અત્યારનો સમય એવો છે કે કોઈને કોઈના માટે સમય નથી રહ્યો. પોતાના સ્વાસ્થ્યની જવાબદારી પણ સારી રીતે લઈ શકતા નથી. રોજ ઉઠીને કેટલાક નિયમો તો બનાવી લેતા હોય છે. જેમ કે રોજ વોકિંગ કરવા જઈશ, કસરત કરીશ, જિમમાં જઈશ, યોગા કરીશ વગેરે વગેરે. થોડા દિવસ વજન ઉતારવા માટેના પ્રયત્નો ચાલુ રહે પછી આ બધું ભૂલાય જતું હોય છે. જિમમાં પૈસા ભર્યા હોય તો તે પણ બરબાદ થઈ જતા હોય છે. કેમ કે કામ એટલા બધા હોય છે કે આપણા શરીરનું ધ્યાન રાખવાનો સમય આપણી પાસે નથી.
આજે તમને એવી વસ્તુ વિશે જણાવીશું જેનાથી તમારું વજન કંટ્રોલમાં રહેશે સાથે ઘણી બીમારીઓથી પણ તમે દૂર રહી શકશો. દરેક મહિલાના રસોડામાં અલગ અલગ પ્રકારના મસાલા હોય છે. તેમાં ખાસ કરીને મુખવાસમાં વરિયાળી તો રસોડામાં હોય જ. આ વરિયાળીના આયુર્વેદિક રીતે પાણી બનાવવાની રીત જાણી લો, પછી જુઓ થશે અઢળક ફાયદા.
વરિયાળીનું આયુર્વેદિક પાણી બનાવવાની રીત- જો તમારે નિયમિત વરિયાળીનું સેવન ન કરવું હોય તો એક લીટર પાણી ઉકાળો તેમાં બે ચમચી વરિયાળી નાખી બરાબર ઉકળવા દો. જ્યારે વરિયાળી પાણીમાં બરાબર મિક્સ થઈ જાય એટલે તેને ઠંડું થવા દેવું. આ પાણી ઠંડું થઈ જાય તે પછી તેને ફ્રિઝમાં રાખો. સવારે ઉઠીને અથવા રાત્રે સૂતી વખતે તમે આ પાણી પી શકો છો.
દિવસમાં કેટલી વાર પીવું જોઈએ- ઘણા લોકોનું વજન એટલું વધી ગયું હોય છે કે તે ઝડપથી ઓછું કરવા માગતા હોય છે. તમે વરિયાળીનું બે ગ્લાસ પાણી સવારે વહેલા પી શકો છો. કેટલાક એવા પણ હોય છે જેમને વરિયાળીનો ટેસ્ટ પસંદ હોતો નથી. તેમણે આ પાણીની શરૂઆત એક કપથી કરવી જોઈએ. બજારમાં પણ વરિયાળીના પાણીથી બનેલા પીણા મળતા હોય છે. જે વેઈટ લોસ કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
આખી રાત આ રીતે પલાળો વરિયાળી- વરિયાળીનું પાણી બનાવવાની આ બીજી રીત છે. આખી રાત એક લિટર પાણીમાં એક ચમચી વરિયાળી નાખી આખી રાત પાણી રહેવા દેવું. સવારે ઉઠી નરણાં કોઠે આ પાણીનું સેવન કરવું. રોજ આ પ્રકારે સેવન કરવાથી તમારું વજન થોડા સમયમાં ઘટવા લાગશે.
મહીલાઓનું ઘટાડે વજન- રોજ સાંજે મોટાભાગની મહિલાઓ ઇવનિંગ વોક પર જતી જોવા મળે છે. છતાં વજન એટલું જ હોય છે. કેમ કે તેમના ભોજનમાં ખાસ ડાયેટ સામેલ થતું હોતું નથી. માટે એવી કેટલીક મહિલાઓ માટે સરળતાથી વજન ઓછું થાય તેના માટે ઉપર જણાવેલા વરિયાળીના પાણીનું સેવન કરો, જે થોડા દિવસમાં તમને સ્લીમ દેખાતા કરી દેશે.
શરીર પર જમા થતી ચરબી ઓછી કરે છે- વરિયાળીનું સેવન શરીરમાં ચરબી જમા થવા દેતી નથી તેનાથી તમને મેદસ્વિતાપણાનું જોખમ ઘટે છે. જે સંપૂર્ણ પણે ડાયેટને ફોલો કરવા માગતા હોય તે વરિયાળીની ચા પીવે છે. તેની ચા ટોક્સિને શરીરમાંથી બહાર કાઢે છે. વરિયાળીના બીજ પણ ખાવાથી શરીરમાં રહેલું મેટાબોલિઝમ મજબૂત બને છે. અને જેનું મેટાબોલિઝમ વધારે હોય તેનું વજન ઓછું થાય છે. આ રીતે વરિયાળી શરીર પણ જામેલી ચરબી ઘટાડે છે.
લોહીને સાફ કરે છે- વરિયાળીનાં પાણીમાં ફાઈબર સારા પ્રમાણમાં મળી આવે છે. જેના કારણે તે શરીરના ઝેરી પદાર્થને બહાર કાઢે છે અને શરીરની ગંદકીને સાફ કરે છે. તેનાથી લોહી સાફ થઈ જાય છે. તેના માટે એક ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીમાં પલાળી આખી રાત માટે રહેવા દો અને સવારે ઉઠીને તે પાણીનું સેવન કરો. તેનાથી ઘણો ફાયદો મળશે. કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલા ડૉક્ટર અથવા નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ.
વરિયાળી ભૂખ અટકાવશે- વરિયાળીમાં ફાઈબરનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે તમારા પેટને વધુ સમય માટે ભરેલું રાખે છે. વરિયાળીના સેવનથી તમને વારંવાર ભૂખ લાગતી નથી અને તમે વધારાના નાસ્તા ખાવાથી બચો છો. આનાથી કેલેરીનો વપરાશ ઓછો થાય છે અને તમારું વજન ધીમેધીમે ઘટવા લાગશે.
પેટની સમસ્યા માટે વરિયાળીનું પાણી ફાયદાકારક – વરિયાળીના પાણીમાં પોષક તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેના સેવનથી અપચો, એસિડિટી, અને પેટમાં ગેસની સમસ્યામાં આરામ મળે છે. ઉબકા આવવા અને ઉલ્ટીમાં પણ વરિયાળીનું પાણી ઘણું ફાયદાકારક છે.
જમ્યા બાદ મોટા ભાગના લોકો વરિયાળીનો મુખવાસ ખાતા હોય છે. જેના લીધે ખોરાક સરળતાથી પચી જાય છે. વરિયાળી એવી વસ્તુ છે જે દરેકને ભાવતી હોય. લગ્ન પ્રસંગ અથવા હોટેલોમાં પણ જમ્યા બાદ મુખવાસ તરીકે વરિયાળી આપતા હોય છે. ઘણા લોકો પાનમાં પણ વધારે વરિયાળી નંખાવી ખાવાનું પસંદ કરતા હોય છે. જેનાથી શરીરમાં પાચન ઝડપી થાય અને પેટની તકલીફથી પણ તમે દૂર રહી શકો.
માસિક ધર્મના દુખાવાથી રાહત – દર મહિને છોકરીઓને માસિક ધર્મના દુખાવામાંથી પસાર થવું પડે છે, પરંતુ દર વખતે તેના માટે દવાઓનું સેવન કરવું યોગ્ય નથી હોતું. એટલા માટે વરિયાળીનાં પાણીનું સેવન કરવું. તેનાથી માસિક ધર્મના સમયે થતાં દુખાવાથી રાહત મળે છે. માસિક ધર્મના સમયે થતી ઉલ્ટી અને ઉબકાની સમસ્યામાં પણ વરિયાળીનું પાણી લાભદાયી હોય છે.
ગરમીમાં વધારે કરવું વરિયાળીનું સેવન – વરિયાળીની તાસીર ઠંડી હોય છે. તેથી જો તમે ગરમીની સીઝનમાં તેનું સેવન કરશો તો વધારે સારા ફાયદા થશે. તેમાં વિટામિન-સી અને મિનરલ્સ સારી માત્રા મળી રહે છે. સાથે આયર્ન, કેલ્શિયમ, સોડિયમ પણ રહેલું હોય છે. જે શરીરને હેલ્ધી રાખી શકે છે.
વરિયાળીમાં રહેલા વિટામિન- આયુર્વેદમાં જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર શ્રેષ્ઠ ઔષધ તરીકે વરિયાળીને ગણી છે. જે વ્યક્તિને ભૂખ ન લાગતી હોય કે ખાવાનું ન ભાવતું હોય તેણે જમ્યા પહેલાં વરિયાળી ખાવાનું રાખવું જોઈએ. જો ભૂખ બરાબર ન લાગતી હોય, પણ પાચન યોગ્ય રીતે ન થતું હોય તો જમ્યા પછી શેકેલી વરિયાળી ખાવી જોઈએ.
વરિયાળીમાંથી વિટામિન-સી, ફાઈબર, પોટેશિયમ, મેગેનીઝ, કોપર, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ, વિટામિન-બી3 જેવા ન્યુટ્રીઅન્ટ્સ મળી રહે છે. જે આપણાં શરીરને વધારે હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
પણ જો વરીયાળીનું સેવન કરવાથી શરીરમાં કોઈ બીજા પ્રોબ્લેમ ઉભા થાય તાસીર અનુસાર તો પછી, ડોક્ટરને બતાવવું અથવા તો આ સેવન કરતા પહેલા પણ ડોક્ટર અથવા કોઈવૈદ્યને પૂછવું કેમ કે, આપના શરીરની તાસીર અલગ હોઈ શકે છે.