લગભગ આજે નુડલ્સ લોકોને ખુબજ ગમે છે. બાળકોથી માંડીને મોટા વ્યક્તિઓ સુધી નુડલ્સ એક આમ વાત બની ચુકી છે. પણ બાળકો નથી સમજી શકતા કે નુડલ્સથી કેટલું નુકસાન થઇ શકે છે. પણ ઘણા મોટા વ્યક્તિઓને પણ આ વાતની ખબર નથી. અજાણતા લોકો આ વસ્તુનું વધુ સેવન કરી પોતાના સ્વાસ્થ પર ખરાબ પ્રભાવ પાડે છે. તો અમુક લોકો પાસે સમય નથી બીજી વસ્તુ ખાવાનો એટલે જે જલ્દી બની શકે છે તેવી વસ્તુ ખાઈ છે. હા નુડલ્સ 2 મીનીટમાં તૈયાર થઇ જાય છે પણ તમને ખબર છે તેને પેલા તૈયાર કરવા માટે કેટલી ખરાબ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે.
ઘણી એવી પ્રોસેસ છે. જેનાથી નુડલ્સ સારા રહે છે. તમે સાંભળ્યું હશે થોડા સમય પહેલા વિજ્ઞાનિકોએ મેગી કે નુડલ્સ પર પ્રતિબંધ કર્યો હતો. તેનું કારણ પણ તેની બનવાની પ્રોસેસ હતું. તે આટલા સમય માટે સારા કેમ રહે છે. તે જાણવા માટે વિજ્ઞાનિકોએ આ વસ્તુ પર પ્રતિબંધ રાખ્યો હતો. લોકો સામે સાચી વાત તો આવી ગઈ કે, નુડલ્સ હાનીકારક છે છતાં તેના પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો. તો ચાલો હવે આપણે જાણીએ નુડલ્સ કેટલા અને કેવા કેવા શરીરમાં નુકસાન કરે છે. પહેલા આપણે જાણીએ નુડલ્સ કઈ રીતે તેયાર થાય છે.
નુડલ્સ જે પણ કંપનીમાં બને છે. તેની પ્રોસેસ ખુબજ ખરાબ હોય છે. કેમકે, કંપનીમાં નુડલ્સ બને પછી ઇન્ડીયામાં બધાજ રાજ્યો, શહેરો, ગામડાઓ સુધી પહોચતા કેટલો સમય લાગે છે તે કોઈને ખબર નથી. તેમ છતાં તે નુડલ્સ ખરાબ નથી થતા તેનું શું રહસ્ય છે. તે પણ આમ લોકોને નથી ખબર. તો ચાલો જાણીએ તે વસ્તુ, સૌથી પહેલાતો નુડલ્સને એવા અલગ અલગ તત્વોથી પકવવામાં આવે છે. જેમાં વેજીટેબલ ઘી, પામોલીન તેલ, અને તેને વધારે સમય સારા રાખવા માટે વધારાની ચરબી મિક્સ કરવામાં આવે છે જેને આપને ઇંગ્લીશમાં ટ્રાન્સફેટ કહીએ છીએ.
જે વધારાની ચરબી એટલેકે, આપણા શરીરમાં બીમારી લાવવાનું મુખ્ય સ્ત્રોત. શરીર માટે જે સારા તત્વો છે તેને નુડલ્સથી અલગ કરવામાં આવે છે. જેનાથી નુડલ્સ વધારે સમય માટે સારા રહે છે. તે તત્વો રહેવાના કારણે નુડલ્સ ખરાબ થવાની સંભાવના રહે છે કારણકે, સારા તત્વો થોડા સમય માટે જ સારા રહે છે. તેને સમય પર લેવામાં નાં આવે તો ખરાબ થવા લાગે છે. તે માટે સારા તત્વોને નુડલ્સથી અલગ રાખવામાં આવે છે.
- હવે જાણીએ નુડલ્સથી કેટલા નુકસાન થઇ શકે છે.
સૌથી પહેલાતો આપણા શરીરનું મુખ્ય વસ્તુ છે લોહી. લોહીની કોઈ પણ બીમારી હોય તો માણસને વધારે પીડા થતી હોય છે. નુડલ્સથી લોહીની કમી થવાની સંભાવના વધારે થાય છે. લોહીના ટકા ઘટવા લાગે છે. મોટી ઉંમરની સાથે લોકોને સાંધાના દુખાવા ચાલુ થતા હોય છે. વધારે નુડલ્સના સેવનથી નાની ઉમરે સાંધાના દુખાવો ચાલુ થઇ જવાની સંભાવના રહે છે.
નુડલ્સની અંદર મેંદાનું પ્રમાણ વધુ હોય છે. તેનાથી કીડની સબંધિત સમસ્યા વધારે રહે છે. અને પેશાબમાં સમસ્યા ઉભી કરી શકે છે. ઉપર જણાવ્યા મુજબ મેંદાનું પ્રમાણ વધુ છે તેનાથી પાચનની સમસ્યા વધારે ઉભી થાય છે. તેનું કારણ મેંદાને પચવામાં ઘણો સમય લાગે છે. લોકો પાસે પચાવવાનો સમય નથી. તેથી નુડલ્સ ખાઈને એક જગ્યા પર બેસી રહે છે. જેનાથી પેટમાં પાચનશક્તિ નબળી પડવા લાગે છે.
વધારે બાળકોના નુડલ્સ સેવન કરવાના કારણે તેની યાદશક્તિ અને મગજ પર ખરાબ અસર પાડવા લાગે છે. તેના કારણે બાળક નાનેથી જ કમજોર મગજ વાળો બની શકે છે. બાળકોના મગજ ની સાથે સાથે કાનની સંભાળવાની ક્ષમતા ઓછી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેથી તમારા બાળકને બને તેટલું નુડલ્સના સેવનથી દુર રાખો.
માથાનો દુખાવો, તમજ સાથે સાથે લીવરની સમસ્યા જલ્દીથી ઉભી કરે છે. પણ લોકોને ખબર નથી કે, આ સમસ્યા તેના નુડલ્સના સેવન કરવાના કારણે ઉભી થઇ છે. ઉપર જણાવેલી તમામ માહિતી ઈન્ટરનેટ ના માધ્યમથી લખવામાં આવી છે, જેમાં શક્ય છે કે થોડો ફેરફાર હોઈ શકે છે.
લોકોને ખબર છે છતાં નુડલ્સનું સેવન બાળકોને કરવા દેતા હોય છે. તેની માટે ખાસ કરીને આ વાત છે કે, નુડલ્સમાં કોઈ પણ પ્રકાના પોષણ વાળા તત્વો નથી તો શું કામ બાળકોની જિંદગી ખરાબ કરવા જઈ રહ્યા છો. આજે જ બાળકોને સમજાવો અને તેનું સેવન કરતા અટકાવો. ચાલો હવે તમારા બાળકોની જિંદગી તમારા હાથમાં છે. તમે સમજો અને તમારા બાળકને પણ આ વસ્તુ વિષે જણાવો. ધન્યવાદ.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.