સાંગરીની સબ્જી લોકો ખૂબ જ પસંદ કરે છે. તેમ પણ રાજસ્થાનના લોકો ખાસ પસંદ કરે છે કેમ કે આ શાક ખૂબ ગુણશાળી છે તેમજ ત્યાંના લોકોની ફેવરેટ ડિશ કહીએ તો પણ ચાલે એમ છે. તે સ્વાદમાં પણ ટેસ્ટી લાગે છે. આ શાકભાજીની રીતે જ ખવાય છે. તે શાકાહારી હોવાથી ગુજરાતીઓ પણ તેનું સેવન કરે છે. કારણ કે તેનાથી અનેક રોગો મટે છે.
સાંગરી શરીર માટે ખૂબ જ જરૂરી છે. તે અંદરથી ઠંડક આપે છે. જેસલમેરની ફેમસ સબ્જી એટલે સાંગરી. તો આજે જાણીશું સાંગરીના કેટલાક ફાયદા વિશે. તેન ફાયદા વિશે જાણીએ તે પહેલા સાંરગીનું શાક કેવી રીતે બનાવાય તેની રીત જોઈએ.
કેવી રીતે બનાવશો સાંગરીનું શાક- આ શાક બનાવવા માટે પહેલા જેટલી વપરાય તેટલી સાંગરી લેવી ત્યાર બાદ તેને ગેસ પર ઉકળવા મૂકવી. એકબાજુ તેમાં નાખવાની બધી સામગ્રી તૈયાર કરવી. જેમ કે જીરું, મરચાં, કોથમીર, લાલ મરચું, તેલ, ગરમ મસાલો.
હવે એક વાસણમાં તેલ મૂકો તેમાં વઘાર કરી. તૈયાર કરેલી સામગ્રી નાખો. તેમાં સાંગરી પણ મિક્સ કરી લો. સાંગરી મિક્સ કરી તેમાં પાણી એડ કરો જેથી સરખી રીતે શેકાય જાય. જે મસાલા નાખ્યા છે તેમાં જો વધારે ટેસ્ટ જોઈતો હોય તો તેમાં બીજા મસાલા એડ કરી શકો છો. જેથી ટેસ્ટફૂલ સાંગરીનું શાક તૈયાર થઈ જશે. લો તૈયાર છે તમારું સાંગરીનું શાક.
સાંગરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. વર્ષોથી લોકો અનેક બીમારીથી બચવા માટે આ શાકનું સેવન કરે છે. તંદુરસ્તી જળવાય રહે તે માટે ખૂબ મદદરૂપ સાબિત થાય છે. કેમ કે તેમાં ઘણા એવા પોષક તત્વો છે જે બીજા શાકભાજીમાંથી મળતા હોતા નથી.
પાચનતંત્રમાં સુધારો- વધારે પડતું બેઠાળું જીવન અને ફાસ્ટફૂડના સેવનના કારણે પેટની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે. જ્યાં જુઓ ત્યાં બસ પેટમાં દુખાવો, અપચો, ગેસ, કબજિયાત વગેરે જેવી તકલીફ થયા કરે છે. તેના માટે સાંગરી ખૂબ લાભદાયી સાબિત થશે.
સાંગરીમાં સારા પ્રમાણમાં પ્રોટીન અને ફાઈબર રહેલા હોય છે. જેથી ફાઈબર તમારી પાચન શક્તિ મજબૂત કરે છે અને ખોરાક પણ સરળતાથી પચાવે છે. તેમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોવાથી તેનો ત્યાગ સહેલાયથી થઈ જાય છે. જેના કારણે કબજિયાતની સમસ્યામાંથી તમે છૂટી શકો છો.
વજન ઓછું કરે છે- આ સબ્જીનું સેવન તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો. તેનાથી કોઈ નુકશાન થતું હોતું નથી. સાંગરીનું શાક ખાવાથી તમારું પેટ ભરેલું રહેશે. જેના લીધે આખો દિવસ ભૂખ લાગશે નહીં. તેમાં રહેલા ફાઈબરના કારણે ભૂખ લાગતી નથી અને જો લાગે તો પણ ઓછી લાગશે. માટે શરીર પર જામેલી મેદસ્વિતા ઓછી થાય છે. જેના લીધે વજન ઘટવા લાગશે.
કોલેસ્ટ્રોલને રાખે કંટ્રોલ- આજકાલ નળી બ્લોક દરેકને થઈ જતી હોય છે. તેનું કારણ છે શરીરમાં વધારે પડતી ચરબી જમા થવી. જેના કારણે માણસના શરીરમાં મેદસ્વિતા વધતી જાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલ એક એવી વસ્તુ છે જેના કારણે આપણે અનેક બીમારીઓને આમંત્રણ આપીએ છીએ.
શરીરમાં કોલેસ્ટ્રોલ એક વાર વધી જાય પછી તેને ઘટાડવા માટે અનેક પ્રયત્નો કરવા પડતા હોય છે. તેના માટે રોજ સવારે ઉઠીને એક્સસાઈઝ, વોકિંગ, યોગા નિયમિત કરવા પડતા હોય છે. કોલેસ્ટ્રોલના કારણે ઘણી વખત હાર્ટ ફેલ થવાના પણ ચાન્સ વધી જાય છે. જેના કારણે માણસ મરી જતો હોય છે. કેટલીક વાર હાર્ટ એટેક આવવાના કારણે લકવો કે બીજી કોઈ બીમારી કાયમ માટે શરીરમાં પ્રવેશે છે.
સાંગરી કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કારગર નીવડે છે. સાંગરીમાં સિરેનીન સી નામનું તત્વ રહેલું છે જે કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે મદદરૂપ સાબિત થાય છે. સિરેનીન સી સાંગરીમાં ભરપૂર માત્રામાં હોય છે. જેથી કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આર્શીવાદ સમાન ગણી શકાય છે. કોલેસ્ટ્રોલ શરીરમાં ઓછો હોય તો કોઈ પણ જાતની બીમારી થતી નથી અને હૃદય પણ તંદુરસ્ત રહે છે.
હાડકા માટે ફાયદાકારક- મોટાભાગે હાડકાને મજબૂત બનાવવા માટે આપણે કેલ્શિયમનું સેવન વધારે કરતા હોઈએ છીએ. અને તેના માટે રોજ સવારે એક કેળું ખાવાની પણ ડૉક્ટર સલાહ આપતા હોય છે. જેના કારણે શરીરના દરેક બોન્સ મજબૂત બને. જો કોઈ વાર તમને ફ્રેક્ચર થયું હોત ત્યારે પણ ડૉક્ટર રોજ કેળા અને દૂધ ખાવાની સલાહ આપતા હોય છે. જેનાથી તમારા હાડકામાં રહેલી તિરાડ જલદી પૂરાઈ જાય.
તેના માટે સાંગરીનું શાક પણ આજ કામ કરે છે. તેમાં રહેલું ઝિંક નામનું તત્ત્વ ખૂબ જ મહત્ત્વનું હોય છે. તે ઉપરાંત સાંગરીમાં રહેલું મેગ્નેશિયમ પણ બોન ડેસીટીને વધારવાનું કામ કરે છે. આ રીતે જો તમે હાડકા મજબૂત બનાવવા માગતા હોવ તો સાંગરીનું શાક ખાઈ શકો છો.
ઇમ્યુનિટીમાં કરે વધારો- શરીરમાં ઇમ્યુનિટી જળવાય રહે તે માટે આપણે ઘણી વખત વિટામિન્સથી ભરપૂર એવી દવાઓનું સેવન કરતા હોઈએ છીએ. જેના કારણે શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા જળવાઈ રહે. રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોવાથી ઘણી વાર શરીરમાં જીવલેણ રોગો થઈ જાય છે. અને તેના માટે બેસ્ટ ઓપ્શન છે સાંગરીનું શાક ખાવું.
તેનાથી ઇમ્યુનિટીમાં વધારો થાય છે. કોરાનાકાળમાં ઇમ્યુનિટી વધારવા માટે લોકો ઉકાળા પીવાનું શરૂ કર્યું હતું પરંતુ જો તમે સાંગરીનું સેવન કરશો તો ભરપૂર પ્રમાણમાં તેમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારશે.
સાંગરીમાં અઢળક પ્રમાણમાં મિનરલ્સ રહેલા હોય છે. જેથી તમારા માટે ખૂબ જ લાભદાયી નીવડશે આ શાકનું સેવન. તે સાંધાનો દુખાવો અને પાઇલ્સની બીમારીને પણ દૂર કરી શકે છે. સાંગરી ખેજરી ટ્રીના નામથી ઓળખાય છે.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.