અત્યારે સુંદર દેખાવું એ બધી જ સ્ત્રી અને પુરુષની ઈચ્છા હોય છે. સુંદર દેખાવા માટે ઘણું બધી વસ્તુ ટ્રાય કરતાં રહે છે. મહિલા પાર્લરમાં જઈને મહેનત કરે છે છતાં કઈ લાંબો ફરક નથી પડતો. પુરુષ પણ ઘણી અલગ અલગ વસ્તુ ટ્રાય કરતાં રહે છે. છતાં તેમને પણ કોઈ વસ્તુ વધારે ઉપયોગમાં આવતી નથી. આજે તમને એવી વસ્તુ વિષે જણાવીશું જેનાથી ગરમીમાં કાળી પડી ગયેલી ત્વચા પહેલા જેવી ગોરી અને સુંદર થઈ જશે. જે વસ્તુ વિષે વાત કરીશું તણી માટે થોડી ઘરની સામગ્રીની જરૂર પડશે.
ચાલો જાણીએ તે વસ્તુ વિષે જેને ઉપયોગ કરવાથી પાર્લરમાં જવાની જરૂર નહીં પડે. તે વસ્તુનું નામ છે સ્મૂદી. સ્મૂદી એટ્લે થોડી ઘરની વસ્તુને મિક્સ કરીને બનાવવામાં આવતી વસ્તુ એક પ્રકારનું જ્યુસ તમે કહી શકો.. તેનું સેવન કરવાથી ચામડીના અલગ અલગ પ્રકારના રોગમાં રાહત મળે છે જેમ કે, ત્વચા પરની બધી જ સમસ્યા દાગ, ખીલ, આંખો પરના કાળા સર્કલ વગેરે.
ચાલો જાણીએ સ્મૂદી બનાવવાની રીત વિષે જેનાથી ચામડીની તમામ સમસ્યા દૂર થઈ શકે છે. સૌથી પહેલી સ્મૂદી છે, કેળાં અને સ્ટોબેરીનું તેને બનાવવાની રીત. એક વ્યક્તિ માટે એક કેળું, એક ચમચી મધ અને 2 થી 3 સ્ટોબેરી લેવી. આ ત્રણ વસ્તુને લઈને પહેલા મિક્સરની અંદર નાખી ક્રશ કરવું. ક્રશ કર્યા પછી તેને એક ગ્લાસમાં કાઢી અને તેનું સેવન કરવું. આ સ્મૂદીની અંદર ફાઈબર, ફૉસ્ફરસ, સોડિયમ અને વિટામિન C રહેલા હોય છે સાથે સાથે બીજા ઘણા પોષણતત્વ રહેલા હોય છે. આ સ્મૂદીના સેવનથી ચામડીને અલગ અલગ ફાયદા કરે છે.
બીજી સ્મૂદી છે ઓટ્સ અને કેળાંની, તેને બનાવવાની રીત- 3 કેળાં, એક અથવા દોઢ કપ નાળિયેર પાણી, દોઢ ચમચી મધ, અર્ધો કપ ઓટ્સ, વેનીલા એસેંજ અને પાંચ કે છ તાર કેસર હોય તો. આ બધી વસ્તુ મિક્સરમાં ક્રશ કરો પછી તેને એક ગ્લાસમાં કાઢી અને તેનું સેવન કરો. આ વસ્તુના સેવનથી શરીરમાં ફાઈબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામીન્સ, પ્રોટીન, કેલેરી જેવા તત્વ મળી રહેશે. આ વસ્તુના સેવનથી ખીલ, મોઢા પરના કાળા દાગ, ખીલના દાગ અને ચામડીમાં નિખાર આવવા લાગશે. આ સ્મૂદીના સેવનથી ચામડીના અલગ અલગ રોગો દૂર કરવામાં મદદ મળશે.
ત્રીજી સ્મૂદી છે બદામ, ગુલાબજળ, કેળાં અને સ્ટોબેરી. તેને બનાવવાની રીત- સૌથી પહેલા 2 કપ બદામનું દૂધ લેવું, તેની અંદર 2 કે 3 ચમચી ગુલાબજળ મિક્સ કરો. પછી તેની અંદર 2 ટ્રોબેરી મિક્સ કરો. પછી એક કેળું કાપી તેની અંદર મિક્સ કરો અને છેલ્લે 3 કે 4 ગુલાબની પાખડી અને એક ચમચી વેનીલા એસેન્સ મિક્સ કરો સ્વાદ વધારવા માટે એક થવા બે ચમચી મધ મિક્સ કરી શકો છો. આ બધી વસ્તુને મિક્સરમાં ક્રશ કરો અને પછી એક ગ્લાસમાં કાઢી લો.
આ સ્મૂદીના સેવનથી વિટામિન એ, સી, અને ઈ મળી રહેશે પછી ફાઈબર, પ્રોટીન, કાર્બોહાઇટ્રેડ, ફૉસ્ફરસ જેવા તત્વો પણ મળી રહશે જેનાથી ત્વચાને સુંદર અને ચમકીલિ બનાવવામાં મદદ મળશે. નિયમિત આ વસ્તુનું સેવન કરવામાં આવે તો, સ્કિનની બધીજ સમસ્યાથી રાહત મળી જશે. આ સ્મૂદીની અંદર તમે લીલા શાકભાજી પણ મિક્સ કરી શકો છો તેનાથી પણ ચામડીની સમસ્યા દૂર થઈ શકે છે. આ સ્મૂદીનું સેવન તડકામાં કરવાથી શરીરમાં ઉર્જા પણ મળી રહે છે અને ઉનાળામાં શરીર ડિહાઈડ્રેડ થશે નહીં અને ઉનાળામાં પણ શરીર સ્ફૂર્તિલું રહેશે.
ઉપરની તમામ સ્મુદી તમે ઘરે બેઠા બનાવી શકશો, તેમજ આ વસ્તુની થોડા થોડા સમયે નિરંતર પ્રયોગ કરશો એટલે ત્વચામાં જરૂર અનેરી ચમક આવશે જ. તેમજ કોઈ પણ બ્યુટી પ્રોડક્ટના ઉપયોગ વગર ત્વચામાં ઓટોમેટીક ગ્લો આવશે તેની ગેરંટી.. ડોકટરો પણ શરીર માટે આવી અનેક સ્મુદીઓનો પ્રયોગ કરવાનું સુચન કરે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.