આપણાં આયુર્વેદમાં એક વસ્તુ કહેવામા આવી છે કે, બધી જ કુદરતી વસ્તુમાં કોઈને કોઈ ગુણ રહેલા હોય છે જે આપણાં શરીર માટે ઉપયોગી હોય છે. પછી તે કુદરતી વસ્તુ ભલે જમીનમાં થાય કે જમીનની બહાર હોય. તેના થોડા ગુણો આપણાં માટે ખુબજ ઉપયોગી માનવામાં આવે છે તો આજે તે એક એક વસ્તુ વિષે જાણીશું જેનાથી શરીરમાં થતાં અલગ અલગ રોગ માટે ઉપયોગી બને છે. આ વસ્તુ વિશે લગભગ આપણે અલગ અલગ માન્યતા ધરાવીએ છીએ.
આજે આપણે જે વસ્તુ વિષે જાણવાના છીએ તેને આપણે ઘઉંના જુવારાના નામથી જાણીએ છીએ તેની અંદર આયુર્વેદિક ગુણ રહેલા છે ઘણા શરીર માટે ઉપયોગી વિટામીન્સ તેની અંદરથી મળી રહે છે. વિટામિન A, B, K, C અને E તેની અંદર વધારે માત્રમાં મળી રહે છે. આ વિટામીન્સ શરીર માટે વધારે ઉપયોગી છે તે તમે જાણતા હશો. પણ આપણે અત્યારે એવું માનીએ છીએ કે, જુવારા આપણે પુજામાં ઉપયોગ કરી શકાય તેનો બીજો ઉપયોગ ના કરાય પણ તે આપણી ખોટી માન્યતા છે કારણકે, આયુર્વેદમાં તેનો ઉપયોગ કરવામાં કીધેલો છે.
તેના ઉપયોગથી શરીરમાં મોટા અને નાના રોગો આસાનીથી દૂર કરી શકાય છે. આજે જાણીશું જુવારના જ્યુસનું સેવન કરવાથી કેટલા ફાયદાઓ થાય છે. સાથે સાથે ઘણા શરીરમાં ઘટતા તત્વો પણ આસાનીથી મળી રહે છે. જુવારા તમે ઘરે પણ ઉગાડીને દવાના રૂપમાં લઈ શકો છો. આપણાં શરીરમાં થતાં સમાન્ય રોગ માટે કેવી રીતે જુવારાનો ઉપયોગ કરી શકાય તેના વિષે જાણીએ.
જુવારાનો રસ એનેમિયાના રોગી માટે ખૂબજ ઉપયોગી છે. જુવારના રસના સેવનથી આપણાં શરીરમાં લાલ લોહીના રક્તકણોની સંખ્યામાં વધારો થાય છે. જલ્દીથી વધારો કરવા માટે જુવારના રસનું નિયમિત સવારે સેવન કરવું જોઈએ. લોહીને અંદરથી શુદ્ધ કરે છે તેમજ બ્લડ પ્રેશર જેવી સમસ્યાને દૂર રાખે છે.
આંતરડાની સફાઈ માટે જુવારાનો રસ ખુબજ ઉપયોગી બને છે. કબજિયાત જેવી સમસ્યા દૂર કરે છે. આંતરડાની અંદર જામેલી ગંદગી સાફ કરવામાં મદદ કરે છે જેનાથી મળ સાફ આવે છે તેમજ પેટ સાફ રહે છે. રોજે સવારે અર્ધો ગ્લાસ જુવારાના રસનું સેવન કરવું જોઈએ. કબજિયાતના રોગને જડથી કાઢી નાખશે.
જુવારાથી સ્કીન સબંધિત ઘણી બીમારીઓને દૂર રાખવામા મદદ મળે છે. શરીર પર આવતી ખંજવાળ, બળતરા એક્ઝિમાં જેવી બીમારીને કાઢવામાં ખુબજ ઉપયોગી બંને છે. જુવારામાં રહેલા તત્વો ઉમર વધતાં યંગ રાખવામા મદદ કરે છે તેનાથી વૃદ્ધા વસ્થા જલ્દીથી આવતી નથી શરીરના બધાજ અંગો લાંબી ઉમર સુધી મજબૂત રહે છે. જુવારાને કાંચા ચાવવાથી દાંત મજબૂત રહે છે. તેમજ દુખતા દાંતમાં રાહત મળે છે. મોઢામાં આવતી દુર્ગંધને દૂર કરવામાં મદદ કરે છે.
શરીરમાં કોઈ પણ જગ્યાએ સોજો ચડ્યો હોય અથવા કોઈ ભાગ દુખતો હોય ત્યાં જુવારાને પીસીને તેનો રસ સોજના ભાગ ઉપર સારા કપડાં વડે હળવા હાથે લગાવી થોડી વાર મસાજ કરવાથી રાહત મળે છે. પછી તે ભાગ ઉપર તે રસમાં પલાળીને કપડું તે દુખતા ભાગ ઉપર બાંધી રાખવું જેનાથી દુખાવો જલ્દીથી નીકળી જશે.
સૌથી વધારે મહત્વનો ફાયદો છે. ચરબી ઘટાડવામાં મદદ કરે છે. જુવારાના રસનું સેવન કરવાથી શરીરમાં થાઈરૉઈડ ગ્લાઇનડસને ચાલુ રાખે છે. જેનાથી ખાધેલો ખોરાક તેમજ ચરબી ઓગાળવાનું કાર્ય ચાલુ રહે છે. જેનાથી શરીરમાં વધારે ચરબી જામવાં દેતું નથી સાથે સાથે જમા થયેલી ચરબી ઓછી થતી જાય છે.
જુવારાથી વાળને પણ વધારે ફાયદો મળે છે. જુવારાનો રસ વાળના મૂળમાં હળવા હાથે મસાજ કરવાથી વાળને મજબૂત કરે છે સાથે સાથે વાળમાં થતો ખોડો દૂર રાખે છે. વાળને અંદરથી મજબૂત અને કાળા કરવામાં મદદ કરે છે. આ રસને વાળને ધોવા પહેલા 20 મિનિટ પેલા લગાવો જોઈએ જેનાથી સારો ફાયદો મળી રહે છે. નવા ઉગેલા વાળને મજબૂત કરી ખરતા અટકાવે છે.
આ કાર્ય કરતાં સમયે યાદ રાખવું કે કઈ પણ વસ્તુ ખાધેલી ના હોવી જોઈએ. નહિ તો આ રસનો પૂરો ફાયદો નહિ થઈ શકે છે. સવારે ભૂખ્યા પેટે આ જ્યુસનું સેવન કરવું જેનાથી વધારે ફાયદો થાય. આ વસ્તુ કોઈ પણ વ્યક્તિ મફતમાં ઉપયોગ કરી શકે છે. આ વસ્તુ માટે થોડો પણ ખર્ચો કરવાની જરૂર નહીં પડે જુવારા તમે ઘરે ઉગાડી શકો છો. જુવારા કેવી રીતે ઉગાડવા તેની રીત જો તમને ખબર ના હોય તો કોમેન્ટમાં “Part-2” એમ લખો જેથી અમે આપ માટે તે આર્ટીકલ જરૂર લાવીશું.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.
Part2