મોટાભાગની મહિલાઓ કમરના દુખાવાની ફરિયાદ કરતી હોય છે. એવું નથી કે માત્ર મોટી ઉંમરની સ્ત્રીઓ જ કમરના દુખાવાની ફરિયાદ કરતી હોય છે. પરંતુ હવે નાની ઉંમરની સ્ત્રીઓ પણ આ પ્રકારની ફરિયાદ કરે છે. તેનું એક કારણ એ પણ હોઈ શકે કે વર્કિંગ વુમન ઓફિસમાં પણ કામ કરે અને ઘરે આવીને પણ કંઈકને કંઈ કામ તો હોય જ છે. વધારે પડતા કામના પ્રેશરના કારણે આ સમસ્યા થતી હોય છે. આ બીમારી કોઈ નાની નથી કે આજે થઈ કાલે સારું થઈ ગયું. જેને કમરનો દુખાવો થાય છે એનો જાણે અડધો જીવ નીકળી ગયો હોય તેવું લાગે છે.
આ દુખાવો તમે દવાથી મટાડી શકો છો. પરંતુ થોડા દિવસ બાદ ફરી શરૂ થઈ જતો હોય છે. તો ઘરેલું ઉપચાર દ્વારા તેને દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. ચાલો આપણે કેટલાક ઘરેલું ઉપાય વિશે જાણીએ. જેનાથી કમરનો દુખાવો થશે જડથી દૂર. જાણો આ ઘરે પ્રયોગ કરવાની પૂરી વિધિ.
ચૂનો અને હળદર- ઘણા લોકોને ઢીંચણનો દુખાવો થતો હોય ત્યારે હળદર અને ચૂનાનો લેપ લગાવતા હોય છે. કેમ કે ચૂનામાં કેલ્શિયમની માત્રા સારી રહેલી હોય છે. હળદરમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ રહેલા હોવાથી ગમે તેવા દુખાવાને દુર કરવા માટે આ લેપ અસરકારક સાબિત થાય છે. ખાસ કરીને ચૂનામાં રહેલું કેલ્શિયમ હાડકાં માટે બેસ્ટ માનવામાં આવે છે.
માટે હળદર અને ચૂનાનો લેપ કમરના દુખાવા માટે રામબાણ ઇલાજ સાબિત થાય છે. જો તમારા ઘરમાં ચૂનો ન હોય તો હળદરની જગ્યાએ લવિંગનો લેપ લગાવી શકો છો. તેના માટે લવિંગ પીસી હળદરમાં મિક્સ કરી દુખાવા પર લગાવાથી રાહત મળશે. આમ આ લેપ કમરના દુખાવામાં રાહત આપનાર બને છે.
લગાવો મહુવાનું તેલ- મહુવાનું તેલ જુનામાં જૂનો દુખાવો દુર કરવા માટે ઉપયોગી છે. તેનાથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. તેના ફૂલ પણ ઘણા ઉપયોગી હોય છે. એ જ રીતે જો તમે મહુવાનું તેલ નિયમિત રાત્રે સૂતાં પહેલાં થોડું ગરમ કરી તેના તેલની માલિશ કરશો તો છુમંતર થઈ જશે દુખાવો. કેમ કે મહુવાના તેલમાં એન્ટી ઇન્ફલેમેટરી નામનો ગુણ રહેલો હોય છે માંસપેશીઓને અંદરથી ગરમી આપવાનું કામ કરે છે. તેથી જો કમરમાં સોજો કે દુખાવો હોય તો આ તેલની માલિશ કરવી.
હર્બલ બામ- બજારમાં મળતી દવા અને દુખાવામાં રાહત આપતી ટ્યૂબ લગાવીને કમરના દુખાવામાં કોઈ ખાસ ફરક પડતો હોતો નથી. તેના કરતાં તમે ઘરે જ જાતે હર્બલ બામ લગાવીને દુખાવો દૂર કરી શકો છો. હર્બલ બામથી તમે કમર અને પીઠમાં માલિશ કરી શકો છો. તેમાં રહેલા ગુણ ગરમી પેદા કરે છે. અને દુખાવો ઝડપથી દૂર થાય છે. અત્યારના સમયમાં કુદરતી ઉપાય જ ઘણા અસરકારક નીવડે છે.
તેને બનાવવા માટે એક વાડકી પીપરમેન્ટનું તેલ લેવું, તેમાં અજમો એડ કરવો. આ બંનેને ગેસ પર ગરમ કરો. થોડું ગરમ થાય એટલે તેમાં કપૂર નાખો. કપૂર નાખ્યા બાદ આ મિશ્રણ જાડું થઈ જશે. જેને તમે ડબ્બામાં ભરીને રાખી શકો છો. તમને જ્યારે પણ કમરનો કે પીઠનો દુખાવો થાય ત્યારે આ આયુર્વેદિક બામ લગાવી શકો છો.
નિલગીરીનું તેલ- આ તેલને યુકેલિપ્ટસ ઓઈલ કહેવામાં આવે છે. તેને નવશેકા ગરમ પાણીમાં થોડા તેલના ટીપાં નાખી દેવા. તેને કમરનો દુખાવો રહેતો હોય આ પાણીથી રોજ નહાવું અથવા આ પાણીથી શેક કરવો જોઈએ. નીલગીરીના તેલની તમે માલિશ પણ કરી શકો છો. નસોને આરામ આપશે અને માંસપેશીઓમાં પણ રાહત થશે. આ તેલનો ઉપયોગ કરવાથી કમરનો દુખાવો ધીમેધીમે ઓછો થઈ જશે.
નાળિયેર અને લસણનું તેલ- નાળિયેરના તેલમાં 3થી 4 કળી લસણની નાખી ગેસ પર બરાબર ગરમ કરવું. આ તેલ કાળું દેખાવા લાગે એટલે ગેસ બંધ કરી દો. ઠંડું થાય એટલે કાચની બોટલમાં ભરી દેવું. સવાર સાંજ આ તેલથી પીઠ પર માલિશ કરવી. કમરનો અને પીઠનો દુખાવો થશે દૂર.
લવિંગનો બામ- અવારનવાર કમરનો દુખાવો રહેતો હોય તો તમે લવિંગમાંથી બનાવેલો લેપ લગાવી શકો છો. લવિંગમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ રહેલા છે. અને તેમાં ઘી એડ થતું હોવાથી તેમાં ઓમેગા-6 સારી માત્રામાં રહેલું હોય છે. જે લ્યુબ્રીકેન્ટ્સની રીતે કામ કરે છે. જેથી હાડકાં અને માંસપેશીઓને નરમ બનાવે છે. અને દુખાવામાં રાહત આપે છે.
આ લેપ બનાવવા માટે સૌથી પહેલા લવિંગને ક્રશ કરી પાઉડર બનાવી લો. પછી ગાયનું ઘી લો અને તેમાં ક્રશ કરેલો પાઉડર ઉમેરો. તેને ગેસ પર બરાબર ગરમ કરો. તે ઠંડું થાય એટલે ડબ્બામાં ભરી દેવું. આ બામ તમે ફ્રિઝમાં પણ રાખી શકો અને બહાર પણ રાખી શકો છો. આ બામની માલિશ કરવાથી કમરના દુખાવામાં ઘણા અંશે રાહત મળશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.