રોજિંદા જીવનમાં આપણે આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ખોરાક ખાઈએ છીએ, ત્વચાની સંભાળ રાખીએ છીએ. અને વર્ક આઉટ પણ કરીએ છીએ. પરંતુ સારા સ્વાસ્થ્ય માટે આપણે ઉંઘની અપેક્ષા રાખીએ છીએ. રાત્રે 7-8 કલાકની ઉંઘ માણસને સ્વસ્થ રાખે છે. ઉંઘ ન આવવાથી ચીડિયાપણું, હતાશા, થાક, ભૂખ, હૃદયરોગ, ટાઈપ-2 ડાયાબિટીસ, હાઈબ્લડપ્રેશર વગેરે જેવી બીમારીઓ થઈ શકે છે. ઘણા લોકો ઉંઘવા માટે પ્રયત્નો કરતા હોય છે. પરંતુ શાંતિથી સૂઈ શકતા હોતા નથી.
આજે અમે તમને એવી ટેક્નિક જણાવીએ જેનાથી તમારા હૃદયના ધબકારા સામાન્ય રહેશે. સારી રીતે ઉંઘ પણ આવી જશે, જેથી તમે રિલેક્સ મહેસૂસ કરશો. આ 2-3 બ્રિથીંગ ટેક્નિક છે. જેને સાદી ભાષામાં શ્વાસ લેવાની રીતો કહીએ છીએ. જે તમને ઉંઘ લાવવામાં મદદ કરશે આવો જાણીએ તે ટેકનિક.
સ્ટ્રેસ ઓછો કરવાની રીત- દિવસ દરમિયાન ઓફિસમાં કામનું ટેન્શન રહ્યા કરતું હોય છે અત્યારની લાઈફ જ એવી થઈ ગઈ છે કે કોઈપણ વ્યક્તિ સ્ટ્રેસ ફ્રી રહી શકતો નથી. તેના માટે આ ટેક્નિક કરો જે તમને ડિપ્રેશન અને ચિંતામાંથી મુક્તિ અપાવશે. જમણી બાજુનું નાક બંધ કરો અને ડાબી બાજુના નાકથી શ્વાસ લેવાનું શરૂ કરો. થોડી વાર બાદ ડાબી બાજુનું નાક બંધ કરી, જમણી બાજુથી શ્વાસ લો. પછી જમણા નાકથી શ્વાસ લો અને ડાબા નાકથી છોડવો. આ પ્રયોગ વારંવાર કરતા રહેવું જોઈએ. તમારો તણાવ દૂર થઈ જશે અને ઉંઘ સારી આવશે. આ પ્રયોગ કરતી વખતે આંખો બંધ રાખવી જોઈએ. આને અનુલોમ વિલોમ પણ કહે છે. ફોટોમાં બતાવ્યા પ્રમાણે હાથની મુદ્રા કરો.
હંમેશાં ચિંતામુક્ત રહેશો- કેટલાક લોકો એવા હોય છે જેને નાની એવી વાત પર ચિંતા થઈ જતી હોય છે. જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે. આ બ્રીથિંગ ટેક્નિક તમને ગમે તેવી ચિંતામાંથી મુક્તિ અપાવશે અને શ્વાસની તકલીફ પણ દૂર કરશે. તમારે શ્વાસ છોડવાની ક્રિયા 30 વાર કરવી. અને જ્યારે પણ શ્વાસ છોડો ઉલ્ટી ગણતરી કરવાનું શરૂ કરવું. જેમ કે 15, 14, એવી રીતે 0 સુધી ગણવું અને શ્વાસ છોડવો.
વધારે વિચારવાની તકલીફ કરશે દૂર- ઘરમાં રહેતો વ્યક્તિ હોય કે જોબ કરતાં કેટલાકને એવી આદત હોય છે. વધારે વિચારવાની, કંઈક થાય એટલે ક્યાંથી ક્યાં વિચારો આવે અથવા નવરાં માણસ હોય તે લોકો પણ વગર કામના વિચારો લાવી તેમનું સ્વાસ્થ્ય ખરાબ કરતા હોય છે. તેને આપણે ઓવરથિંકિંગ કહીશું.
બ્રીથિંગ ટેક્નિક દ્વારા તે સમસ્યા દૂર થઈ જશે. તેના માટે 4 સેકન્ડ શ્વાસ અંદર લેવો અને 6 સેકન્ડ માટે બહાર છોડવો. ખાસ કરીને શ્વાસ લેતી વખતે નાકનો ઉપયોગ કરવો, મો બંધ રાખવું જોઈએ. આ ક્રિયાથી તમને રાહત મળશે અને ઉંઘ સારી આવવા લાગશે.
સારી રીતે આવશે ઉંઘ- પથારીમાં પડ્યા હોવ અને ઉંઘ ન આવે ત્યારે જમણી અને ડાબી એમ બંને બાજું પડખા ફરતા રહેવું. તે દરમિયાન શ્વાસ લેવાનું ચાલું રાખો. થોડી થોડી વારે શ્વાસ લેવો અને બહાર કાઢવો. દસ મિનિટ માટે મેડિટેશન કરી શકો છો. આમ કરવાથી તમને ગમે તેવો પ્રોબ્લેમ હશે સારી રીતે ઉંઘ આવી જશે.
શરીરને સારી રીતે આરામ મળશે- આ પ્રયોગથી તમારું આખું બોડી રિલેક્શ થઈ જશે. તેમાં તમારે 3 વાર શ્વાસ લેવો અને છોડવો. તે દરમિયાન પેટ પર હાથ રાખવો અને જ્યારે શ્વાસ છોડો ત્યારે પેટ ધીમેધીમે દબાવતા રહેવું. આ ક્રિયા 20 વખત કરવી જોઈએ. પછી ઉંડો શ્વાસ લેવો. તમે 20-30 સેકન્ડ સુધી શ્વાસ રોકી શકો છો. જેથી તમને આરામ મળશે અને ઉંઘ પણ સારી આવી જશે.
સારી ઉંઘ મળે તે માટે બનાવો આટલા નિયમો- ઉંઘ ન આવવાના ઘણા કારણો હોઈ શકે છે, ટીવી, લેપટોપ, મોબાઈલ, સૂવાના સમયે વધારે કેફિનનું સેવન, ચિંતા, બેચેની જેવા કેટલાક કારણોને લીધે ઉંઘ આવતી હોતી નથી. સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે 7 કલાકની શાંતિવાળી ઉંઘ તમને માનસિક રીતે સ્વસ્થ રાખે છે.
આ ટેક્નિક કરતી વખતે એક વાત ખાસ યાદ રાખવી કે જે લોકો મોડી રાત્રે જમતા હોય તેમણે આ પ્રયોગ ક્યારેય ન કરવો. કેમ કે પેટ ભરેલું હશે તો ઘણી સમસ્યા થઈ શકે છે. માટે તમે જમી લો અને સૂવાના સમય વચ્ચે ઓછામાં ઓછાો બે કલાક જેટલો સમય હોવો જરૂરી છે.
વહેલા સૂઈ જવું, સવારે વહેલા ઉઠી કસરત કરવી, ફાઈબર વાળો ખોરાક ખાવો, વધારે તળેલું રાત્રે ન ખાવું, યોગ, ધ્યાન, આલ્કોહોલ કે નશીલા પદાર્થોથી દૂર રહેવું. આ બધી ટ્રિક અપનાવશો તો ઉંઘ સારી રીતે આવશે અને સારી ઉંઘ આવવાથી મૂડ પણ સારો બનશે. તમે આ ટેક્નિક કે નિયમોનું અનુકરણ કરતાં હોવ છતાં ઉંઘ ન આવે તો ડૉક્ટર પાસે જરૂર જવું જોઈએ.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.