રાત્રે પણ મોડા સુધી જાગવું, નાઈટ પાર્ટી કરવી, ડ્રિંક કરવું, મિત્રો સાથે બેસીને ગપ્પા મારી છૂટા પડતી વખતે લેટ નાસ્તા કરવા, વધારે પડતો કામનો લોડ લેવો, શહેરમાં વધતું જતું પ્રદૂષણ વગેરે જેવા કારણોને લીધે તમારું શરીર ખરાબ થાય છે. તેની સીધી અસર તમારી જીવનશૈલી પર પડતી હોય છે. થોડો સમય તમને આ બધું સારું લાગે છે, પરંતુ ધીમેધીમે અંદરથી તમારું શરીર ખરાબ થતું જાય છે. જેની પહેલી નિશાની હોય છે ગેસ, અપચો, એસિડિટી, કબજિયાત જેવી સમસ્યાનું ઘર બનવા લાગવું.
જો તમને આ બધા કારણોને લીધે પેટને લગતી સમસ્યા થઈ રહી છે તો તમે ઘરે જ તેનો ઉપચાર કરી શકો છો, કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. આ ઉપચાર થશે વરીયાળીથી, તો, આવો જાણીએ વરીયાળીથી પેટની કઈ કઈ સમસ્યાતો દુર થશે, અને વરીયાળીથી બીજા કેટલા ફાયદાઓ થશે.
- પાચનતંત્ર માટે સંજીવની છે વરિયાળી-
વરિયાળી કોઈપણ માણસના પાચનતંત્રની શક્તિને મજબૂત બનાવવા મદદ કરે છે. જમ્યા પછી રોજ તમે વરિયાળીનું સેવન કરશો તો તમને ગેસની તકલીફ થતી હોય તો ઓછી થઈ જશે. કારણ કે વરિયાળી પાચનતંત્રને ઝડપી બનાવે છે. આથી જે લોકોને અવારનવાર ગેસ થતો હોય તેમના માટે ફાયદાકારક સાબિત થાય છે. જો તમે નિયમિત રીતે બે ગ્લાસ ઠંડું દૂધ અને એક ગ્લાસ પાણી સાથે બે ચમચી ચૂર્ણ, એક ચમચી એલચી પાઉડર સાથે મરી પાઉડરનું સેવન કરવાથી પેટને રાહત મળે છે.
તમે વરિયાળીની ચા પણ પી શકો છો. વરિયાળીમાં પાચનતંત્રને સુધારનાર પોષકતત્વ રહેલા છે ખોરાકને પચાવવામાં મદદરૂપ સાબિત થાય છે. વરિયાળીની ચા બનાવવા ઉકળતા પાણીમાં 1 કપ 1-1/2 ચમચી વરિયાળી પાઉડર મિક્સ કરી થોડી વાર ઉકળવા દો. જેનાથી તમારા પાચનતંત્રમાં સુધારો આવશે અને શરીરમાં મૂત્રપિંડને લગતી સમસ્યા પણ દૂર થશે.
- અપચો, ગેસ, કબજિયાત દૂર કરે-
પેટમાં દુખાવો, અપચો, ગેસ, કબજિયાત દૂર કરવા માટે વરિયાળીનું સેવન જરૂરી છે. વરિયાળી પેટ સંબંધિત ઘણા બધા રોગોને દૂર કરે છે અને પેટને ઝડપથી આરામ આપે છે. ઔષધી તરીકે કામ કરે છે વરિયાળી. વરિયાળીને એક ઉત્તમ ઔષધ માનવામાં આવે છે. એસિડિટી થતી હોય તેના માટે ખૂબ ફાયદાકારક છે. કેમ કે પેટમાંના એસિડીક તત્વને નિયમિત બનાવે છે. જેનાથી એસિડિટીમાં તીવ્ર ઘટાડો કરે છે.
કબજિયાતના વ્યક્તિ માટે પણ વરદાનરૂપ છે વરિયાળીનું સેવન. તેમાં રહેલા રેશા મળને નરમ કરે છે અને કબજિયાતની સમસ્યામાંથી તમને હંમેશાં માટે છુટકારો અપાવે છે. વરિયાળીને મીઠી જડ્ડીબુટ્ટી પણ માનવામાં આવે છે. જેમાં શરીરમાં વાત અને કફનું સારી રીતે સંતુલિત જાળવી રાખે છે.
કફ કરે છે દૂર- શિયાળાની ઋતુમાં નાના બાળક હોય કે મોટા વ્યક્તિ તેમને અવારનવાર કફ થઈ જતો હોય છે. જેના કારણે શરદી અને ઉધરસ મટતા હોતા નથી. તેના માટે રામબાણ ઈલાજ છે વરિયાળી. કફ થવા પર એક ગ્લાસ પાણીને ગરમ કરી તેમાં બે ચમચી જેટલી વરિયાળી નાખી થોડી વાળ ઉકળવા દો. બરાબર ઉકળી જાય એટલે તેને બંધ કરી ગાળી લો. ઠંડું થવા પર તેનું સેવન કરો. તે તમને કફની સાથે સાથે ઉધરસ મટાડવામાં મદદ કરશે.
વજન ઘટાડવા માટે મદદરૂપ- વરિયાળીમાં એવા તત્વો રહેલા છે જે ભૂખ ઓછી કરે છે અને જેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું હોય તેવું લાગ્યા કરે છે. જેના કારણે વધારાનો ખોરાક આપણે ખાતા નથી હોતા. તાજી વરિયાળીના બી કુદરતી ચરબીનો નાશ કરવામાં કામ કરે છે. તે વજનને અસ્થાયી રાખી શકે છે. આથી જો તમે વજન ઘટાડવા માગતા હોવ તો વરિયાળી શકી તેનો પાઉડર બનાવો.
આ પાઉડરને દિવસમાં બે વાર ગરમ પાણીમાં નાખી તેનું સેવન કરો. આમ કરવાથી તમારું વજન ઘટવા લાગશે. બીજું કે વરિયાળી મેટાબોલિઝમ ક્રિયા વધારે છે અને ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. જેનાથી તમારું વજન ઘટશે. આયુર્વેદમાં પણ કહ્યું છે કે ધાતુઓની અગ્નને વધારે છે, જેના કારણે ધાતુઓ સામાન્ય રહે છે અને વધારાની ચરબી બળવા લાગે છે.
આંખો માટે ફાયદાકારક- વરિયાળીમાં આંખની સમસ્યા દૂર કરવાના લક્ષણો જોવા મળે છે. તેમાં એવા ગુણધર્મો રહેલા છે જે દબાણ ઘટાડે છે અને રક્ત વાહિનીઓનું વિસ્તરણ વધારવામાં મદદ કરે છે. જેના લીધે તમને નાની ઉંમરમાં મોતિયા આવવાનું જોખમ ઓછું રહે છે.
મોંઢામાંથી આવતી દુર્ગંધ દૂર કરે- વરિયાળીમાં સૌથી મોટો ગુણ રહેલો છે મોંમાંથી આવતી ગંદી સ્મેલ દૂર કરે છે. ભોજન કર્યા બાદ અથવા કંઈ જમ્યા હોવ તો અન્ય વ્યક્તિ સાથે વાત કરતી વખતે મોઢામાંથી ખરાબ સ્મેલ આવે છે. તો તમે વરિયાળી ખાવ. જેનાથી તે દુર્ગંધ દૂર થશે.
વરિયાળીમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણ હોય છે જે ખરાબ શ્વાસ સામે લડવામાં મદદ કરે છે. જે ખરાબ શ્વાસનું કારણ બને છે. જો તમે વરિયાળીના દાણા ખાઈ શકતા નથી તો તેની ચા પણ પી શકો છો. આમ કરવાથી મોઢામાંથી દુર્ગંધ દૂર થઈ જશે.
આ રીતે આપણા શરીરમાં સારા અને ખરાબ બંને પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે. જે પાચનશક્તિ નબળી થવાનું સૌથી મોટું કારણ હોય છે, પેટમાં સારા બેક્ટેરિયાની અછતના કારણે આંતરડામાં ભોજનને પચાવવા વાળા પાચકરસની અછત ઉભી થાય છે. જેના લીધે ભોજન સારી રીતે પચી શકતું નથી અને જમ્યા પછી પેટ ફૂલવું, અપચો, એસિડિટી, કબજિયાત જેવી સમસ્યા થાય છે. જે વરિયાળીના સેવનથી દૂર થશે. આ બધી સમસ્યામાંથી તમે ઝડપથી છુટકારો મળશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.