દાંતની યોગ્ય કાળજી ન લેવાને કારણે મોઢામાં બેક્ટેરિયા જમા થાય છે. થોડા સમય પછી, આ બેક્ટેરિયા દાંતમાં દુખાવો, મોઢામાં દુર્ગંધ અને પેઢામાંથી લોહી નીકળવાનું કારણ બની જાય છે. કહેવાય છે કે બેક્ટેરિયાને કારણે પાયોરિયાની સમસ્યા થાય છે. અને ઘણી જહેમત બાદ આ સમસ્યા દૂર થાય છે. મોઢામાં દુર્ગંધ, દાંતની હલનચલન અને પેઢામાંથી લોહી નીકળવું એ પાયોરિયા માનવામાં આવે છે.
દાંત ખરાબ થાય તે પહેલા ઘણી એવી સમસ્યા થવા લાગે છે, પરંતુ આપણે તેને અવગણતા હોઈએ છીએ. જેને કારણે ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે. જો તમે ડૉક્ટરના જણાવ્યા અનુસાર આ નીચે પ્રકારના લક્ષણો દેખાય તો ડૉક્ટર પાસે તરત જજો, નહિ તો થઈ શકે છે મોટો પ્રોબ્લેમ. નીચે જાણો આ લક્ષણો કયા કયા છે.
ચાંદા પડે- મોટાભાગના લોકોને મોઢામાં ચાંદા પડવાની સમસ્યા રહેતી હોય છે. અને એક વાર ચાંદી પડ્યા બાદ મટતા તેને 5-10 દિવસ લાગે છે. અને તે દરમિયાન ગળામાં પાણી પીએ ત્યારે સખ્ત દુખાવો થતો હોય છે. ઘણી વખત તો આપણને ચાંદી વાળી જગ્યા પર બળતરા પણ થતી હોય છે. પરંતુ આ તકલીફ કોઈક વાર થાય તો ચલાવી લેવી જોઈએ. પરંતુ અવારનવાર ચાંદીની તકલીફ રહ્યા કરતી હોય તો ડેન્ટીસ્ટ પાસે જવું જોઈએ અને તેનો ઇલાજ કરાવો જોઈએ. આ લક્ષણ અલ્સર બીમારીનું પણ હોઈ શકે છે.
પેઢામાંથી લોહી- ઘણી વખત બરાબર દાંત સાફ ન કરવાના કારણે સડો થઈ જતો હોય છે. અને આ તકલીફના કારણે આપણે બરાબર જમી પણ શકતા નથી હોતો, દિવસેને દિવસે આ સમસ્યા વધી જતા છેવટે દાંત પડાવવાનો વખત આવી જાય છે. પેઢામાં લોહી અમુક સમયે નીકળી બંધ થઈ જતું હોય છે. સાથે તેનો દુખાવો પણ હોતો નથી માટે જો તેની યોગ્ય સમયે સારવાર ન કરાવવામાં આવે તો બીજી અનેક સમસ્યા થઈ શકે છે. તેથી આ સંકેતો જણાય તો ડૉક્ટર પાસે પહોંચી જવું જોઈએ.
મોં અને જીભમાં ગાંઠ- ઘણી વખત નાની ગાંઠ મોંમાં અને જીભ પર થતી હોય છે. જેને લોકો સામાન્ય માનીને અવગણે છે, પરંતુ તેને જરાય સામાન્ય ન લેતાં. હોઈ શકે છે ગંભીર બીમારી. ઘણી વખત લોકોને મોઢા કે જીભનું કેન્સર પણ હોઈ શકે છે. તેથી જો તમને આવું કંઈ લાગે તો સમયસર ડૉક્ટર પાસે પહોંચી જજો. સમય હોય તો 12 મહિને અથવા 6 મહિને એક વાર દાંતની તપાસ જરૂર કરાવવી જોઈએ. જેથી ક્યારેય દાંત ખરાબ થવાનો પ્રોબ્લેમ ન થાય.
આ લક્ષણો દેખાય- ઘણી વખત મોંમાં આપણને ગંદી સ્મેલ કે સોજા જેવું લાગતું હોય છે. દાંત ધીમેધીમે અમુક સમયે કાળા પડતા જાય, દુખાવો થવા લાગે, કંઈક ઠંડી વસ્તુ ખાવ ત્યારે ઝણઝણાટી થવા લાગે જેવા અન્ય લક્ષણો જોવા મળે ત્યારે ડૉક્ટર પાસે જઈ ચેકઅપ કરાવી લેવો જોઈએ. યોગ્ય સમયે દાંતની સારવાર થઈ શકે અને આપણે ગંભીર બીમારીમાંથી બચી શકીએ.
આટલું યાદ રાખો- અત્યારના સમયમાં મોટાભાગના બાળકો અને 30 વર્ષ કે તેનાથી મોટી ઉંમરના લોકોને દાંતની તકલીફ રહ્યા કરે છે. ઘરગથ્થુ ઉપચાર કરીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ દાંતની સમસ્યા એવી છે જેમાં ડેન્ટિસ્ટ પાસે જવું જ પડે છે. માટે દાંતની યોગ્ય સારવાર માટે દિવસમાં બે વાર બ્રશ કરવું જોઈએ. સમય સમય પર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. જેથી દાંતની કોઈપણ સમસ્યાથી આપણે બચી શકીએ અને કોઈ ગંભીર રોગ પણ ના થાય.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.