🌱ભારતના મોટા ભાગના ઘરોમાં આ પવિત્ર તુલસીનો છોડ હોય છે. તેનીપૂજા કરાય છે. આપણા ઋષિમુનિઓને લાખો વર્ષ પહેલા આ તુલસીના ઔષધીય ગુણો જાણતા હતા. એટલે જ આપણા ઘરોમાં પણ તેનું પ્રથમ સ્થાન છે. આયુર્વેદમાં પણ તુલસીનો ખૂબ જ વિસ્તૃત લેખ જોવા મળે છે. તો ચાલો આજે આ આર્ટિલકમાં આપણે જોઈએ તુલસી અને તેના માંજરમાં રહેલા ગુણો.
🌱ઔષધીય તુલસી :તુલસી એક ઔષધીય છોડ છે જેમાં વિટામિન અને ખનીજ પુષ્કળ માત્રામાં હોય છે. તમામ રોગને દૂર કરવાની અને શરીરની તાકાત વધારવાની શક્તિ તેમા છે. અને તેથી જ આપણે આ તુલસીને ‘તુલસીમાતા’ કહીએ છીએ. કેમ કે તુલસીનો ઉપયોગ વિશેષ મનુષ જ કરે છે. આ તુલસી ઘણા રૂપમાં જોવા મળે છે, જેમ કે શ્યામતુલસી, તિલકતુલસી જેવા તુલસી આપણે જોઈએ છીએ. તો ચાલો જોઈએ તેના ઔષધીય ઉપાય.
🌱ઉધરસ અને શ્વાસની બીમારી : જે લોકોને સૂકી ઉધરસ છે કે શ્વાસની તકલીફ રહે છે તેને માટે આ તુલસીનો પ્રયોગ ઉત્તમ છે. તેમાં તમારે તુલસીના માંજર, સુંઠ, ડુંગળીનો રસ અને મધને બરાબર મિક્સ કરીને ચાટીલો. થોડા જ સમયમાં રાહત થવા લાગશે.
🌱અપચાથી છુટકારો મેળવવા : ઘણા લોકોને વરંવાર અપચાની કે અજીર્ણની તકલીફ રહેતી હોય છે. તેના માટે આ ઉપાય કારગત સાબિત થાય છે. તેના માટે તમારે તુલસીના 2 ગ્રામ જેટલા માંજરને પીસીને સંચળની સાથે દિવસમાં 2 થી 3 વાર જો લેવામાં આવે તો આ તકલીફ જડમૂળથી દૂર થાય છે.
🌱મેલરીયા જેવા તાવને માટે : તુલસીનો છોડ જ્યાં હોય છે ત્યાં વાતાવરણમાં એવો પ્રભાવ પડે છે કે મેલેરિયાના મચ્છર ત્યાંથી દૂર જતાં રહે છે. તો મેલેરિયા તાવમાં તુલસીના પાન અને તેના માંજરનો ઉકાળો બનાવીને પીવાથી તાવ દૂર ભાગે છે.
🌱સાપ કરડે તેના પર ઉપયોગી : જ્યારે કોઈ સાપે ડંસ દીધો હોય તો તેના માટે પણ તુલસીનો આ ઉપાય ખૂબ ઉપયોગી છે. તુલસીના માંજર અને તુલસીના મૂળને પીસીને લેપ તૈયાર કરીને સાપે કરડેલી જગ્યા પર તેને લગાવો. તેનાથી પીડામાં રાહત થાય છે. (પણ ઘણી વાર સાપ ડંખ મારે ત્યારે ફક્ત આયુર્વેદિક ઉપાય પર રહેવાને બદલે હોસ્પિટલ જરૂર જવું)
🌱ચેહરાના નિખાર માટે ઉપયોગી : તુલસીના ઉપયોગથી ચેહરાનો ખોવાયેલો નિખાર પાછો મેળવી શકાય છે. તુલસીમાં એવા તમામ ગુણો છે કે જે ચેહરાની રોનકને વધારે છે. તે માટે તુલસીના પાનને સ્વચ્છ પાણીથી ધોઈને તેને પીસીલો આ લેપને ફેશ પેકની જેમ ચેહરા પર લગાવો, જેનાથી તમારી સ્કીન એકદમ મુલાયમ બનશે, તેલીય ભાગ દૂર થશે. સ્કીન પરના દાગ-ધબ્બા દૂર થવામાં પણ મદદ મળશે.
🌱મોંમાં આવતી દુર્ગંધ દૂર કરે : તુલસીના ગુણો અનેક છે, જો તેનું નિત્ય સેવન કરવામાં આવે તો આપણે ઘણા રોગોથી બચી શકીએ છીએ. મોંમાં આવતી દુર્ગંધનું મૂળ કારણ અપચો છે તુલસીમાં રહેલા પાચન ગુણના કારણે આ તકલીફ દૂર કરી શકાય છે, તેના માટે હંમેશા પાંચ પાન તુલસીના અને એક માંજરનું સેવન ફાયદા કારક છે.
🌱રોગ પ્રતિકારક શક્તિને વધારે છે : હંમેશા તુલસીનો પ્રયોગ કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે. જેનાથી શરદી, ઉધરસ જેવી સામાન્ય બિમારીઓથી કાયમી બચી શકાય છે. તેના માટે તમારે માંજરમાં રહેલા તુલસીના 20 ગ્રામ બીજ લેવાના તેને પીસીને પાઉડર બનાવવાનો આ પાઉડરમાં મધને મિક્સ કરીને રાખીદો. શિયાળાની ઋતુમાં 1 ગ્રામ જેટલું થોડા દિવસ લેવાથી શરીરની નબળાય દૂર થાય છે, અને તેની રોગ પ્રતિકારક શક્તિમાં ઘણો વધારો થાય છે.
🌱પેશાબની બળતરાને દૂર કરે : પેશાબની બળતરાને દૂર કરે છે. તેના માટે તુલસીના માંજરનો ઉપયોગ કરવાથી રાહત મળે છે. તેના માટે તમારે તુલસીના બીજ અને જીરાનું ચૂર્ણ 1 ગ્રામ લેવાનું તેમાં 3 ગ્રામ મધને મિક્સ કરીને સવારે સાંજે દૂધની સાથે લેવાથી રાહત મળે છે.
તુલસીના માંજરની આ બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.