ઘણી વખત પેટ ભારે લાગવાની સમસ્યાનો આપણને અનુભવ થતો હોય છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કોઈ પણ વસ્તુ ખાધી ન હોવા છતાં પણ પેટ ભારે ભારે લાગ્યા કરે છે. કંઈ ખાવાનું મન થતું હોતું નથી. આખો દિવસ મોંમાં પાણી વળ્યા કરે છે. કેટલીક વાર તો એસિડિટી, ગેસ, અપચાને કારણે આપણું પાચન તંત્ર મંદ પડી જાય છે. અને પેટ ભારે થઈ જતું હોય છે.
આ બધી સમસ્યાને આપણે બદહજમી કહી શકીએ છીએ. જેના કારણે પેટ ભારે લાગે છે. દેશી ઉપચારોમાં પણ કહેવામાં આવે છે કે બને તેટલો ખોરાક ચાવીને ખાવો જોઈએ. પરંતુ આજકાલ લોકો કામ કરવાની ઉતાવળમાં ઝડપથી ખાઈ લે છે જેના કારણે આ બધી તકલીફ થતી હોય છે. તો તેના કેટલાક ઘરેલુ ઉપાયો કરી તમે દૂર કરી શકો છો. આજે તમને સરળ ઘરેલું ઉપાય જણાવીએ, જેનાથી આ સમસ્યામાંથી છુટકારો મળી શકે.
ગોળ અને આંબલીની ચટણી – તમને જાણીને નવાઈ લાગશે પણ ગોળ અને આંબલીની ચટણી તમારા પેટને બનાવશે હળવું ફૂલ જેવું. આંબલીમાં એન્ટી ઓક્સિડેન્ટનો ગુણ સારા પ્રમાણમાં રહેલો છે. જે પેટની સમસ્યા સારી રીતે દૂર કરી શકે છે.
માટે જો તમને પેટ ભારે રહ્યા કરતું હોય તો ગોળ અને આંબલીની ચટણીનું સેવન કરવું જોઈએ. જે તમારી વર્ષો જૂની કબજિયાતની તકલીફને પણ દૂર કરશે. અને ગોળ શરીર માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે. જેથી આ ચટણીથી શરીરને કોઈ નુકસાન થશે નહીં. આ ચટણી બનાવવા માટે તમે યુ-ટ્યુબથી કોઈ પણ વિડિયો જોઈ શકો છો.
ફુદિનાના પાન- ઘણા લોકોને જમ્યા પછી પેટ ભારે લાગવા લાગે છે તો તમે ફુદિનાના તાજા પાન ચાવીને ખાઈ શકો છો. આ તકલીફ તરત દૂર થઈ જશે. તે સિવાય પણ 5-7 ફુદિનાના પાન, થોડો અજમો, થોડું જીરું, એક ગ્લાસ પાણી લો. તેને ધીમા તાપે ગેસ પર 3 મિનિટ સુધી ઉકાળો. બરાબર ગરમ થઈ જાય પછી તેને ગાળી લેવું અને ધીમે ધીમે પી જવું. આ પ્રયોગ તમે સવારે ભૂખ્યા પેટે અથવા જમ્યાના અડધા કલાક પહેલા કે પછી કરી શકો છો. જ્યારે તમે પેટ ફૂલે કે પેટ ભારે લાગે ત્યારે આ પ્રકારનું પાણી બનાવી પી જવું.
આ પ્રમાણે ઘરેલુ ઉપચાર કરીને તમે ગેસ, કબજિયાત, એસિડિટી, અપચો, પેટ ફૂલવું જેવી અનેક સમસ્યા દૂર કરી શકો છો. તમે આ ઘરેલુ ઉપચાર કરો છો તેમ છતાં પેટની તકલીફ ઓછી થતી નથી, તો ડૉક્ટર પાસે જઈ ચેકઅપ કરાવો.
ત્રિફળા અને સિંધાલૂણ- પેટમાં ચૂંક આવતી હોય ઝિણો દુખાવો થતો હોય આપણે અજમો અને મીઠું ફાકી જતા હોઈએ છીએ. જેનાથી વાયુ બહાર નીકળે છે. અને પેટમાં થયેલો ગેસ, અપચો મટી જાય છે. આ રીતે પેટની સમસ્યા માટે અજમો, સિંધાલૂણ અને ત્રિફળાનાં ચૂર્ણને રામબાણ ઈલાજ માનવામાં આવે છે. 10 ગ્રામ જેટલો અજમો, એક ચમચી કે 10 ગ્રામ સિંધાલૂણ અને 10 ગ્રામ જેટલું ત્રિફળા ચૂર્ણ મિક્સ કરવું. આ મિશ્રણને એક ડબ્બામાં ભરી લો. જ્યારે પણ પેટ ભારે લાગે ત્યારે, આ ચૂર્ણને નવશેકા પાણીમાં ઓગાળી પી જાવ. પેટ હળવું થઈ જશે સાથે કબજિયાતની તકલીફ નહીં રહે.
જીરું અને અજમો- જીરું અને અજમો દેશી ઉપચાર છે. જેનાથી તમારા શરીરને પણ કોઈ પ્રકારનું નુકશાન થઈ શકતું નથી. સવારે વહેલા ઉઠી અજમા અને જીરા વાળું પાણી પીવો જેનાથી પેટ ભારે લાગવાની સમસ્યા દૂર થઈ જશે. જીરું એક એવો મસાલો છે. જે સુગંધ અને સ્વાદ આપે, સાથે અસંખ્ય ફાયદા પણ આપે છે. જીરાથી તમારી પાચનક્રિયા સતેજ બનશે. પાચનક્રિયા સક્રિય બનવાથી કફ અને વાત ઘટે છે.
તમારા ભોજનમાં પણ બને તો જીરાનો ઉપયોગ વધારવો જોઈએ. એવી રીતે અજમો પણ તમારી પેટ સંબંધી કોઈપણ સમસ્યા હશે તેને દૂર કરશે. રોજ રાત્રે અજમો અને જીરું એકસાથે પલાળી સૂઈ જવું સવારે ઉઠી આ પાણી ગાળી પી જવું. પેટને લગતી સમસ્યામાં રાહત આપશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.