શરીરમાં રહેલી અલગ અલગ બીમારીઓને ઠીક કરવા માટે આ શાકભાજી ખુબજ ઉપયોગી બનશે. આજની આ ભાગદોડ વાળી જિંદગીમાં લોકોને એનેમિયા, વધારે થાક લાગે છે, રોગપ્રતિકારકશક્તિ નબળી હોય છે. આ બધી સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લોકો પાસે સમય નથી જ્યારે સમય મળે છે ત્યારે આ બીમારી મોટી બની ચૂકી હોય છે. આજે આ આર્ટિકલમાં તમને એક એવી વસ્તુ વિષે જણાવીશું જેનાથી શરીર મજબૂત થશે અને ગંભીર બીમારીથી મુક્તિ મળી જશે.
આ શાકભાજી વિષે ઓછા લોકો જાણતા હોય છે. તેનું નામ છે કંટોળા. હા મિત્રો કંટોળા એક સેવી વસ્તુ છે જે શરીરમાં રહેલા ઘણા રોગોથી મુક્તિ આપી શકે છે. કંટોળામાં વધારે પ્રોટીન મળી આવે છે જે માસાહારી ભોજન કરતાં 10 ગણું વધારે ફાયદો કરે છે. માસ કરતાં પણ વધારે પ્રોટીન કંટોળા આપી શકે છે. તેથી તેનું સેવન કરવું ખુબજ ફાયદાકારક રહે છે.
કંટોળાનું ઉત્પાદન ભારતમાં પર્વતીય વિસ્તારમાં વધારે થાય છે. વરસાદની સીજનમાં કંટોળા વધારે જોવા મળે છે. ચાલો જાણીએ કંટોળા વિષે અને કંટોળાથી શરીરમાં કેટલા ફાયદાઓ થાય છે. પહેલા જાણીએ કંટોળાના કેટલા અલગ અલગ નામ છે.
કંટોળાને કાકરોલ, ભટ, કોરોલા અને કર્ટોલી જેવા ઘણા અલગ અલગ નામેથી જાણવામાં આવે છે. જેટલા નામ છે તેનાથી પણ વધારે શરીરમાં ફાયદાઓ થાય છે. મોટી બીમારીઓ કેન્સર, ડાયાબિટીસના જોખમથી પણ બચાવવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કેવી-રીતે શાકભાજીનું સેવન કરવું જોઈએ.
- આંખો
આંખોને તેજ કરવા અને આંખોના નંબર ઘટાડવા માટે કંટોળાનું સેવન કરવું ખુબજ ફાયદાકારક રહે છે. કાંટોળામાં કેરોટેનોઇડસની માત્રા વધારે રહેલી હોય છે. આ સિવાય કંટોળાના સેવનથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર કાઢે છે. શરીરને અંદરથી ડિટોક્સ કરે છે. લોહીમાં રહેલી અલગ અલગ ગંદગી બહાર કાઢે છે. લોહી શુદ્ધ થવાથી સ્કિનમાં રહેલા ખીલ, દાગ, ડાર્ક સર્કલ વગરે દૂર થવા લાગે છે. સ્કીન વધારે ગ્લો કરવા માટે નિયમિત સવારે કંટોળાનું જ્યુસ કરી પીવું જોઈએ.
- પાચનક્રિયા.
પાચનક્રિયા તેમજ પાચનશક્તિ પણ વધારવા માટે કંટોળા ખુબજ ઉપયોગી સાબિત થાય છે. 8 દિવસમાં 2 દિવસ કંટોળાનું સેવન કરવાથી પાચનશક્તિ વધારી શકે છે અને પાચનક્રિયામાં પણ સુધાર કરે છે. વધારે વજનવાળો ખોરાક ખાવાથી પાચનક્રિયા નબળી પડે છે તેથી રાત્રિના સમયમાં હળવો ખોરાક લેવો અને સવારે અર્ધો ગ્લાસ કંટોળાના જ્યુસનું સેવન કરવું પાચનક્રિયા મજબૂત થવા લાગશે.
- લોહી.
કંટોળાનું સેવન કરવાથી લોહીનો વધારો થવા લાગે છે. નિયમિત કંટોળાનું સેવન કરવાથી તેમાં રહેલા વિટામીન્સ, પ્રોટીન, આયર્ન અને ખનીજો લોહીની શુદ્ધિ કરી નવું લોહી બનાવવા માટે કાર્યરત રહે છે. કાંટોળાના આ ફાયદાથી બજારમાં કંટોળાની માંગ વધારે રહે છે. નિયમિત કંટોળાના જ્યુસના સેવનથી દિવસભર શરીર સ્ફૂર્તિલું રહે છે અને ઉર્જા મળતી રહે છે.
- વજન.
જે લોકોને પોતાનું વજન કંટ્રોલ કરવું છે તેને કાંટોળાનું સેવન કરવું. કંટોળામાં ઓછા ફેટ અને કેલેરી રહેલી છે, તેથી તેનું સેવન શરીર માટે સારું કામ કરે છે. કંટોળામાં રહેલું ફાઈબર ચરબી ઘટાડવામાં મદદ કરે છે. ચરબી ઘટાડવા માટે કંટોળા સૌથી બેસ્ટ આયુર્વેદિક ઉપાય છે. કાંટોળામાં રહેલું મેમોરેડિસિન અને એન્ટિઓક્સિડેંટ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે.
- સીજનેબલ બીમારી.
સીજનેબલ બીમારી એટલે શું તે પ્રશ્ન થશે તમને. સીજનેબલ બીમારી એટલે મોસન બદલતા થતી બીમારી. શરદી, ઉધરસ અને તાવ આવવો. આ બીમારી કોઈ પણ માણસને થતી હોય છે. તેની માટે ખાસ કંટોળા ઉપયોગી સાબિત થાય છે. અઠવાડિયામાં એક વાર કંટોળાનું શાક બનાવી સેવન કરવું અથવા નિયમિત અર્ધો ગ્લાસ કંટોળાનું જ્યુસ બનાવી પીવું. ઇમ્યુનિટી સ્ટ્રોંગ બની જશે અને ઋતુ બદલાતા થતી બીમારી અટકી જશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.