અત્યારે એક સમસ્યા પણ વધી રહી છે પેટની ચરબી વધવાની સમસ્યા. જેના કારણે પણ ઘણા લોકો જિમમાં કસરત કરવા જતા હોય છે. જેમાં ખૂબ જ પરસેવો પાડતા હોય છે. આ ઉપરાંત ડાયટિંગ પર કરતા હોય છે. તેમ છતાં પણ ઘણા લોકોને ચરબી ઘટાડવામાં નિરાશા મળતી હોય છે.
કેટલાક લોકો તો ડાયટિંગ પણ એટલું ચુસ્તપણે કરતા હોય છે કે ખાવા પીવાનું છોડી દે છે. તેમ છતાં શરીરમાં કોઈ પણ જાતનો ફર્ક પડતો હોતો નથી. ઘણી વખત શરીરની આ ચરબી એટલી હદે વધે છે કે ઘણી વખત આંતરડાની આસપાસ જામી જવાના કારણે ડાયાબિટીસ અને હાર્ટ એટેક પણ આવી શકે છે. તો આજે તમને જણાવીએ કેવી રીતે ઘરેલું ટીપ્સ અને કેટલીક સાવધાનીથી પેટની ચરબી જમા થશે અને તમે દેખાશો એકદમ સ્લીમ.
ઉંઘ પૂરી ન થવી- કામનો લોડ અને બહાર હરવા ફરવાના કારણે પણ ઘણી વખત આપણી ઉંઘ પૂરી થતી હોતી નથી. જેની અસર ઘણી વખત શરીર પર પડતી હોય છે. પૂરતી ઉંઘ ન મળવાના કારણે વજન ધીમેધીમે વધવા લાગે છે.
ઓફિસથી આવીને પણ લેપટોપમાં જમીને કામ કરવા બેસી જવું, રાત્રે મોડા સુધી ઓફિસના પ્રોજેક્ટ કે અન્ય કામ કરવા વગેરે જેવા કારણોને લીધે આપણું શરીર વધે છે સાથે પેટની ચરબી વધે છે. જેથી પૂરતી ઉંઘ લેવી અને શરીર સ્વસ્થ તેમ જ તંદુરસ્ત રહે તેવું કામ કરવું જોઇએ.
આનુવંશિક- ઘણા લોકોને વધતું વજન આનુવંશિક પણ હોય છે. વંશ-પરંપરાગત બધાને વજન વધારે હોવાના કારણે જે વજન ઘટાડવા માગતા હોય તે લોકોનું પણ ઓછું થતું નથી. એ સમયે યાદ રાખવું કે જેવું લાગે કે વજન વધી રહ્યું છે તમારે ડાયેટિશિયનની સલાહ લેવાની શરૂ કરી દેવી જોઇએ. અને વોકિંગ, યોગ જેવા ઘરેલુ ઉપાયો કરવા. જેથી પેટની ચરબી થોડી કંટ્રોલમાં રાખી શકો. સાયકલિંગ પણ બેસ્ટ ઓપ્શન છે પેટની ચરબી ઓછી કરવાનો.
ધૂમ્રપાન- ખરાબમાં ખરાબ વસ્તુ એટલે ધૂમ્રપાન. તેનાથી ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે. તેમ છતાં અમુક લોકો સમજી શકતા નથી. અને ધૂમ્રપાન કર્યા જ કરે છે. સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે ધૂમ્રપાનથી પેટની આસપાસ ચરબીનું એક થર થવા લાગે છે. અને તેના કારણે પેટની ચરબી ઓછી થતી નથી. માટે જો ધૂમ્રપાન ન કરો તો વધારે સારું છે શરીર માટે પણ. તેનાથી કેન્સર જેવી ખતરનાક બીમારી પણ થતી હોય છે.
સ્ટ્રેસ- દરેક માણસ અત્યારે સ્ટ્રેસ વાળી લાઇફ જીવી રહ્યો છે. જેને પણ જુઓ તેને કોઈને કોઈ વાતનું ટેન્શન રહેતું હોય છે. તેની સીધી અસર શરીર પર થતી હોય છે. શરીરમાં તણાવ રહેવાના કારણે તણાવ હાર્મોન્સ રિલીઝ થાય છે. જેના લીધે પેટના ભાગ પર ચરબીના થર જમા થવા લાગે છે. જેથી બને તો કોઈ પણ જાતનો સ્ટ્રેસ લેવો નહીં. અને જો સ્ટ્રેસ રહેતો હોય તો રોજ સવારે યોગા અને ધ્યાન કરવું જોઇએ. જે તમને લાંબુ જીવન જીવવા માટે ફળદાયી સાબિત થશે.
એનર્જી ડ્રિંક- ઘણા લોકો જિમ કર્યા બાદ એનર્જી ડ્રિંક પીવે છે. અથવા જિમમાં કસરત કરતા કરતા પીવે. પણ તમે જાણો છો. આ શુગર ડ્રિંક અને એનર્જી ડ્રિંક વધારે પડતું ફ્રિઝમાં પણ કેટલાક લોકો રાખતા હોય છે. જેના લીધે તેમાં કેલરીનું પ્રમાણ વધે છે. અને જેના કારણે પેટ અને કમરની ચરબી વધવા લાગે છે.
શુગર ડ્રિંક અને એનર્જી ડ્રિંકમાં ઉચ્ચ માત્રામાં કેલરી રહેલી હોય છે. તેથી વજન ઘટવાને બદલે ઉલટું વધતું હોય છે. ખાસ યાદ રાખવું કે જેવી પેટની ચરબી વધવા લાગે સવારે વાસી મોઢે નવશેકું હુંકાળું પાણી રોજ પીવું આટલું કરશો તો પેટની ચરબી ધીમેધીમે ઓગળવા લાગશે. અને શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો પણ નાશ થઈ જશે.
નવશેકા પાણીમાં તમે લીંબુ પણ એડ કરી શકો છો. જેથી પાચનક્રિયા મજબૂત બનશે અને પેટની ચરબી ઓગળશે. જો તમારે વજન ઘટાડવું હોય તો આ નિયમો અપનાવશો તો ખૂબ જ સરળતાથી ઉતરવા પેટની ચરબી.
આલ્કોહોલનું સેવન- આજના સમયમાં દારૂનું સેવન જાણે એક ફેશન બની ગઈ હોય તેવું થઈ ગયું છે. બહાર ફરવા જાવ એટલે સ્ત્રી હોય કે પુરુષ બંને સાથે બેસીને અથવા ફ્રેન્ડ્સ સાથે ગયા હોય તો તેમની સાથે પાર્ટી કરીને એન્જોય કરતા હોય છે.
પરંતુ વધારે પડતું આલ્કોહોલનું સેવન પણ ચરબી વધવાનું કારણ બની શકે છે. જો તમારે પેટની ચરબી ઓછી કરવી હોય તો કોઈપણ પ્રકારનો દારૂ ન જ પીવો જોઈએ. તેનાથી ઘણી રાહત રહેશે અને પેટની ચરબી પણ નહીં વધે. અને દારૂથી બીજી પણ કેટલીક શારીરિક બીમારીઓ થતી હશે તેનાથી દૂર રહી શકશો.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.