શરીરના ઘણા કારણો છે જેનાથી લોહીની કમી આવી જાય છે ઘણા એવા રોગ છે તેનાથી પણ લોહીની કમી થાય છે આગજ વધુ માહિતી જાણીએ કે, લોહીની કમી ક્યારે ક્યારે થાય છે અને તે કમી જલ્દીથી સારી કરવા કઈ કઈ ઘરેલુ વસ્તુ છે જેનાથી લોહીની કમી જલ્દીથી પૂરી કરે છે.
- લોહીની કમી થાય તે રોગ વિષે સમજીએ.
એમોનિયાની કમીના કારણે લોહી બનતું અટકે છે તે લગભગ જાણતા હશો. પણ એમોનિયા એક બિમારીનું નામ છે લોહીને બનવા માટે શરીરના બીજા અંગો કામ કરતાં હોય છે. શરીરમાં આયર્નની કમીના કારણે હિમોગ્લોબિન નામનું તત્વ બનતું નથી જેનાથી આપણાં ફેફસા પર અસર કરે છે. ફેફસાને હવા નથી મળી શકતી તેનાથી નવું લોહી બનાવવામાં સમય લાગે છે, તેનાથી વધારે લોહીની કમી ઊભી કરે છે. તેને આપણે એનોમિયા નામનો રોગ કહીએ છીએ.
તે બીમારી વિષે જોયું હવે જાણીએ તે બીમારી થવાનું શું મહત્વનુ કારણ છે. તમને ખબર હશે કે, શરીરને કામ કરવા માટે બધાજ અંગો અંદરના સરખા કામ કરવા જોઈએ તેનાથી શરીરમાં કોઈ બીમારી આવતી નથી પણ અમુક લોકોને આયર્નની કમી હોય છે વિટામિનની કમી પણ હોય છે તેની ઉણપથી બીજી બીમારીઓ જન્મ લેતી હોય છે, તેના કારણે લોહીની કમી જેવી ગંભીર સમસ્યા ઊભી થાય છે. વધારે સિગરેટનું સેવન કરવાથી પણ એનોમિયા જેવી બીમારી ઊભી થાય છે.
- લોહીની કમી કેવા કેવા સંકેત આપે છે.
હવે જાણીએ કે લોહીની કમીના કારણે શરીર કેવા કેવા સંકેત આપે છે જેનાથી જલ્દીથી ખબર પડે છે કે, શરીરમાં લોહીની કમી થવા લાગી છે અથવા એનોમિયા રોગ શરીરમાં પ્રવેશ કરી ગયો છે. તમે લોહીની કમી હોય તેવા દર્દીને જોયો છે? તમે તે દર્દીને જોઇશોતો ખબર પડશે કે તે માણસ કોઈ પણ કામ કરે તેમાં તેને જલ્દીથી થાક લાગે છે અથવા છાતીમાં દુખાવો થવા લાગે છે, માથાનો દુખાવો વધારે થાય છે. કોઈ દર્દીને ચક્કર આવે છે અથવા ઉલ્ટી થાય છે તેવું નથી કે ખાલી શરીરની બહાર દેખાય છે આ રોગ અંદરથી પણ નુકસાન કરે છે ધીરે ધીરે વાળ ખરવા લાગે છે. કોઈ દર્દીને સ્વાસ પણ ચડવાની સમસ્યા થઈ શકે છે.
- જાણીએ તે રોગને દૂર કરવાની ઔષધિ.
1 સૌથી પહેલૂ ફળ છે કેળાં કેળાની અંદર આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમજ પ્રોટીન પણ ખુબજ હોય છે તે લગભગ બધાને ખબર હોય છે. કેળાની અંદર ખનીજ પણ જોવા મળે છે તેનાથી લોહીની કમીને પૂરી કરે છે તો લોહીની કમી હોય તેવા દર્દીને રોજે 4 થી 5 કેળાનું સેવન કરવું જોઈએ તેનાથી લોહીની કમી જલ્દીથી પૂરી થાય છે.
2 બીજી વસ્તુ છે દાડમ દાડમની અંદર ઘણી બીમારીઓ સામે લડવાની તાકાત છે તે જાણતા હશો ઘણી બીમારીઓમાં ડોકટરો દાડમનું સેવન કરવાની સલાહ આપે છે. દાડમની અંદર કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે તેનાથી દાડમનું સેવન એનોમિયાના રોગીઓ માટે એક સારી ઔષધિ છે રોજે 2 દાડમનું સેવન કરવાથી લોહીની કમી જલ્દીથી દૂર થાય છે.
3 જામફળની અંદર લોહીની કમીને પૂરી કરવાની ક્ષમતા છે જામફળથી હિમોગ્લોબિનની કમી દૂર થાય છે જેનાથી ફેફસામાં હવાની તકલીફ થતી નથી તેના કારણે લોહીની બનવાની કેપેસિટી વધે છે રોજે જામફળનું સેવન લોહી બનવા માટે ફાયદા વાળું છે.
4 ગાજરનું સેવન અથવા ગાજરના જ્યુસનું સેવન ગાજરમાં પણ લોહીની કમી પૂરી કરવાના તત્વો મળી આવે છે. એનોમિયાના રોગીને રોજે સવારે એક ગ્લાસ ગાજરના જ્યુસનું સેવન કરવું જોઈએ તેનાથી લોહીની કમી જલ્દીથી પૂરી થશે. આ જ્યુસનું સેવન જરૂર કરવું.
5 બીટના વિષે તમે સંભાળ્યું હશે કે, બીટ ખાવાથી લોહી વધે છે તે એક સાચી વાત છે બીટના એવા તત્વો છે જેનાથી લોહીને જલ્દીથી શુદ્ધ અને લોહી બનવામાં વધારો કરે છે. બીટનું જ્યુસ એક ગ્લાસ રોજે પીવું જોઈએ એનોમિયાના રોગીને ખાસ. તે લોહીની કમી ક્યારે થવા નહીં દે.
6 સફરજનના સેવનથી પણ હિમોગ્લોબિન ઘટેલું હોય તે કંટ્રોલમાં રહે છે. જેના કારણે લોહીની કમી થતી નથી અને શરીરમાં લોહીની શર્ક્યુલેશન થતું રહે છે. જેનાથી શરીરના બધાજ અંગોમા લોહી સરખું પહોચી શકે છે તેના કારણે બધાજ અંગો સરખા કામ કરી શકે છે.
7 શરીરમાં હિમોગ્લોબિન વધારવા માટે લીલા શાકભાજીનું સેવન ખુબજ જરૂરી છે. લીલા શાકભાજીથી શરીરમાં લોહીની ઉણપ જલ્દીથી દૂર કરી શકાય છે. લીલા શાકભાજીમાં કોબીજ, કાકડી, લીલા ધાણા, પાલક, મૂળા ના સેવનથી હિમોગ્લોબિનનું સ્તર જળવાઈ રહે છે તેનાથી લોહીની કમી થતી નથી.
8 દ્રાક્ષના સેવનથી શરીરમાં આયર્નની કમી જલ્દીથી પૂરી કરી શકે છે. તેમાં વિટામિન C ની કમી પૂરી કરે છે તેનાથી લોહીમાં જરૂરી તત્વ જલ્દીથી મળી રહે છે દ્રાક્ષ લોહીની કમી સાથે સ્કીન પ્રોબલમ પણ દૂર કરવામાં મદદ કરે છે. દ્રાક્ષનું જ્યુસ એક અદ્ભુત ઔષધી છે.
9 ગોળ આયર્નની કમી પૂરી કરવા માટે એક સારો ઉપાય છે રોજે દૂધ અને ગોળના સેવનથી શરીરમાં હિમોગ્લોબિનની કમી પૂરી કરે છે. રોજે રાત્રે સૂતા પહેલા દૂધની અંદર ગોળ મિક્સ કરી તેનું સેવન કરવાથી લોહીની કમી જલ્દીથી પૂરી કરે છે. ગોળ તમારી રક્તની કમીને જલ્દીથી પૂર્ણ કરશે.
10 વિટામિનની કમીને પૂરી કરવા માટે દૂધ નો ઉપયોગ શરીર માટે સારી ઔષધિ છે પણ વિટામિન B-12 ને મેળવા માટે દહીનું સેવન કરવું જરૂરી છે દહીના સેવનથી શરીરને યોગ્ય માત્રામાં વિટામીન્સ મળી રહે છે તેનાથી લોહીની ઉણપ પૂરી કરવા માટે આ સારી ઔષધિ માનવામાં આવે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.