પેટ ખરાબ થાય તેની અસર સીધી મળ ત્યાગ કરવા પર થાય છે. જેના લીધે મસા અને હરસ જેવી બીમારીઓનો શિકાર અત્યારે લોકો થઈ રહ્યા છે. મસાની બીમારી એવી છે કે જો તેના પર ધ્યાન આપવામાં ન આવે તે દિવસેને દિવસે વધતી જાય છે. આ બીમારી ખૂબ જ પીડાદાયક હોય છે. તેમાંથી છુટકારો મેળવવા માટે ઘણા લોકો ઓપરેશનનો સહારો પણ લેતા હોય છે.
વધારે પડતું બેઠાળું જીવન અને આખો દિવસ એકની એક જગ્યા પર બેસીને કામ કરવું અથવા તો વધુ પડતું બહારનું તીખું, તળેલું, સ્પાઈસી ખાવાના કારણે મસા થાય છે. તેને હિન્દીમાં બવાસીર કહીએ છીએ, જ્યારે અંગ્રેજીમાં પાઈલ્સ કહેવાય છે. યોગ્ય સમય પર તેનો ઇલાજ કરવામાં ન આવે તો સમસ્યા ખૂબ જ વધી જાય છે.
મસાના પ્રકાર- મસા સામાન્ય રીતે બે પ્રકારના હોય છે, ઘણાને મળ માર્ગે લોહી પડતું હોય, અથવા બીજા પ્રકારમાં સામાન્ય રીતે મળની જગ્યા પર આજુબાજુ ઉપસી આવે છે. લોહી ન પડે. મસા થવાનું મુખય કારણ કબજિયાત છે. તમારું પેટ સાફ ન થાય તો કબજિયાત થાય છે. નિયમિત પેટ સાફ રહેતું હોય તો આ સમસ્યા થાય છે. તેથી મસા માટે ઉપચાર કરતા હોવ તો પહેલા તમારે કબજિયાતનો ઉપચાર કરવો. જેથી મસામાંથી આપો આપ છુટકારો મળી રહેશે.
મસા એટલે કે બવાસીર કેવી રીતે થાય- બવાસીરએ ગુદા ભાગે થતો રોગ છે. જેની અસહ્ય વેદના થાય છે. જેને તકલીફ થાય છે. તેને બેસવામાં અને સૂવામાં પણ ખૂબ જ તકલીફ પડતી હોય છે. ટોઇલેટ જાય ત્યારે તેમાંથી લોહી પડે છે. અને તેના કારણે ગુદાના ભાગ પર ચીરા પણ પડે છે. તેને હરસ કહે છે.
મસા ત્વચાની કોઈપણ જગ્યા પર થઈ શકે છે, પરંતુ ગુદાના છિદ્ર પર કે નળીમાં થાય છે તેને પાઇલ્સ કહેવાય છે. મસાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. કોઈ સરસવના દાણા જેટલા નાના હોય છે, તો કોઈ બદામ જેટલા મોટા. કોઈ ગોળ હોય છે, તો કોઈ લાંબા. મસા ફૂલી જવાથી જળમાર્ગ અવરોધાય છે, જેથી મસાના રોગીઓમાં મળત્યાગ વખતે અધિક સમય લાગે છે તથા દુખાવો થાય છે, છોલાય જાય છે અને લોહી પણ નીકળે છે. ઘણી વખતે તે જગ્યા પર ખંજવાળ પણ આવતી હોય છે. વધારે પડતું લોહી પડતું હોય તો ઇન્ફેક્શન થવાના ચાન્સ વધી જાય છે.
આ સમસ્યામાં શું ખાવું અને શું ના ખાવું જોઈએ- અત્યારે લોકોમાં વ્યસન કરવાનું વધી ગયું છે. 100માંથી 90 ટકા લોકો સેવન કરતા જથઈ ગયા છે. તેમાં ખાસ કરીને કોલેજ બોય્ઝ નાઈટપાર્ટીમાં ડ્રિંકિંગ, સ્મોકિંગ વગેરેનું સેવન કરતા હોય છે. તે ઉપરાંત સોપારી, ગુટખા, મસાલો, સિગરેટ, બીટી પીવી વગેરેથી દૂર રહેવું જોઈએ.
વધારે પડતું તીખું, તળેલું, ગરમ મસાલા વાળું, મેંદાની વસ્તુ, ચટપટુ, અને ખાસ કરીને લીલા મરચા અથવા તેમાંથી બનેલી વસ્તુનું સેવન ન કરવું જોઈએ. તળેલા લીલા મરચાં પણ ન ખાવા જોઈએ. જેને તકલીફ થઈ હોય તેણે ફાસ્ટફૂડથી દૂર રહેવું જોઈએ. બને ત્યાં સુધી સીઝનલ ફળો અને લીલાં પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ.
તેમાં ખાસ કરીને બીટ, ટામેટાં, કોબી, કાકડી, વગેરે વસ્તુનો જ્યૂસ અથવા સલાડ ખાવું જોઈએ. બને તો બહારનું ખાવાનું પણ ટાળવું જોઈએ. નોનવેજ એટલે કે માંસ, માછલી, ઇંડાનું સેવન ટાળવું જોઈએ. જે પચવામાં ભારે હોવાથી કબજિયાતનો પ્રોબ્લેમ કરે છે. અને જેનાથી પાઇલ્સની તકલીફ વધે છે. ઉનાળાની ગરમીમાં વધારે પડતું પાણી પીવું જોઈએ. આખો દિવસ દરમિયાન બને ત્યાં સુધી 10થી 12થી વધારે પાણી પીવું જોઈએ. જેથી મળ સૂકાઈ ન જાય અને કબજિયાતનો પ્રોબ્લેમ ન રહે.
મસા માટેના ઘરેલુ ઉપચાર- છાશ- છાશ ગમે તે સીઝનમાં પીવો શરીર માટે ઘણી જ ફાયદાકારક હોય છે. તે તમારા સ્વાસ્થ્યને સારું રાખે છે. અને ખોરાક પચાવવા માટે ઘણી લાભકારી છે. જે લોકોને બવાસીર એટલે કે મસાનો પ્રોબ્લેમ હોય તેમણે દિવસમાં ઓછામાં ઓછી બે લિટર જેટલી છાશ પીવી જોઈએ. તેનાથી વધારે પીવો તો વધુ સારું રહેશે. ઉનાળાની સીઝનમાં વધારે છાશ પીવી જોઈએ.
તે છાશમાં તમે શેકેલું જીરું પણ પીસી નાખેલું હોવું જોઈએ. તેમાં સંચળ અથવા મીઠું મિક્સ કરી પી જવી. સંચળ બીપીની બીમારીથી પણ દૂર રાખે છે. માટે રોજ છાશનું સેવન કરો તો સંચળ વાપરવું. તમને પાણીની તરસ લાગે તો તેની જગ્યા પર છાશ પીવી. અઠવાડિયામાં તમને ફાયદો થઈ જશે.
કેળા- કેળા શરીરમાં રહેલા હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે. નાના બાળકને જો તમે શરદીના થતી હોય તો રોજ એક કેળું ખવડાવી શકો છો. જેથી તેનું શરીર તંદુરસ્ત રહી શકે. કેમ કે કેળામાં ઘણા પોષક તત્વો રહેલા છે. કબજિયાત માટે કેળું ગુણકારી ગણવામાં આવે છે.
આયુર્વેદ ઔષધીની દવા કેળા સાથે લેવાનું કહેવામાં આવે છે. એવી જ રીતે બવાસીર માટે પણ કેળું ફાયદાકારક છે. પાકેલા કેળાને વચ્ચેથી કાપી તેમાં કાથો લગાવો. પછી તેને આખી રાત ખુલ્લા આકાશમાં મૂકી રાખી સવારે વહેલા ભૂખ્યા પેટે ખાઈ જવું. આ કરવાથી તમારી જે મસાની સમસ્યા હશે તે 5-7 દિવસમાં આરામ મળશે.
ત્રિફળા ચૂર્ણ- આયુર્વેદમાં બેસ્ટ ઔષધી એટલે ત્રિફળા ચૂર્ણ ઘણી બીમારીઓને મટાડવાની તાકાત આ ચૂર્ણમાં રહેલી છે. આયુર્વેદમાં ખૂબ ઉપયોગ થાય છે. કબજિયાતનો પ્રોબ્લેમ હોય તો રોજ રાત્રે એક ચમચી ચૂર્ણ પાણીમાં મિક્સ કરી પી જવું સવારે પેટ સાફ થઈ જશે. અને કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળશે. જેથી બવાસીરની તકલીફ નહીં રહે.
સૂરણ- મસા માટે રામબાણ ઇલાજ એટલે સૂરણ. સીઝનમાં તમે રોજ સૂરણનું શાક બનાવીને ખાવ તો પણ ઘણું ગુણકારી સાબિત થશે. અથવા શાક ભાવતું ન હોય તો સૂરણને પીસી દહીં સાથે મિક્સ કરીને રોજ ખાવું. જેથી મસામાં લોહી પડતું બંધ થઈ જશે અને પેટમાં જે બેક્ટેરિયા જમા થયા હોય તેને દૂર કરશે. કબજિયાતમાં પણ ફાયદો થશે.
પપૈયું- પપૈયાની તાસીર ગરમ હોય છે. જો તાવ આવ્યો હોય ત્યારે ડૉક્ટર આપણને પપૈયું ખાવાની સલાહ આપતા હોય છે. નાના બાળકને ઝાડો છુટથી થતો ન હોય તો પણ પપૈયું ખાવાનું કહેતા હોય છે. આવી રીતે કબજિયાત અથવા મસાની તકલીફમાં પણ તમે પપૈયું ખાશો તો સુધારો થતો જણાશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.