🫁 આપણે જીવન જીવવા માટે ઑક્સીજન વાયુને શ્વાસમાં લેવો ખૂબ જરૂર હોય છે. જો આપણું શ્વસન તંત્ર સારું હોય તો શરીરમાં પણ બધા અંગોને ઑક્સીજન પહોંચતુ રહે છે અને તે અંગોને સ્વસ્થ રાખે છે. આપણે જે નાક દ્વારા શ્વાસ લઈએ તે આપણાં ફેફસામાં જઈ અને આખા શરીરમાં જતો હોય છે ફેફસામાં રહેલા એલ્વિઓલાઇ શરીરનું ડીઓક્સીનેટેડ લોહીને ઑક્સીનેટેડ કરે છે.
🫁 તમે જાણી ગયા હશો કે આપણાં શરીરમાં ફેફસા કેટલું અગત્યનું કાર્ય કરે છે. પરંતુ લોકોના વ્યસનોને કારણે અને વધતાં જતાં પ્રદૂષણને કારણે આપણાં ફેફસામાં નુકશાન થાય છે. જેના કારણે ફેફસાને લગતી બીમારીઓ પણ થાય છે. તેથી આવી બીમારીથી બચવા આજે અમે તમારા માટે આ આર્ટીકલમાં ફેફસાને કઈ રીતે સ્વસ્થ રાખી અને તેની સમસ્યાથી બચાવી શકાય તેના ઉપાય વિશે જાણકારી આપીશું.
🫁 ફેફસાની સમસ્યાથી બચો આ ઉપાયો દ્વારા :-
👉 હળદરના ઉપાય દ્વારા :- રસોઈની અંદર હળદરનો ઉપયોગ સારા એવા પ્રમાણમાં કરવામાં આવે છે. તદ્દ ઉપરાંત આપણા આયુર્વેદમાં હળદરને સર્વ શ્રેષ્ટ ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે. જેનાથી શરીરમાં અનેક નાના મોટા રોગને દૂર કરી શકાય છે. એવી જ રીતે હળદર આપણા ફેફસા માટે પણ ઘણી ફાયદા કારક છે. જેમાં 1 ચમચી હળદર ગરમ પાણીમાં નાખી હલાવી લેવી અને સ્વાદ માટે તમેં સિધાલનું મીઠું નાખી શકો છો. અઠવાડિયામાં 2 વાર આ હળદરવાળા પાણીનું સેવન કરવાથી તમારા ફેફસા એકદમ સાફ થઈ જશે અને બધો કફ દૂર થઈ જશે.
👉 આદુંના ઉપાય દ્વારા :- આપણે આદુંને ચામાં નાખી અને તેનું સેવન કરતાં હોય છીએ. પરંતુ આદુંનો અન્ય ઉપાય કરી અને ફેફસાને પણ સ્વસ્થ રાખી શકાય છે. આ ઉપાય કરવા માટે મિક્સરમાં આદુંના કટકા નાખી અને ક્રશ કરી લેવું અને તેનો રસ અલગ ગાળી અને તેનું સેવન કરવું. જેનાથી બ્રૉંકાઈટિસની સમસ્યાથી બચી શકાય છે. ઉપરાંત ફેફસાની અન્ય નસો પણ શુદ્ધ થાય છે.
👉 ફુદીનાના ઉપાય દ્વારા :- ફૂદીનો આપણાં ફેફસાને સ્વસ્થ રાખે છે અને પાચન શક્તિને પણ પ્રબળ બનાવે છે. આ ફૂદીનાનો ઉપાય ખૂબ સરળ છે. જેમાં તમારે રોજ 3-4 ફૂદીનાના પાનનું સેવન 1 ગ્લાસ પાણી સાથે કરવું જેનાથી ફેફસામાં જામેલો કફ દૂર થાય છે અને પાચન શક્તિને પણ વધે છે. જેથી તમે એક ઉપાય દ્વારા પેટ અને ફેફસા બંનેની સમસ્યાથી બચી શકો છો.
👉 ગાજરના ઉપાય દ્વારા :- ગાજર આપણા શરીર માટે ખૂબ ગુણકારી સાબિત થાય છે. આપણા આયુર્વેદમાં ગાજરના ઘણા ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. જો તમે નિયમિત એક કપ ગાજરના જ્યુસનું સેવન કરો તો તમારા ફેફસા એકદમ સાફ રહેશે અને ગાજરમાં ભરપૂર માત્રામાં વિટામિન A રહેલું હોય છે. જેથી તમારી આંખો પણ સ્વસ્થ રહેશે અને નંબરની સમસ્યામાંથી છુટકારો મળશે.
👉 યોગ દ્વારા :- આપણા ઋષિ મુનિઓ યોગ દ્વારા ઘણા વર્ષો સુધી નીરોગી રહી અને તપસ્યા કરી શકતા હતા. મિત્રો આપણને એ વાત જાણીને ગર્વ થવું જોઈએ કે, યોગનું મૂળ ભારત છે. આપણા ગ્રંથોમાં બધા યોગ જણાવવામાં આવ્યા છે જે આખી દુનિયા અનુસરે છે. જેના કારણે 21 જૂનના દિવસે વિશ્વ યોગા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, યોગાસન કરી અને તમે ફેફસાને સ્વસ્થ રાખી શકો છો અને તેની સમસ્યાથી પણ બચી શકાય છે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.