તુરિયા મીઠા અને કડવા એમ બે જાતના હોય છે. ઘણી વાર શાક બનાવતી વખતે આપણે ચાખવા પડતા હોય છે કેમ કે કડવા તુરિયા પણ સાથે આવી જતા હોવાથી. પૌષ્ટિક તુરિયાને અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. તેને અંગ્રેજીમાં રિજડ ગાર્ડ કહે છે. સૌરાષ્ટ્ર પંથકમાં તેને ઘિસોડા કહેવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેને ઝુમખડીના નામે પણ ઓળખે છે. તેની તાસીર ઠંડી હોય છે.
ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં તુરિયા થતા હોય છે.પશ્ચિમના દેશોમાં આ શાકને જાણતા હોતા નથી. દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં તેનું શાક વધારે લોકપ્રિય છે. જેમ કે ખાસ કરીને બિહાર, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, આસામ, તામિલનાડુ, ઉત્તરાખંડ વગેરેમાં તુરિયાના ખેતી વધુ થાય છે.
તુરિયાના ગુણ વિશે જાણીએ- આજે અમે તમને બતાવીશું તુરિયાના ચમત્કારીક ફાયદા વિશે. જે જાણીને રહી જશો દંગ અને જે લોકો તુરિયાનું શાક નહીં ખાતા હોય તે લોકો પણ આ ગુણકારી શાક ખાવા લાગશે. તુરિયું આયુર્વેદની દ્રષ્ટિએ પણ ઘણું મહત્ત્વનું છે. તેમાં ઔષધિય ગુણ રહેલા છે. ખાસ કરીને દવાઓ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.
તુરિયામાં ફાઈબર કાર્બોહાઇડ્રેડ, વિટામિન એ, વિટામિન સી, વિટમિન બી કોમ્પલેક્સ, વિટામિન કે, પ્રોટીન, પોટેશિયમ, આર્યન, બીટા કેરોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા જરૂરી મિનરલ્સ પોષક તત્વ રહેલા હોય છે.
વાળની સમસ્યા- જો તમે વાળને લગતી સમસ્યામાંથી છુટકારો મેળવવા માંગો છો, તો તુરિયા ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ માટે તેના ટુકડા કરી નાખવા અને હવે તેને નાળિયેર તેલ લગાવવું આ તેલ 2થી 3 દિવસ રાખવું. જ્યારે લાગે કે તુરિયા તેલમાં સારી રીતે ડૂબી ગયા છે પછી તને ઉકાળવા જોઈએ. તેલ અડધું રહે એટલે ગાળી લેવું જોઈએ. રોજ આ તેલથી માલિશ કરવી. તમે વાળ મજબૂત બનશે અને કાળા પણ થઈ જશે. તુરિયામાં વિટામિન-સી સારી માત્રામાં રહેલું હોય છે જેથી વાળને મુલાયમ અને ચમકદાર બનાવે છે.
વજન ઓછું કરવા- જો તમે તુરિયા ખાઓ છો, તો પછી તમારું શરીર ઘટવા લાગશે. તુરિયામાં કેલરી ખૂબ જ ઓછી હોય છે. જેના કારણે જલદી ભૂખ લાગતી નથી. તે સિવાય પાણીની માત્રા પણ વધારે હોય છે અને ફાઈબરથી ભરપૂર હોવાથી તુરિયા ખાવ ત્યારે ભૂખ લાગશે નહીં. અને તમારું શરીર પણ ઘટવા લાગશે.
પથરી દૂર કરે- જો કોઈ વ્યક્તિને પથરીની સમસ્યા હોય, તો તેનાથી છુટકારો મેળવવા માટે તુરિયાનો એક ચમચી જ્યૂસ દરરોજ પીવો જોઈએ. આ જ્યૂસને તમે ગાયના દૂધ અને પાણીમાં બે ચમચી મિક્સ કરીને પીવો, જેથી તમારી પથરી પીગળવા માંડશે. તુરિયાના વેલને ગાયના દૂધમાં થોડા ઘસી દરરોજ સવારના એક ચમચી જેટલું પીવું આવું ત્રણ દિવસ કરવાથી તમારી પથરીની સમસ્યા જળમૂડથી ગાયબ થઈ જશે.
ત્વચા માટે ફાયદાકારક- જો તમે તુરિયાનો ઉપયોગ કરો છો તો ચામડીને લગતી જે કોઈ તકલીફ હશે તે દૂર થઈ જશે. ગાયના માખણ સાથે પીસીને તેને સ્કીન પર લગાવો. ખીલ અને કરચલી ચહેરા પર દેખાય તો તમે તુરિયાનો આ રીતે ઉપયોગ કરી શકો છો. ત્વચામાં કુદરતી ગ્લો આવશે અને કરચલીઓ ઓછી થતી જશે. સાથે જે કોઈ પ્રોબ્લેમ હશે તે દૂર થઈ જશે.
ડાયાબિટીસના દર્દી- આ રોગ વાળાને તુરિયા ઘણા ફાયદો આપે છે. તુરિયા એક પ્રકારે પ્રાકૃતિક ઇન્સુલિનનું કામ કરે છે. સતત તુરિયાનું સેવન કરવાથી ડાયાબિટીસ થવાની પણ સમસ્યા રહેતી હોતી નથી. તુરિયામાં લો કાર્બ ડાયેટ જોવ મળે છે. જે શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.
કમળો મટાડે– કમળાના દર્દીઓ માટે તુરિયાનો રસ રામબાણ ઇલાજ છે, કમળાના દર્દી જો નાકમાં તુરિયાના રસના બેથી ત્રણ ટીપાં નાખે તો નાકમાંથી જ પીળા કફ જેવો પદાર્થ બહાર નીકળી જશે અને કમળાની બીમારી દૂર થશે.
માસિક ધર્મ- માસિક ધર્મ વખતે દરેક સ્ત્રીને તકલીફ પડતી હોય છે. તો તેના માટે તમારે તુરિયાનો ઉકાળો તમને રાહત આપશે. તુરિયાનો ઉકાળો બનાવી માસિક ધર્મ વખતે તેનું સેવન કરવામાં આવે તો પેટમાં દુખાવાની સમસ્યામાં રાહત મળે છે. અને રક્તસ્ત્રાવ વધારે થતો હોય તો ઘટાડી શકાય છે.
પાચનને લગતી સમસ્યા- તુરિયામાં પાણીની માત્રા વધારે હોય છે. સાથે ફાઈબર પણ ઉચ્ચ પ્રમાણમાં હોય છે. તેથી કબજિયાત કે પેટને લગતી કોઈ પણ જાતની સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે તુરિયા ફાયદાકારક સાબિત થશે.
હવે જોઈશું તુરિયાના નુકશાન વિશે-
(1) -જો કોઈ સ્ત્રી સ્તનપાન કરવાતી હોય અથવા ગર્ભવતી હોય તો તેને તુરિયાનું સેવન કરવું નહીં કાં તો એક વાર ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. કેમ કે, ઘણા કેસમાં ડૉક્ટર અથવા વૈદ્ય આ શાક ખાવાની મનાઈ કરતાં હોય છે.
(2) -કેટલાક લોકોને તુરિયાથી એલર્જી હોય છે. તો તેમણે તુરિયાનું સેવન કરવું જોઈએ નહીં. આનું સેવન ક્યારેક તેવા લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
(3) -ઉંમર વધવાની સાથે કેટલાક વ્યક્તિઓને દવાનું સેવન ચાલુ થઈ જતું હોય છે. તો તેમણે ડૉક્ટરને પૂછ્યા વગર તુરિયાનું શાક ખાવું જોઈએ નહીં.
તુરિયા કેવી કેવી રીતે ખાઈ શકો છો- તુરિયાનું શાક તો બધા બનાવતા જ હશે. સાથે તેમાંથી સૂર, જ્યૂસ, અથાણું, કઢી વગેરે બનાવી શકાય છે. તુરિયાના જે ફૂલ આવતા હોય છે તેમાંથી ભજીયા પણ બનાવાય છે. તુરિયાના પાંદડાનો સૂકવીને પાઉડર બનાવી તેનું સેવન કરી શકો છો. આમ અલગ અલગ રીતે તેનું સેવન કરવાના ફાયદા પણ ઘણા અલગ મળે છે.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.