ઘણી વાર હાડકાં ખૂબ જ નબળાં થઈ જતા હોય છે. અને તેને આપણે ઑસ્ટિયોપોરોસિસ કહીએ છીએ. આ કારણથી હાડકામાં ફ્રેક્ચર પણ થઈ શકે છે. ક્યારેક-ક્યારેક હાડકાં એટલા નબળા થઈ જાય છે કે પડવાને કારણે તેના તૂટવાનો પણ ડર રહે છે. આ રોગ થવાનું કારણ યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ ન લેવાથી અથવા તેની અમુક પછી ઉણપ થવા લાગતી હોય છે. તે ઉપરાંત અમુક પોષક તત્વોની ઉણપના કારણે હાડકામાં નબળાઈનું કારણ બની શકે છે.
આજકાલ મોટાભાગના લોકો શરીર દુખવાની કે હાડકાંના પ્રોબ્લેમની બૂમો પાડતા હોય છે. વૃદ્ધો કરતા સામાન્ય રીતે નાની ઉંમરના લોકોને પણ હાડકાં દુખવાની તકલીફ વધી રહી છે. જેનું મુખ્ય કારણ છે આપણી ખાણીપીણી, કસરત ન કરવી, સમય પ્રમાણે ડાયેટમાં બધી વસ્તુ સામેલ કરવી જોઈએ. જેથી તમારા હાડકાં કુદરતી રીતે મજબૂત બનશે અને હાડકાનું સંક્રમણ, બોન કેન્સર જેવી બીમારીઓથી બચી શકશો.
આ ખોરાક હાડકાંને બનાવશે મજબૂત- હાડકાને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે, ખોરાકની ખૂબ જ મહત્વની ભૂમિકા છે. તેને સ્વસ્થ રાખવા માટે, કેલ્શિયમ અને વિટામિન-ડીનું સેવન નિયમિત થવું જોઈએ. હાડકાં જેટલા વધુ ફ્લેક્સિબલ હશે, તમને ચાલવા-હરવા, ફરવામાં કોઈ તકલીફ નહીં પડે. તે શરીરને મજબૂત બનાવવા માટે કામ કરે છે. એવી ઘણી વસ્તુ છે, જેનું આપણે રોજ સેવન કરીને હાડકાં મજબૂત બનાવી શકીશું.
આટલી વસ્તુનું રોજ સેવન કરવું- પાલક- પાલક સ્ટ્રોંગ બોન્સ માટે સારો વિકલ્પ છે. જેમાં વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. જે હાડકાંના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે તેમાં હાજર ન્યૂટ્રીએન્ટ્સ માત્ર હાડકાનું સ્વાસ્થ્ય સુધારશે સાથે શરીર માટે પણ જરૂરી છે. શરીર મજબૂત ત્યારે જ બનશે જ્યારે હાડકા મજબૂત બનશે.
કેળા- કેળામાં પોટેશિયમ, કેલ્શિયમ, અને મેગ્નેશિયમ હોય છે. આ ત્રણેય પોષક તત્વો હાડકાંની મજબૂતી માટે ઘણા જરૂરી છે. તેને રોજ ખાવાથી તમારા હાડકાં મજબૂત થાય છે.
અનાનસ- અનાનસમાં મેન્ગેનીઝ હોય છે, જે ઑસ્ટિયોપોરોસિસને અટકાવામાં મદદ કરે છે. હકીકતમાં શરીરમાં મેન્ગેનીઝની ઉણપથી સાંધામાં દુખાવો અને હાડકાં નબળાં થઈ શકે છે. તે સિવાયમાં શરીરમાં બનતા એસિડ લેવલને કંટ્રોલ કરવાનું કામ આ ફળ કરે છે. એટલા માટે જમતા પહેલા એક નાની વાડકી બની શકે તો રોજ અનાનસ ખાવું જોઈએ. તમે નિયમિત અનાનસનો એક કપ જ્યૂસ પણ પી શકો છો. તેનાથી હાડકાંમાં મજબૂતાઈ આવશે.
નટ્સ-(અખરોટ, બદામ વગેરે) – બદામમાં ભરપૂર માત્રમાં પ્રોટીન, વિટામિન ઈ, ઓમેગા-3, ફાઈબર અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે. આ સિવાય તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ હોય છે. જે હાડકાં મજબૂત બનાવે છે. બદામ શરીરનું મેટાબોલિઝમ વધારે છે. અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે.
એવી રીતે અખરોટમાં પણ પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, જેવા અનેક વિટામિન્સ રહેલા છે. અખરોટ મગજ માટે ફાયદાકારક છે. તે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. સાથે પાચનમાં પણ સુધારો કરે છે. તમારા જો હાડકાં નબળાં હોય તો રોજ અખરોટનું સેવન કરવું જોઈએ.
પપૈયું- પપૈયું ખાવાથી કબજિયાતનો પ્રોબ્લેમ હલ થાય છે. ડાઇજેસ્ટ સિસ્ટમ સુધારવાનું કામ કરે છે. તેવી જ રીતે તેમાં કેલ્શિયમ રહેલું હોવાથી તમે નિયમિત ખાશો તો હાડકાં મજબૂત બનશે. પરંતુ રોજ એક કે બે ચીરી પપૈયું ખાવું જોઈએ. વધારે પડતું સેવન નુકશાનકારક સાબિત થઈ શકે છે.
આ વસ્તુ સિવાય પણ તલનું સેવન જરૂરી- જો તમે આહારમાં તલ ખાવાનું શરૂ કરશો તો ઑસ્ટિયોપોરોસિસની તકલીફ ક્યારેય નહીં થાય. તલના બી હકીકતમાં કેલ્શિયમથી ભરપૂર હોય છે. હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમે દરરોજ એક મુઠ્ઠી શેકેલા સફેદ તલનું સેવન કરી શકો છો. અથવા ગરમ દૂધમાં નાખીને પણ પી શકો છો.
રાગી- રાગીનો લોટ ડાયેટ કરતાં હોય તેના માટે બેસ્ટ માનવામાં આવે છે. રાગી કેલ્શિયમથી ભરપૂર હોવાથી તે ઘઉંના લોટમાં મિક્સ કરી રોટલી બનાવી શકો છો. જો તમને પસંદ હોય તો બાકી તેના પુડલા, ભાખરી, કેક, ચીલ્લા વગેરે અવનવી વાનગી બનાવી શકાય છે. જે તમારા હડકાં મજબૂત બનાવશે.
સૌથી બેસ્ટ દૂધ- દૂધને સૂપરફૂડ પણ કહેવામાં આવે છે. તે કેલ્શિયમથી ભરેલું હોવાથી હાડકાંને સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. જો તમને દૂધ એકલું જ પીવું પસંદ હોય તો નાસ્તામાં દૂધને સ્મૂધીમાં મિક્સ કરોને, ઓટ્સની સાથે પી શકાય છે. જો તમારે કેલ્શિયમની જરૂર હોય તો એક ત્રિત્ર્યાંશ ભાગ તેમાંથી મળી રહેશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.