બાળક નાનું હોય ત્યારથી તેને સારી સ્કૂલમાં મૂકવું, તેને હેલ્ધી વસ્તુ ખવડાવવી જેથી તેની ઇમ્યૂનિટી ડાઉન ન થાય. કારણ કે બાળક આવનારા ભવિષ્યનું સંતાન છે તેની શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક વિકાસ એમ ઘણું બધું વિચાચારવું પડતું હોય છે. તેમાં ઘણા લોકો તો ગર્ભધારણ કરે ત્યારથી જ વિચારવાનું શરૂ કરી દેતા હોય છે. તેમાં કેટલાક તબક્કા છે જેના વિશે વિસ્તૃત ચર્ચા કરીએ.
નાના મોટા દરેકને ડ્રાયફ્રૂટ્સ ખાવા પસંદ હોય છે. નાનું બાળક હોય કે મોટી વ્યક્તિ બદામ, કાજુ, કિસમિસ, પીસ્તા દરકેને ભાવતા હોય છે. અને તે શરીર માટે પણ ઘણા ગુણકારી માનવામાં આવે છે. આજે વાત કરશું પિસ્તાની, જે તમારા બાળકના મગજને કરી દેશે પાવરફૂલ અને શરીર બનાવશે ગજબનું મજબૂત. જાણો પિસ્તાના ફાયદા અને ત્યારબાદ જાણો પિસ્તાનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેવી રીતે ખવરાવવા.
- પિસ્તા બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારે છે-
નાના બાળકોમાં ઇમ્યુનિટી પાવર ઓછો હોય છે જેના કારણે તે લોકો જલદી બીમાર પડી જતા હોય છે. બાળકોમાં પણ એવા કેટલાક બાળકો છે જેને સિઝન ચેન્જ થતા શરદી, ખાંસી, તાવ, ઝાડા જેવા વાયરલ થવા લાગે છે. ઘણી વખત દવાખાનામાં એડમિટ કરવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ જાય છે.
તેના માટે પિસ્તા ખૂબ જ લાભદાયી છે. પિસ્તામાં એન્ટિઓક્સિડન્ટ રહેલો છે જે મહાન સ્ત્રોત મનાય છે. એ ઉપરાંત વિટામિન-ઇ, બી 1 અને બી 2 પણ તેમાં સામેલ છે. જે બાળકની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટીનો વિકાસ કરે છે. વિટામિન સી અને વિટામિન બી6 જે બેક્ટેરિયા અને વાયરસથી જે ચેપ થાય છે. તેની સામે લડવા બાળકને સક્ષમ બનાવે છે. જેથી બાળક જલ્દી બીમાર પડતું હોતું નથી.
- પિસ્તા બાળકના મગજનો વિકાસ તેજીથી કરે છે.
બાળક નાનું હોય ત્યારે બધા કહેતા હોય છે તેને જે રીત શીખવાડો તે રીત શીખતું હોય છે. તે નાનું હોય ત્યારે તેનુ મગજ શાર્પ હોય છે. તે કોઈપણ વસ્તુ ઝડપથી શીખી જાય અને તેને યાદ પણ સારી રીતે રહેતું હોય છે. બાળકનો બ્રેઈન પાવર વધારવામાં પિસ્તા ઘણા ઉપયોગી છે. 100 ગ્રામ પિસ્તામાં 457 મીલીગ્રામ જેટલું ફોસ્ફરસ હોય છે. જે મગજને તેજ બનાવે છે.
તે નાનું હોય ત્યારે જ તેની બુદ્ધિ અને મગજનો વિકાસ થાય તેટલો મોટા થયા પછી થતો હોતો નથી. માટે પિસ્તા ખાવાથી બાળકની વિચારવાની અને સમજવાની શક્તિ તેજ બને છે.
- બાળકને કબજિયાતમાં આપશે રાહત-
ઘણા બાળકો એવા હોય છે જેને નાના હોય ત્યારથી કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો હોય છે. ઘણા મા-બાપ ડૉક્ટરની પાસે તેની દવા પણ લેતા હોય છે. આ બધી વસ્તુ ખોટી છે. કારણ કે તે મોટું થાય ત્યાર પછી તેને આ પ્રોબ્લેમ રહે તો વારંવાર તેની દવા આપવી શરીર માટે હાનિકારક છે.
એટલું જ નહીં બાળક નાનું હોય ત્યારે પણ કબજિયાતની દવા આપો તેના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. માટે રોજ પિસ્તાના થોડા દાણા ખવડાવવા બેસ્ટ ઉપચાર છે. કારણ કે પિસ્તામાં ફાઈબર અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં રહેલા હોય છે. તે ઉપરાંત પણ પાણીનો સોર્સ પણ વિપુલ પ્રમાણમાં હોય છે. જેથી આંતરડા દ્વારા ખોરાકને સારી રીતે ડાયજેસ્ટ કરી મળને નરમ બનાવે છે. જેના કારણે પેટ સાફ થઈ જાય.
- પિસ્તા બાળકના હાડકા બનાવે મજબૂત-
નાના મોટા દરેકને હાડકાનો વિકાસ ખૂબ જરૂરી છે. હાડકા મજબૂત હોય તો બાળક હોય કે મોટા વ્યક્તિ કોઈ કારણસર પડી જાય તો કંઈ થતું હોતું નથી. અને તેના માટે ખાસ જરૂરી છે કેલ્શિયમ. કેલ્શિયમથી હાડકા મજબૂત બનતા હોય છે. જો બાળક નાનું હોય ત્યારે તમે રોજ એક કેળું અથવા પિસ્તા આપશો તો તેના હાડકાનો વિકાસ સારો થશે.
ઘણા બાળકને શરદીનો કોઠો હોવાથી કેળા ખાય તો શરદી થઈ જતી હોય છે. તો તેના બદલે તમે પિસ્તાના રોજ 2-3 દાણા ખવડાવી શકો છો. પિસ્તામાં એમિનો એસિડની માત્રા વધારે હોવાથી હાડકાની સંરચના અને વિકાસ કરવામાં મદદ કરે છે. નાના બાળકના હાડકા નાનપણથી જ જો મજબૂત હશે તો મોટા થાય ત્યારે તેમનું શરીર કસાયેલું અને કોઈ વાર મહેનત કરવાની આવે તો પણ તકલીફ પડશે નહીં.
- બાળકની આંખોનું તેજ વધારે છે પિસ્તા-
અત્યારની ફાસ્ટફૂડ વાળી લાઈફમાં આંખો સાચવી ખૂબ જ જરૂરી છે. તમે નાસ્તામાં બાળકને બિસ્કિટ, ચોકલેટ કે અન્ય કોઈ તળેલી વસ્તુ આપતા હોવ તેના કરતા સારું છે કે પિસ્તા આપો. પિસ્તાથી બાળકને કંઈ પેટ ભરાવાનું નથી, પરંતુ થોડો સમય તેનું પેટ ભરેલું રહેતું હોય છે.
આંખો માટે તો પિસ્તા ખૂબ જ લાભદાયી છે. પિસ્તા આંખોનું તેજ વધારે છે. પિસ્તામાં કેરોટીનોયડ નામનું તત્વ મળી રહે છે. જેના કારણે આંખોની રોશની તેજ બનાવે છે. રોજ પિસ્તા ખાવાથી મોટી ઉંમરે પણ તમારી આંખોની રોશની સારી રહી છે.
આ ઉપરાંત થાયમિન, નીયાસીન, રાઈબોફ્લેવીન જેવા ઘણા તત્વો બાળકનો વિકાસ ઝડપી બનાવે છે. એટલું જ નહીં તેના આંતરિક અંગો, સ્નાયુઓને પણ મજબૂત બનાવવાનું કામ કરે છે. કોઈ બાળકની નર્વસ સિસ્ટમ હોય તો તે મજબૂત કરે છે. આમ રોજ પિસ્તા આપવા બાળક માટે ફાયદાકારક છે.
- કેવી રીતે આપશો નાના બાળકને પિસ્તા-
દરેક માટે પિસ્તા ખૂબ જ જરૂરી છે. આ તો આપણે જોયું, પરંતુ ખાસ કરીને નાના બાળક માટે બહુ જ ગુણકારી હોય છે. બાળક નાનું હોય ત્યારે કેવી રીતે પિસ્તા આપવા એ પ્રશ્ન દરેકને મનમાં ઉદ્દભવતો હોય છે. તમે પિસ્તા અને બદામને ક્રશ કરી તેને દૂધ સાથે મિક્સ કરીને પણ આપી શકો છો. જો તેને ખાલી પિસ્તાનો ટેસ્ટ ભાવતો હોય તો તેને હાથમાં આપો જેથી તે રમતાં રમતાં ખાઈ જશે.
તે સિવાય પણ સ્નેક્સ અને બિસ્કિટમાં મિક્સ કરીને આપી શકો છો. અથવા તો દહીંમાં પિસ્તાનો પાઉડર મિક્સ કરીને પણ રોજ સવારે ખવડાવશો તો તેના અઢળક ફાયદા જોવા મળશે. આમ અલગ અલગ રીતે પિસ્તા નાના બાળકને ખવડાવી શકો છો. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.