સંતરાનો સ્વાદ બધાજ લોકોને પસંદ હોય છે અને તેનાથી થતાં ફાયદા પણ બધાજ લોકોને ખબર હોય છે. આજે આપણે સંતરાની અંદર રહેલા બીજ વિશે વાત કરીશું જેની માહિતી ખુબ જ ઓછા લોકો પાસે હોય છે. સમાન્ય સંતરાના સેવન પછી લોકો તેના બી કાઢી ફેકી દેતા હોય છે પણ આજે તે બી ના એવા ફાયદા કહીશું કે હવે લોકો નારંગીના બીજ ફેકતા પહેલા એક વાર જરૂર વિચાર કરશે. ચાલો જાણીએ નારંગીના બી શરીર માટે કેટલા ફાયદાઓ કરે છે.
સંતરાના બીજ ની અંદર વિટામીન્સ, એન્ટિઓક્સિડંટ તત્વ રહેલા હોય છે તે શરીરમાં શક્તિ વધારવાની સાથે રોગ સામે લાગવાની શક્તિ પણ વધારે છે. જ્યારે પણ તમે સંતરાનું જ્યુસ પીવો તેની અંદર તેના બી પણ મિક્સ કરીને પીવા જોઈએ. સંતરાના બી શરીરમાં ઉર્જા વધારવાનું કાર્ય પણ કરે છે. તેની અંદર પામેટિક, ઓલિક અને લીલોનીક એસિડ શરીરમાં થતી થકાન ઓછી કરે છે. શરીરમાં રહેલી આળસ પણ ઓછી કરે છે.
સંતરાના બી વાળ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. સંતરાના બી વિટામિન Cથી ભરપૂર હોય છે જેથી વાળ માટે વધારે ફાયદાકારક રહે છે. સંતરાના બી ની મદદથી તમે તેનું તેલ પણ બનાવી શકો છો અને તેના ઉપયોગથી વાળમાં કુદરતી કંડિશનર મળી રહે છે. તે બીજ લોહીનું પ્રમાણ વધારે છે જેનાથી વાળને પૂરતું પોષણ મળી રહે છે અને વાળ મજબૂત બનાવે છે.
શરીરમાં પેદા થતાં કેન્સરના તત્વને પણ નાશ કરે છે જેથી શરીરમાં કેન્સર થવાની સંભાવના રહેતી નથી સંતરાના બી ની અંદર વિટામિન C વધારે માત્રામાં રહેલું હોવાથી ફ્રીરેડિકલ સેલ્સ કાઢવામાં મદદ કરે છે. આ સેલ્સ DNAને વધારે નુકસાન પહોચાડે છે. તેથી સંતરાના બી ના સેવનથી નુકસાન કરી સેલ્સ બહાર નીકળવા લાગે છે.
બ્લડપ્રેશર વાળા વ્યક્તિઓને આ બી વધારે ફાયદાવાળા રહે છે. આ બી ના સેવનથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. સંતરાના બી વિટામિન B6 થી ભરપૂર હોય છે અને મેગ્નેશિયમ પણ વધારે માત્રામાં રહેલું હોય છે જેનાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખવામા મદદ કરે છે.
રોગ સામે લડવાની શક્તિ એટલે કે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે પણ સંતરાના બી ખુબજ ઉપયોગી સાબિત થાય છે. સંતરાના બી માં એન્ટિઓકસીડની ભરપૂર માત્રા રહેલી હોય છે. તેથી તેનું સેવન કરવાથી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે જેથી નાના-મોટા રોગ સામે શરીર અંદરથી લડી શકે. અંદર રહેલું વિટામિન C ઇમ્યુનિટીને વધારવાનું કાર્ય કરે છે જેથી શરીરમાં આવતું એક્સરનલટોકસિક જેવા ખતરાથી બચાવે છે.
તેમજ સંતરાના બીજ પાચનશક્તિ વધારીને ભોજન તમે સારું લઇ શકો તે માટે તમારા શરીરમાં ફેરફાર કરે છે. સંતરાના બીજના સેવનથી પાચનશક્તિ સ્ટ્રોંગ બને છે. જેથી તમે જમેલો ખોરાંક આસાનીથી પાચન કરવામાં મદદરૂપ થાય છે.
- થોડી વાત નારંગીની કરીએ.
નારંગીમાં મળતું વિટામિન C શરીરમાં અલગ અલગ જગ્યા પર કામ કરે છે જેમકે, ચામડીની બીમારી, કેન્સરના તત્વને વધતાં અટકે છે, સ્કર્વી નામની બીમારીમાં પણ વિટામિન C ખુબજ જરૂરી છે. ગ્લમબિડિંગ માટે પણ વિટામિન C ખુબજ ફાયદાકારક છે. 100 ગ્રામ નારંગીની અંદર 60 કેલેરી મળી આવે છે. વજન ઘટાડતા લોકોને નારંગીનું સેવન કરવું જોઈએ. નારંગીના જ્યુસ કરતાં તેને છાલની સાથે ખાવામાં આવે તો વધારે ફાયદો કરે છે. એક નારંગીની અંદર 3 ગ્રામ જેટલું ફાઈબર મળી આવે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.