ઘણા લોકોને પેટ બરાબર સાફ ન થવાના કારણે વારંવાર મળ ત્યાગ માટે જવું પડે છે. તેના માટે આપણે જ જવાબદાર છીએ. કબજિયાતની સમસ્યામાં ખાસ કરીને નિયમિત મળશુદ્ધિ થતી નથી. આ સમસ્યા નાની ગણીને તેનો કોઈ ઇલાજ કરાવતા હોતા નથી અને અંતે ગંભીર બીમારીનું સ્વરૂપ લઈ શકે છે. . તો ચાલો જાણીએ કબજિયાતની સમસ્યાને દૂર કરવાના ઘરેલુ ઉપાયો.
તમે નિયમિત નીચે જણાવ્યા મુજબ ઘીનું સેવન કરશો તો કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. સવારે ખાલી પેટે ઘીનું સેવન આંતરડામાં જામેલો મળ દૂર કરી નાખશે અને કબજિયાતનો પ્રોબ્લેમ ધીમેધીમે ઓછો થઈ જશે. આયુર્વેદ ઉપચાર મુજબ, કબજિયાતની સમસ્યામાં ઘી અને નવશેકુ પાણી એકસાથે પીવાથી પેટમાં રાહત મળે છે. આ બે વસ્તુઓનું એક સાથે સેવન કરવાથી કબજિયાત દૂર થઈ જાય છે. ખરેખર ઘી શરીરમાં ચીકાશ લાવે છે. જેના કારણે આંતરડામાં જમા થયેલો મળ સહેલાઈથી બહાર નીકળે અને કબજિયાત દૂર થાય છે.
ઘીનું સેવન કરવાની યોગ્ય રીત- તમે ગમે તે સમયે ઘી અને ગરમ પાણી પીશો તો તે ગુણ કરશે નહીં. એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી ઘી મિક્સ કરો. રોજ રાત્રે સૂતા પહેલા અથવા સવારે ખાલી પેટે પી શકો છો. પણ સવારે પીવાના ફાયદા વધારે છે. જો તમારે જૂની કબજિયાતની સમસ્યા દૂર કરવી હોય તો આ રીતે નવશેકું ગરમ પાણી અને ઘીનું સેવન કરવું.
આ પાણી નિયમિત પીવાથી કબજિયાતની સમસ્યાથી છુટકારો મળશે. ઘી પેટની બધી ગંદકી બહાર કાઢશે. સાથે વધારાના ઝેરી બેક્ટેરિયા પણ શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. ઘીના સેવનથી પેટને લગતી સમસ્યા દૂર થઈ જશે. કોઈપણ પેટની બીમારી હશે તેને ઝડપથી દૂર કરવામાં રામબાણ ઇલાજ સાબિત થાય છે.
- ઘી અને નવશેકા પાણીના બેસ્ટ ઉપાયો – જે તમને ક્યારેય પેટની બીમારીઓ નહીં થવા દે.
-ઘી અને નવશેકું પાણી એકસાથે પીવાથી આંતરડાની પાચનક્રિયામાં સુધારો કરે છે. જેનાથી શરીરમાં ઘણો ફાયદો થાય છે. – ગરમ પાણીમાં ઘી મિક્સ કરીને પીવાથી ડાયાબિટીસના દર્દીને ઘણો લાભ થાય છે.
-જે લોકો વજન ઘટાડવા માગતા હોય તેમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. સવારે ખાલી પેટ આ પાણીનું સેવન કરશો તો એક મહિનાની અંદર વજન ઘટવા લાગશે. આ રીતે નિયમિત પાણી પીવાથી કબજિયાતની સમસ્યામાંથી તમને છુટકારો મળશે. ઘી તમારા શરીરની ગંદકી દૂર કરી મળની પ્રક્રિયા સહેલી બનાવશે. જેથી કાયમ માટે તમારું પેટ સાફ રહેશે. જો ઘરેલુ ઉપચારથી કોઈ ફેર ન પડે તો ડૉક્ટરની મદદ લેવી.
-સ્કીનને લગતી કોઈપણ સમસ્યા હોય અને તમે આ પાણીનું સેવન કરશો તો સ્કીન સોફ્ટ અને ગ્લોઇંગવાળી બનશે. -આ પાણીથી મન અને મગજ બંને સારી રીતે શાંત રહે છે. તેથી તમને સારી ઉંઘ લાવવામાં પણ મદદ કરે છે.
-જે લોકો પાણીનું સેવન કરશે તેમના હાડકા પર સારી અસર પડશે. હાડકાં મજબૂત બને છે. જે લોકો નબળાં હાડકાં ધરાવે છે અથવા જેઓ ઘણી વાર હાડકાના દુખાવાની ફરિયાદ કરે છે. તે લોકોએ આ પાણી પીવું જોઈએ. ઘીમાં કેલ્શિયમની માત્રા સારી હોય છે. જે હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે.
ઘીમાં હાજર રહેલા પોષક તત્વો- ઘી શરીરને સારી રીતે સાફ કરવામાં મદદ કરે છે. કેલ્શિયમ, મિનરલ્સ, વિટામિન-એ, ડી, કે, તે ઉપરાંત એન્ટી ઓક્સીડેન્ટ, ફેટી એસિડ, બાયટ્રિક એસિડ. વગેરે હોવાના કારણે શરીર સ્વસ્થ રહે છે અને હાડકાં પણ મજબૂત બને છે.
ઘણા લોકોને શરીરમાં પાણી ઓછું થઈ જવાના કારણે પણ કબજિયાત થતી હોય છે. માટે સવારે નવશેકું પાણી રોજ પીવું જોઈએ. અને દિવસ દરમિયાન પણ બને ત્યાં સુધી વધારે પાણી પીવું જોઈએ. ફાસ્ટ ફૂડ, જંકફૂડ, વધારે પડતા કેફીન વાળા પદાર્થો પણ કબજિયાત કરે છે. તેના સેવનથી દૂર રહેવું જોઈએ.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.