🥤છાસમાં અનેક ગુણ સમાયેલા છે. આથી આપણે છાસને એક હેલ્થ ટોનિક કહીએ તો પણ ખોટું નથી. છાસ પીવી આપણને ખાસ તો ઉનાળાની ગરમીમાં વિશેષ પસંદ છે. તેનાથી આપણને એક પ્રકારની ઠંડક મળે છે. હેલ્થ માટે તો છાસ બેસ્ટ છે જ. આપણે ત્યાં આદિ કાળથી એક પરંપરા ચાલી આવે છે. કે જમીને છાસ પીવી. કદાચ એની પાછળનું કારણ પણ આપણી સહદની સાથે જ સંકળાયેલું હશે.
🥤છાસમાં રહેલા ગુણોની જો વાત કરીએ તો તે ખુબજ પૌષ્ટિક છે. પચવામાં હળવી. છાસમાં ચારબીનું પ્રમાણ તો બિલકુલ છે જ નહીં. આથી જે લોકોને શરીરનો વજન ઓછો કરવો છે. તેના માટે બેસ્ટ છે. આમ તે આપણા શરીરને સુંદર સુડોળ બનાવવામાં મદદ રૂપ થાય છે. છાસમાં કેલ્શ્યમનું પ્રમાણ વિશેષ હોવાથી હાડકાઓને મજબૂત બનાવે છે.આમ છાસના અનેક ફાયદાઓ છે.
🥤આપણા ત્યાં મોટા ભાગના ઘરોમા જમવાની સાથે કે જમીને પછી છાસ પીવાની પ્રથા છે. છાસ પાચનની દ્રષ્ટિએ હળવી છે. તે જલ્દીથી પચે છે. આમ જોઈએ તો છાસ પણ દૂધની જ એક બનાવટ છે. પરંતુ છાસ દૂધની તમામ પ્રોડકટોમા ઉત્તમ છે. તેમા સવિશેષ ગુણો સમાયેલા છે. આથી આપણે જમીને છાસ પીવાની જે પરંપરા છે. તેને તોડવી ના જોઈએ. એ પરંપરાને તો અનુસરીએ પણ તેના ફાયદાઓ પણ આપણે જાણતા હોવા જોઈએ. તો ચાલો આજે આપણે છાસમા રાહુલા ગુણોને જોઈએ.
🥤મિત્રો,જો આપણે છાસના ગુણોનો પૂરો લાભ ઉઠાવવો છે. તો એક વાત પર ખાસ ધ્યાન આપવું જોઈએ. અને તે છે તેની બનાવટ. આજે પણ ગામડા ઓમાં તે જ ઢબથી છાસ બનાવવામાં આવે છે. અને છાસ બન્યા બાદ તેમાંથી માખણ ઉતારવામાં આવે છે. આ બનાવટથી તૈયાર થયેલી છાસમાં તમામ પોષક તત્વો સમાયેલા હોય છે. જે આપણા માટે લાભ કારી છે.
🥤આપણે જાણીએ છીએ કે દૂધમાંથી અનેક વસ્તુ બને છે. જેમ કે દહી, માખણ, ઘી. પરંતુ એ બધા જ પદાર્થોમાં સૌથી ઉત્તમ છાસને ગણાય છે. ઘી કે માખણ જેવા પદાર્થ આપણા માટે નુકશાન કારક છે. કેમકે આનાથી શરીરમાં ચરબી વધે છે. અને મેદસ્વિતાના કારણે ઘણી તકલીફો થઈ શકે છે. પરંતુ છાસ તો અનેક રીતે લાભકારી છે. આપણા ભોજનમાં અનેક એવા પદાર્થો લેવાય છે. કે ધીરે-ધીરે આપણું શરીર મેદસ્વી બનતું જાય છે.
🥤શરીરની સ્થૂળતાને ઘટાડીને ફરી સુંદર અને સુડોળ બનવવા માટે છાસનો સમાવેશ તમારા ભોજનમાં કરીલો. જેનાથી ચરબી આપમેળે જ ધીરે-ધીરે ઘટવા લાગશે. ચરબી ઘટવાના કારણે અનેક બીમારીઓ પણ તમારી નજીક નહીં આવે. ચરબીને ઘટાડવા માટે જો છાસમાં કાળા મરીનો પાઉડર ઉમેરવામાં આવે તો સૌથી બેસ્ટ છે.
🥤મહિલાઓએ મોનોપોઝના સમયમાં પોતાના ભોજનમાં આ છાસનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ. છાસમાં કેલ્શ્યમનું પ્રમાણ ભરપૂર હોવાના લીધે તે ઉણપ દૂર થાય છે. આ પીરીયડમાં તેઓને બીજી પણ ઘણી શારીરિક તકલીફોનો સામનો કરવો પડે છે. જેમ કે કમરનો દુખાવો, સાંધાનો દુખાવો. આવી તકલીફોનો સામનો કરવા માટે પોષક તત્વોની જરૂર પડે અને આ તમામ પોષક તત્વો છાસમાં સમાયેલા છે. આથી તેવો માટે છાસ પીવી ઉત્તમ વિકલ્પ છે.
🥤ભોજનમાં જો છાસનો સમાવેશ કરી દેવામાં આવે તો પાચનને લગતા અનેક પ્રશ્નો સોલ થઈ જાય છે. છાસમા રહેલા ગુણોથી પાચન તંત્ર સારી રીતે કાર્યા કરી શકે છે. જો ભોજનમા છાસનો પણ સમાવેશ હશે તો વધારે જમાશે પણ નહીં. અને એનાથી ઘણા ફાયદા થશે.પેટને લગલી તકલીફ તો ક્યારેય નહીં થાય. પેટનું સીધુંજ કનેક્શન આપણા સ્વાસ્થયની સાથે જોડાયેલું છે. આથી તમારા ચહેરાની સુંદરતા પણ વધી જશે. આમ ભોજનમાં છાસ લેવાના ઘણા ફાયદા છે.
🥤ઘણા લોકોની પાચન શક્તિ ખુબ જ નબળી હોય છે. તેઓ ને કંઈ પણ ખાય તે પચાવવામા ઘણી તકલીફ પડતી હોય છે. વારંવાર પેટ દર્દ થાય છે. તો આવા લોકોને માટે એક અક્સીર ઈલાજ છે. તેમણે છાસમાં શેકેલું જીરું, કળા મરી, તેમજ સિંધાલુ મીઠું આ ત્રણેયને પીસીને પાઉડર બનાવી લો. આ પાઉડરને છાસમાં ઉમેરી પીવાથી પાચન શક્તિમા વધારો થાય છે.
🥤રસોઈ બનાવતી વખતે ઘણી વખત દાજી જવાય છે. તો આના માટે પણ છાસ આપણને ઉપયોગી બને છે. છાસમાં ઠંડકનો ગુણ સમાયેલો છે. અને દાજયા પર લગાવવાથી ઘણી ઠંડક મળે છે. આમ જો આપણે છાસના ફાઇદાઓ જાણતા હોઈએ તો આપણે તેનો લાભ ઉઠાવી શકીએ. ખરુને મિત્રો.
🥤આ છાસ આપણને ખૂબસુરતી પણ આપે છે. જો તમારા ચેહરા પર આકાળે જ કરચલીઓ પડવા લાગી હોય તો તમે છાસથી દિવસમાં એકવાર ચેહરો ધોવો થોડા જ સમયમાં તે પ્રોબ્લેમ દૂર થશે. છાસથી જો વાળ ધોવામાં આવે તો વાળ ખરવાનો પ્રશ્ન હલ થે છે. આમ, અનેક સમસ્યાનું સમાધાન છાસમા સમાયેલું છે.
🥤ઉનાળાની ધોમ ધગતી ગરમીમાં ‘લૂ’ થી પણ બચાવે છે. આંખોની બળતરા થતી હોય તો પણ છાસ પીવી ઉત્તમ ઉપાય છે. ઉનાળામાં ગરમીના લીધે અન્ય કોઈ શારીરિક તકલીફથી પણ છાસ આપણને બચાવે છે. ઉનાળાના દિવસોમા ભોજનમાં છાસનો સમાવેશ તો હોવોજ જોઈએ.
🥤છાસમા બાયોએક્ટિવ પ્રોટીન સમાયેલું હોય છે. જેનાથી કોલેસ્ટ્રોલ ઘટે છે. નિયમિત છાસનું સેવન કારવાથી કેન્સર થવાની ભીતિ પણ રહેતી નથી. બ્લડપ્રેશર જેવી તકલીફ વાળા લોકોને છાસનું સેવન હરરોજ કરવું જોઈએ. કમળા જેવા રોગમાં પણ આ છાસ ઘણી ફાયદા કારક સબીત થાય છે.
🥤છાસમા કેલ્શ્યમનું પ્રમાણ સવિશેષ હોવાથી છાસનું સેવન હાડકાને મજબૂત બનાવે છે. જેનાથી સાંધાના દુખાવાની તકલીફ થવાની સંભાવના રહેતી નથી. આમ,છાસનું સેવન કરીને અનેક ફાયદાનો લાભ ઉઠાવી શકાય છે. છાસમાં વિટામીન્સ અને પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. જેથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધી જાય છે.
🥤છાસને તમે સવારના કે બપોરના ભોજનમાં લઈ શકો છો. આ બંને સમયમાં છાસ પીવાથી છાસના તમામ ગુણોનો લાભ આપણને મળે છે. બસ તમારે એક જ વાત પર ધ્યાન રાખવું કે છાસનું સેવન રાત્રિના સમયે ક્યારેય ના કરવું. આમ, છાસ ગુણોનો ભંડાર છે તેવું કહેવામાં કાંઈ ખોટું નથી.
🥤મિત્રો, હવે કહો કે છાસમા જો આટલા ગુણો સમાયેલા હોય તો શા માટે આપણે તેનો લાભ ના ઉઠાવીએ. તો આજથી જ ભોજનમા છાસનો સમાવેશ કરીએ કદાચ કોઈ અન્ય ચીજ ભોજનમાં લેવાની રહી જાય તો ચલાવી લેવાનું. પણ છાસ તો પીવાની જ.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.