂલ ઘણી સમસ્યાથી છુટકારો અપાવે છે. પરંતુ કોઈપણ પ્રકારનો ઉપચાર કરતાં પહેલા તમારે કોઈ વિશેષજ્ઞ કે ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
ઉપર જણાવેલ ટિપ્સ તમને કેવી લાગી અમને કોમેન્ટ કરી ને જણાવો. અને બીજી કિચન વિષે શું માહિતી જોઈએ છે તે પણ કોમેન્ટ કરો. અમે જરૂર તેના પર આર્ટિક્લ આપ સમક્ષ રજૂ કરીશું. ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.