આજે આપણે જે આયુર્વેદની ઔષધિ વિષે વાત કરીશું તેની અંદર શરીરના અસંખ્ય રોગ મટાડવાની ક્ષમતા રહેલી છે. આ ઔષધિ દેખાવમાં નાની છે પણ તેના ગુણો મોટી મોટી બીમારી કાઢવામાં મદદ કરે છે. આ ઔષધિ માથાથી લઈને પગ સુધીના રોગ મટાડવા માટે ઉપયોગ કરવાં આવે છે. આયુર્વેદમાં આ ઔષધિને બધી જ ઔષધિ કરતાં વધારે મહત્વ આપવામાં આવે છે. આજે આ આર્ટીકલ તેના ગુણ અને તેને ઉપયોગ કરવાની રીત વિષે લખવામાં આવ્યો છે તેથી ધ્યાનથી વાંચી અને ઉપયોગ કરવો.
આજે આપણે જે ઔષધિ વિષે વાત કરીશું તેનું નામ હરડે છે. હરડે આમ તો ઔષધિનો બાદશાહ ગણવામાં આવે છે. હરડેના ફૂલ અને મૂળ પણ ઔષધિ રૂપે ઉપયોગ કરવામાં આવે છે. હરડે દેખાવમાં કેવું આવે છે તેને કહેવામા સમય નહીં લગાવવી તેના ગુણ અને ઉપયોગ કેવી રીતે કરવો તેના વિષે જણાવીશું. હરડે વિષે તમે કોઈ પણ આયુર્વેદના જાણકાર પાસેથી કે ઇન્ટરનેટ પરથી જાણી શકો છો. ચાલો જાણીએ કેવા રોગ હરડે આસાનીથી મટાડી શકે છે.
થોડી જાણવા જેવી વાત છે, હરડે બે પ્રકારના આવે છે એક હોય છે મોટી હરડે અને એક નાની હરડે. મોટી હરડેમાં અંદર ગોટલી રહેલી હોય છે અને નાની હરડેમાં ગોટલી હોતી નથી. આપણે સૌથી વધારે ઉપયોગી નાની હરડે બને છે. તેમાં રહેલા ગુણ શરીર માટે સૌથી વધારે ઉપયોગી બને છે. આ વાત જાણવી એટલે જરૂરી છે કે, જ્યારે તમે હરડેનો ઉપયોગ કરો ત્યારે ભૂલમાં ગોટલી વાળી હરડેના લઈ આવો એટલે.
શરદી અને કફ- ઋતુ બદલાતા લોકોના શરીરમાં મામૂલી રોગો થતાં હોય છે. ઘણા લોકોને શરદી અને કફની સમસ્યા બારે માસ રહેતી હોય છે તેની માટે હરડેનો ઉપયોગ ખુબજ ઉપયોગી સાબૂત થાય છે. નિયમિત 2 થી 3 ગ્રામ હરડેનું ચૂર્ણ એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવાથી કફની સમસ્યા દૂર થવા લાગે છે. સૂંઠ અને હરડે બંને એક સરખી માત્રામાં લઈ પીસી અને ચૂર્ણ બનાવો પછી તેને નિયમિત એક ગ્લાસ હુફાળું ગરમ પાણી કરી તેની અંદર 3 થી 4 ગ્રામ મિક્સ કરી પીવો. થોડા દિવસમાં તાવ, શરદી, ઉધરસ અને કફની સમસ્યા દૂર કરી દેશે.
પેટની સમસ્યા- અનિયમિત ભોજન અને વધારે ભારી ખોરાક ખાવાના કારણે પચવામાં મુશ્કેલી થતી હોય છે. આ તકલીફ વારંવાર થવાથી પાચનશક્તિ નબળી પડે છે. તે પાચનશક્તિને વધારવા માટે હરડે ખુબજ મદદ કરે છે. 3 ગ્રામ સાકરનો ભુક્કો, 4 ગ્રામ હરડેનું ચૂર્ણ મિક્સ કરો પછી તેને સવારે, બપોરે અને સાંજે ભોજન કર્યા પછી તેનું સેવન કરો પાચનશક્તિ અને પાચનક્રિયા સુધરવા લાગશે. સરખું ભોજન પચવાથી એસિડિટી પણ થઈ શકે છે. તેની માટે આ મિક્સ કરેલું ચૂર્ણ ઉપયોગી સાબિત થશે. ઉપર જણાવ્યા મુજબ વસ્તુનો ઉપયોગ કરવો વધારે કે ઓછો નહીં.
આંખો- બાળકોને અત્યારે વધારે ટીવી કે મોબાઈલ સામે બેસવાનું વધી રહ્યું છે. તેનાથી આંખોમાં બળતરા કે દુખાવો થવા લાગે છે. બાળકોની આંખો કે, તમારી આંખોને ખરાબ થતાં અટકાવવા માટે હરડેનો ઉપયોગ ખુબજ કારગર સાબિત થશે. 5 થી 7 ગ્રામ હરડે રાત્રે બે ગ્લાસ જેટલા પાણીમાં પલાળી રાખો અને સવારે તે પાણીને બરાબર ગાળી અને તેનાથી આંખોને સાફ કરો. આંખોમાં થતી બળતરા કે, દુખાવો દૂર થવા લાગશે અને મોતિયાના દર્દીને પણ આ કાર્ય કરવાથી આંખોમાં રાહત મળે છે.
વાળની સમસ્યા- મહિલાને વાળ ખરવાની સમસ્યા વધારે રહેતી હોય છે અને અત્યારે પુરૂષોને પણ વાળ ખરવાની સમસ્યા થઈ રહી છે. આ સમસ્યા વધારે માથામાં રહેલા ખોડાના લીધે થતી હોય છે. ખોડાને શેમ્પુથી કાઢવા કરતાં આયુર્વેદિક રીતે કાઢવાની કોશિશ કરો શેમ્પુથી વાળ વધારે ખરવાની સંભાવના રહે છે. 3 ગ્રામ હરડેનું ચૂર્ણ તેની સાથે 2 ગ્રામ કેરીની ગોટલીનું ચૂર્ણ બનાવી મિક્સ કરો અને અર્ધો ગ્લાસ કરતાં ઓછા દૂધમાં મિક્સ કરો અને તેને બરાબર મિક્સ કર્યા પછી તેને વાળમાં લગાવી હળવા હાથે માલિશ કરો 5 થી 7 મિનિટ માલિશ કરી 15 મિનિટ રહેવા દેવું અને પછી વાળ સારી રીતે સાફ કરી લેવા. આ કાર્ય સાત દિવસમાં 2 વાર કરવું અને વાળ સાફ કરવા ઠંડુ પાણી ઉપયોગમાં લેવું.
કિડની- પેશાબમાં થતી તકલીફ માટે હરડે સૌથી વધારે ફાયદાકારક સાબિત થાય છે. ઘણા લોકોને પેશાબમાં બળતરા, પેશાબ બરાબર ન આવવો, દુખાવો થવો, પેશાબ અટકવો વગેરે સમસ્યા થતી હોય છે. આ બધી સમસ્યા માટે 5 ગ્રામ હરડે પાવડર, 5 ગ્રામ જેટલું ગોખરુ, 4 ગ્રામ લીલા ધાણા, 4 ગ્રામ પાષાણભેદ અને 4 ગ્રામ યવાસા પાવડર લેવો અને તેને 400ml પાણીમાં મિક્સ કરી અને ગેસે ગરમ થવા રાખો. અર્ધુ પાણી બાલી જાય પછી તેને નીચે ઉતારી અને ઠરવા દેવું. પછી તેમાથી 15ml પાણી લેવું અને તેની અંદર એક ચમચી મધ મિક્સ કરી તેનું સેવન કરવું. આ કાર્ય સવારે અને સાંજે કરવું તેથી પાણીને એક બોટલમાં ભરી રાખવું જેથી વારંવાર તે પાણી નવું ના બનાવવું પડે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.