પપૈયું એક રોજિંદું વપરાતું સામાન્ય ફળ છે. જેના દરેક ભાગો જેવા કે ફળ, બીજ, છાલ, પાન કે મૂળ દરેકનો ઉપયોગ વિવિધ રોગોના ઉપચાર માટે કરવામાં આવે છે. પપૈયું કાચું હોય કે પાકું બંને રીતે આપણા શરીરને ખૂબ ફાયદાકારક સાબિત થતું હોય છે. કેમ કે પપૈયાંની અંદર રહેલા મિનરલ્સ અને વિટામિન્સ શરીરને કાયમી માટે સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.
આયુર્વેદ અનુસાર પપૈયાને માત્ર એક ફળ જ માનવામાં નથી આવતું, પરંતુ પપૈયાને એક સર્વેશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. પપૈયામાં પ્રોવિટામિન એ, કેરોટીનોઈડ્સ, વિટામિન- સી અને વિટામિન-બી, પાચક ક્ષાર અને પાચક રેશામાં સમૃદ્ધ હોય છે. પપૈયાંની છાલ, ગર અને બીયાંમાં વિવિધ પોલીફિનોલ સહિત અન્ય ફાયટોકેમિકલ ધરાવે છે. એટલા માટે જ પપૈયું ખાવાના ઘણા ફાયદા છે.
મૂળ વિદેશનું છે આ ફળ- કહેવાય છે કે અમેરિકા અને મેક્સિકોમાં આ ફળ 14મી અને 15મી શતાબ્દી માં જોવા મળ્યું હતું. તે આ સદીમાં દક્ષિણ અને મધ્ય અમેરિકામાં વધારે ફેલાતું જોવા મળ્યું હતું. પરંતુ તેની ઉત્પતિ ક્યાં અને કેવી રીતે થઈ તેની સચોટ માહિતી હજુ સુધી મળી નથી. તેની ઉત્પત્તિની જાણકારી સ્પષ્ટ થતી નથી.
ભારતમાં આ રીતે આવ્યું પપૈયું-અત્યારે તો દુનિયાના મોટા ભાગના દેશોમાં પપૈયું મળતું થઈ ગયું છે. તમને જાણીને નવાઈ લાગશે કે બધા જ દેશોમાં જાણીતું બની ગયેલા આ ફળનું સૌથી વધારે ઉત્પાદન ભારત દેશમાં થાય છે. રાષ્ટ્રીય બાગવાની બોર્ડ મુજબ આંધ્રપ્રદેશ, પપૈયાનો સૌથી મોટો દેશ છે. તે પછી ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, આસામ, તામિલનાડુ અને કેરલ જેવા દેશોમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે.
એક જાણકારી મુજબ લગભગ 16મી સદીમાં સ્પેનિશથી તેના બીજ એશિયામાં આવ્યા હતા, અને ત્યાંથી તે ભારત આવ્યા. આ બીજ પાછા ચીન અને ઈટાલીમાં પણ મોકલવામાં આવ્યા હતા. આ રીતે ધીમેધીમે તે આખી દુનિયામાં ફેલાઈ ચૂક્યું છે.
આ વિદેશી ફળમાં અદ્દભૂત ગુણ રહેલા છે-પપૈયું એક એવું ફળ છે જે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. આ ફળ ખનિજ, અને એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર છે. આ લો કેલરી ફ્રૂટ સ્વાસ્થ્યને કેટલાય પ્રકારની લાભ પહોંચાડે છે. આ ઉંમર વધવાની પ્રક્રિયા, વજન ઘટાડવું, કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણ કરવા, સ્વસ્થ ત્વચા મેળવવા તથા કબજિયાતથી છુટકારો અપાવે છે આ ફળ. પપૈયાની તાસીર ગરમ હોવાથી તાવ, કફ, શરદી વગેરે બીમારી માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે. લોહીને પણ શુદ્ધ કરવાનું કામ કરે છે.
કોલેસ્ટ્રોલ-પપૈયાની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડન્ટ અને વિટામિન્સ-એ તથા વિટામિન-સી રહેલું હોય છે. જે શરીરની અંદર જામેલા વધારાના કોલેસ્ટ્રોલને દૂર કરે છે. અને આથી તેને લગતી દરેક સમસ્યાઓમાં રાહત મળે છે. અને વધારાનું કોલેસ્ટ્રોલ થાય છે દુર.
ત્વચા પરના ખીલ દૂર કરે-પપૈયાનો છુંદો કરી અને તેના દ્વારા ચહેરાને સાફ કરવામાં આવે તો તેના કારણે ચહેરા ઉપર રહેલા બ્લેકહેડ્સ પણ દૂર થઈ જાય છે. અને સાથે સાથે ખીલના ડાઘ પણ દૂર થઈ જાય છે. તે ત્વચાને એકદમ ચમકદાર બનાવી દે છે.
કેન્સર માટે રામબાણ-પપૈયાનું સેવન કરવાના કારણે શરીરની અંદર અમુક એવા પોષક તત્વો ઉત્પન્ન થાય છે. જે શરીરમાં કોઈપણ જગ્યાએ કેન્સરની ગાંઠ હોય તો તે કેન્સરના કોષોને વધતા અટકાવે છે અને કેન્સરની સમસ્યામાં રાહત અપાવે છે.
કબજિયાત અને પાચનતંત્ર માટે-આયુર્વેદ શાસ્ત્ર અનુસાર પપૈયાને રેચક માનવામાં આવે છે. અને આથી જ પપૈયાનું સેવન કરવાના કારણે જૂનામાં જૂની કબજિયાતની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે અને પાચનશક્તિ મજબૂત બને છે. પપૈયાને આંતરડાને પણ ગંભીર બીમારીઓથી બચાવે છે. પાચન સિસ્ટમ માટે રામબાણ ઈલાજ છે. પપૈયાનો રસ પણ પેટની જીવાત મટાડે છે. તેથી રસ પીવો પણ ઘણો જ લાભદાયી છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.