આજકાલ સખત મહેનત, રોજિંદા કામ અને વ્યસ્ત જીવનના કારણે ઘણી તકલીફો લોકોને થવા લાગી છે. તેનું મુખ્ય કારણ છે ખોરાકમાં જરૂરી પોષક તત્વો ન લેવામાં આવે તો પણ ઘણી સમસ્યાઓ ઉભી થતી હોય છે. ઘણી વખત જ્યાં આપણે ઓફિસમાં કામ કરતા હોઇએ ત્યાં એકની એક જગ્યા પર બેસી રહેવું, અથવા વર્ક ફ્રોમ હોમ કરવાનું હોય તો લેપટોપ લઈને આખો દિવસ તેની સામે સોફામાં બેસી રહેવાનું થાય જેના કારણે અમુક સમયે આપણનું શરીર દુખવા લાગતું હોય છે.
જેના લીધે તેમને પીઠ અને કમરનો દુખાવો થતો હોય છે. ઘણા લોકોને મણકાનો પણ પ્રોબ્લેમ થતો હોય છે. મોટાભાગે આ દુખાવો ખભા, ગળા, પીઠ, મણકામાં થતો હોય છે. શરૂઆતમાં તે ઓછો હોય છે. અને જેમ દિવસો પસાર થાય એમ વધે છે. અંતે એટલો અસહ્ય બન જાય છે કે બેસી કે સૂઈ પણ શકાતું હોતું નથી.
શું તમને ખબર છે પીઠના દુખાવા પણ અલગ અલગ પ્રકારના હોય છે. તેના વિશે પણ માહિતી મેળવો અને તેને દૂર કરવાનો ઉપાય પણ જાણો. વગર ખર્ચે સામાન્ય કસરત વડે આ દુખાવા દૂર કરી શકાય છે અને તેનાથી તમારા પૈસા પણ બચી જશે, અને દુખાવો પણ દૂર થશે.
પીઠના ઉપરના ભાગે થતો દુખાવો- ઘણી વખત પીઠની ઉપરના ભાગે દુખાવો થતો હોય છે. તેને સર્વાઈરલ ભાગ કહે છે. આ દુખાવો ખાસ કરીને ખભા અને ગળાના ભાગે થતો હોય છે. આ દુખાવો સૂવાની ખરાબ આદત, બેસવાની રીત બરાબર ન હોવી અથવા સ્લાઉચીંગના કારણે થાય છે. શરૂઆતમાં આ દુખાવો તમને સામાન્ય લાગતો હોય છે. પરંતુ દિવસ જતા તે ઘાતક બને છે. અને ઉંમર વધતા દુખાવો પણ અસહ્ય બની શકે છે.
પીઠની એકદમ નીચે થતો દુખાવો- આ દુખાવો નિતંબ, જાંઘની ઉપર, કમરની આજુબાજુના ભાગ પર થાય છે. આ દુખાવો બહુ ખરાબ કહેવામાં આવે છે. જેને પણ થાય તે પરેશાન થઈ જાય છે. ઘણી વાર મસ્ક્યુલર પેઈન પણ થતું હોય છે. આ દુખાવાને લંબર અથવા કોકસીડીનીયા પણ કહી શકાય છે. ડોક્ટર આ દુખાવો થતા એકદમ સીધા સૂવાની સલાહ આપતા હોય છે. જેથી કમરના મણકામાં કોઈ પ્રોબ્લેમ વધુ ન થાય.
પીઠની વચ્ચે થતો દુખાવો- દુખાવો પીઠની વચ્ચે થતો હોય છે ઉપરના ભાગે પણ નહીં કે નીચેના ભાગે પણ નહીં. વધારે પડતા કામના લોડના કારણે પણ આ દુખાવો થતો હોય છે. ઘણી વખત એવું પણ બનતું હોય કે વધારે પડતું બાઈક ડ્રાઈવ કરવાનું આવે તો પણ દુખાવો વધી જતો હોય છે.
તેની યોગ્ય સમયે ટ્રિટમેન્ટ કરાવવી જરૂરી છે અને તેની સામે બેદરકારી રાખીએ તો લાંબા ગાળે આ દુખાવા તમને પથારીવશ પણ બનાવી દેતા હય છે. તેથી તેને ઘરેલું ઉપાય કરીને કેવી રીતે દૂર કરવા તે જાણીએ.
- પીઠના આ બધા દુખાવાને દૂર કરવા માટે ના ઉપાયો.
તમે જે બૂટ કે ચંપલ પહેરો તેની યોગ્ય પસંદગી- ઘણી મહિલાઓ સ્ટાઈલિશ બનવા માટે હાઈ હિલ્સ પહેરતી હોય છે. આજકાલ તો છોકરીઓ પણ કેટલાક એવા ક્લોથ પહેરે ત્યારે હાઈ હિલ્સ પહેરતી હોય છે. પરંતુ આ હાઈ હિલ્સ તમને ક્યારેક ગળા, પીઠ અને કમરનો દુખાવો કરી નાખે છે. સામાન્ય હિલ્સ વાળા ચંપલ પણ એડીનો દુખાવો કરે છે.
જેથી તમને અનુકૂળ આવતા હોય તેવા બૂટની ખરીદી કરો. જેથી તમારો પંજો પણ સરખો રહે અને કોઈ વાર વધારે ચાલવામાં આ તો પીઠ કે કમરમાં દુખાવો ન થાય. તમારે કમરના દુખાવા માટે કેવા પ્રકારના બૂટ યોગ્ય છે તેની માટે ડૉક્ટરની સલાહ પણ લઈ શકો છો.
કામ કરવાની જગ્યા બદલવી- કોરાનામાં બધા ઘરે બેસીને કામ કરતા હતા અને તેના કારણે આપણને વર્ક ફ્રોમ હોમની આદત પણ પડી ગઈ છે. ઘણા લોકો માટે ઘરે કામ કરવું ખરાબ સાબિત થયું છે કેમ કે ઘરેથી કામ કરતા હોવાથી લેપટોપ લઈ બેડ પર અથવા સોફા પર સતત બેસી રહેવું, કોઈ ટેબલ હોય તો તેની પર નમીને કામ કરવું, વાંકા વળીની કલાકો સુધી કામ કરવું, કેટલાક લોકોને તો ઉંધા પડીને વાંચવાની આદત હોય છે અથવા સૂતા સૂતા કામ કરતા હોય છે તો એ ખોટી ટેવ છે.
આ બધી ખરાબ આદતોના કારણે એવી બીમારીઓ શરીરમાં પ્રવેશે છે કે તેનો ઉપચાર કરવો અઘરો પડી જતો હોય છે. માટે જો તમે એકની એક જગ્યા પર કલાક અથવા વધારે સમય બેસીને કામ કરતા હોવ તો આદત બદલી નાખો. થોડા સમયના અંતરે ઉભા થાવ. તમારા કામ કરવાનું ટેબલ હોય એ રીતે ઉંચાઈ પ્રમાણે ચેર રાખો. ચેર પર પગ સીધા રાખીને કામ કરો. અડધો કલાક જેટલો સમય થાય એટલે ઉભા થઈને ચાલો. જેથી સાંધા જકડાઈ ન જાય.
વિટામિન-ડી વાળો ખોરાક ખાવ- વિટામિન ડી આપણને સૂર્ય પ્રકાશમાંથી મળી રહે છે. અને તેનાથી આપણા હાડકાં પણ મજબૂત થાય છે. જો તમને ખભા અને પીઠનો દુખાવો થતો હોય તો ખોરાકમાં વિટામિન-ડી સામેલ કરવું જોઈએ. સૂર્યપ્રકાશ પણ પૂરતા પ્રમાણમાં લો, જેનાથી તમારા બોન્સ પણ મજબૂત બને છે.
કોઈ પણ જાતની ચિંતાને દૂર રાખો- દરેકનું જીવન અત્યારે સ્ટ્રેસ વાળું થઈ ગયું છે. મોટાભાગના લોકોને કોઈને કોઈ પ્રોબ્લેમ હોય જ છે. અને તેના કારણે લાઇફમાં સ્ટ્રેસ રહેતો હોય છે. ઘણી વખત સ્ટ્રેસની અસર તમારા શરીર પર પણ પડતી હોય છે.
તેના લીધે પણ દુખાવો થતો હોય છે. પીઠ અને ખભા પર કેટલીક વાર તે દુખાવો વધી જતો હોય છે. તેના માટે કેટલીક કસરત, યોગા, મેડિટેશન જેવી વસ્તુઓને તમારા જીવનમાં સામેલ કરવી પડતી હોય છે. જેથી શરીરને આરામ મળે અને મનથી પણ તમે સ્ટ્રેસ ફ્રી રહી શકો.
પૂરતી ઉંઘ લેવી- ઉંઘ જો કોઈ માણસને પૂરતી ન મળે તો તેનું શરીર લાંબા ગાળે ખરાબ થઈ જતું હોય છે. 7થી 8 કલાકની ઉંઘ લેવી ખૂબ જ જરૂરી છે. અને જ્યારે પણ તમે સૂઈ જાવ છો ત્યારે બરાબર પથારી અને ઓશીકું લો. જેથી તમને ગળા કે ખભાનો દુખાવો થાય નહીં. અને પથારી પણ આરામદાયક દાયક હોય તેવી જ પસંદ કરવી જેથી મસલ્સ પેઇનનો પ્રોબ્લેમ પણ ન થાય.
ઘણી વાર વર્ક લોડ વધી જવાને કારણે વ્યક્તિ આખો દિવસ બેસી રહે છે. તેના કારણે મસલ્સને આરામ મળતો હોતો નથી. કોઇવાર શરીરને આરામ ન મળે તો ચાલે, પરંતુ નિયમિત કામ વધુ હોવાને કારણે આરામ ન કરો તો તમે ઘણી બધી બીમારીનો શિકાર બની શકો છો.
સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ કરો- ઘણી વખત કમર, પીઠ અને ખભામાં દુખાવો થવાના કારણે વિવિધ પ્રકારની પેઈનકિલર લેતા હોઈએ છીએ. તેમ છતાં કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી. કેટલાક લોકો ફિઝિયો થેરાપીનો પણ સહારો લે છે.
તો તમે દુખાવાને કસરત દ્વારા મટાડી શકો છો. તેમાં એક સ્ટ્રિંગ એક્સસાઈઝ આ પ્રમાણે છે તમારો જમણો હાથ પાછળ લઈ જાવ અને કરોડરજ્જુ પર મૂકો. હવે તમને શરીર ખેંચાતું હોય તેવો અનુભવ થશે તેમ છતાં બે મિનિટ સુધી આ સ્થિતિમાં રહો. થોડા સમય બાદ બીજા હાથથી કસરત કરો આ રીતે દરરોજ આ કસરત કરો જરૂર ફાયદો થશે. તમારો પીઠનો દુખાવો અઠવાડિયામાં ગાયબ થઈ જશે. આ કસરતથી તમને પીઠ, ગળા અને કમરમાં પણ રાહત મળશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.