સામાન્ય નથી હોતી આ પ્રકારની ધ્રૂજારી કે ખાલી ચડવી- કોઈ જગ્યા પર બેઠા હોઈએ અને આજુબાજુ ખસવાની પણ જગ્યા ન મળે ત્યારે અમુક સમય સુધી એકની એક પોઝિશનમાં બેસી રહેવાને કારણે પણ શરીરના કોઈ પણ એક અંગમાં ખાલી ચઢી જતી હોય છે. જેના કારણે આપણું એ અંગ છે કે નહીં તેવો અનુભવ થવા લાગે છે. ઘણી વખત ઉંઘમાં આપણે એક બાજુ સૂઈ જઈએ ત્યારે હાથ પર, ખભા પર, પગમાં ખાલી ચઢી જતી હોય છે. ત્યારે આપણે અચાનક જાગી જઈએ છીએ. અને થોડો સમય એમ જ બેસી રહેવાથી સારું પણ થઈ જતું હોય છે. કોઈ વાર ત્યાં આપણને દુખાવો થાય ત્યારે માલિશ કરવી જેથી ધ્રૂજારી બંધ થઈ જાય છે. તેના પણ કેટલાક કારણો છે તે જાણીએ.
લોહીની કમી- આ ધ્રૂજારી તમારી શરીરમાં લોહીની કમી હોવાના કારણે થતી હોય છે. અથવા લોહીનું પરિભ્રમણ જો તમારા શરીરમાં સારી રીતે ન થઈ રહ્યું હોય તો પણ આ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. જેના લીધે ઓક્સિજન અમુક સમયે બોડી પાર્ટમાં બરાબર પહોંચતું હોતું નથી. અને ખાલી કે ધ્રૂજારી ચઢે છે.
નસની તકલીફ- ઘણી વખત નસ સાથે જોડાયેલી કોઈ પ્રકારની તકલીફ હોય તો પણ શરીરમાં આ સમસ્યા જોવા મળે છે. જેને નસની તકલીફ હોય તેમણે હાથ-પગની આંગળીઓ અને સાંધામાં ખાલી ચડવા લાગે છે. કોઈ કોઈ વાર તો અસહ્ય દુખાવો પણ થતો હોય છે. ઘણાને જાણે તે જગ્યા પર કોઈ સોય મારતું હોય તેવું પણ લાગ્યા કરે છે.
ખાલી આંગળીમાં આવતી ધ્રૂજારી- કોઈ વાર વ્યક્તિને હાથ પગના કાંડા કે હાથની આંગળીઓના જે ભાગ હોય છે. તેમાં ઘણા સમય સુધી ખાલી ચઢેલી રહ્યા કરે છે કાં તો તેટલો ભાગ નિર્જીવ એટલે કે બેજાન બની જતો હોય તેમ લાગે છે. તો આ નિશાની કાર્પલ ટનલ સિન્ડ્રોમની હોય છે. જેના લીધે કાંડાના વચ્ચેના ભાગમાં જે નસ હોય તે ખભા સુધી પહોંચે છે, અને તે નસમાં દબાણ આવવાને કારણે આંગળીઓમાં ધ્રૂજારી ઉત્પન્ન થાય છે.
ગર્ભવતી- કેટલીક વાર સ્ત્રી પ્રેગનન્ટ થાય ત્યારે પગમાં ધ્રૂજારી થતી હોય છે. આપણે તેને એવી હેડ સમજતા હોઈએ છીએ, પરંતુ હકીકતમાં જે સ્ત્રીના પગના તળિયા એક દમ સપાટ એટલે કે સીધા હોય તેમને આ તકલીફ થતી હોય છે. કારણ કે નસ દબાવાના કારણે પગમાં ધ્રૂજારી થતી હોય છે.
વધારે આલ્કોહોલ- જે લોકો વધારે પડતું શરાબનું સેવન કરતા હોય છે તેમને ખાસ કરીને હાથ-પગમાં ધ્રૂજારી થવા લાગે છે. કેમ કે શરાબ શરીરની અમુક કોશિકાઓને નુકસાન પહોંચાડે છે, છેવટે ધ્રૂજારી થાય છે.
આ નસ દબાય- ઘણી વખત શરીરના કોઈ ભાગમાં વાગ્યુ હોય અથવા બેસવાની ખોટી રીત હોવાથી ધ્રૂજારી કે ખાલી ચઢે છે. પરંતુ જો કમર, ગળામાં નસ દબાતી હોય તો પગમાં ધ્રૂજારી સતત રહ્યા કરે છે. ઘણી વખત કરોડરજ્જુની આજુબાજુ નસ ખરાબ થઈ જવાના કારણે પણ આ તકલીફ થતી હોય છે. અમુક સમય પછી સર્વાઈકલની સમસ્યા શરૂ થાય છે તેમ કહેવાય.
આ કારણોને લીધે થાય છે અંગમાં ધ્રૂજારી-
થાઈરોઈડ- જ્યારે પણ થાઈરોઈડ થાય ત્યારે આપણી ગળાની થાઈરોઈડ ગ્રંથિમાં કંઈક ગડબડ થવા લાગતી હોય છે. અને થાઈરોઈડ થવા પાછળનું કારણ વધારે પડતું આથા વાળી વસ્તુ ખાવાના કારણે થતી હોય છે. ગળાની આ ગ્રંથિમાં જેવી તકલીફ થાય કે શરીરના હાથ પગમાં ખાલી ચડવા લાગતી હોય છે. તો તમારી શરીરની તપાસ જરૂર કરાવવી જોઈએ.
ડાયાબિટીસ- જે વ્યક્તિને ડાયાબિટીસ હોય તેને પણ અમુક સમયે હાથ-પગમાં ધ્રૂજારી થતી હોય છે. જે વ્યક્તિને ઘણા સમયથી ડાયાબિટીસ હોય તેમને ખ્યાલ આવી જતો હોય છે કે શુગર લેવલ ઓછું થવા લાગ્યું છે. અને તે લોકો તરત કંઈક નાસ્તો કે ગળપણ વાળી વસ્તુ ખાઈ લેતા હોય છે. સમય મળે ત્યારે તેમણે શુગર લેવલ પણ ચેક કરાવવું જોઈએ. સમયસર દવા અને ખાવાપીવામાં ખાસ ધ્યાન રાખવું.
વિટામિનની કમી- જો વ્યક્તિને બંને હાથમાં ખાલી ચઢી જતી હોય તે તેના શરીરમાં વિટામિન બી-12ની ઉણપ હોઈ શકે છે. શરૂઆતમાં માત્ર હાથમાં ખાલી કે ધ્રૂજારી થાય છે થોડા સમય પછી પગમાં પણ શરૂ થઈ જતી હોય છે. તો ડૉક્ટરની પાસે જઈ દવા લેવી અથવા તે કેવી રીતે ઘરેલુ ઉપચારથી દૂર કરી શકાય તે જાણવું.
વધારે પડતું કોમ્પ્યૂટર પર વર્ક- જો તમે આખો દિવસ કોમ્પ્યૂટરની સ્ક્રીન સામે બેસી રહો છો અથવા તો સતત ટાઈપિંગ કર્યા કરતા હોવ તો પણ આંગળીની નસ દબાવાના કારણે હાથમાં ખાલી ચઢી જતી હોય છે. બીજું કે સતત મોબાઈલનું વળગણ પણ અત્યારના સમયમાં વધી ગયું છે. જેના કારણે પણ કાંડાની નસો દબાવા લાગતી હોય છે. અને હાથમાં ખાલી ચઢવા લાગે છે.
ખાલી ચડતી રોકવાના ઉપાય- જો તમને વારંવાર પગમાં કે હાથમાં ખાલી ચઢી જતી હોય તો હળદરવાળું દૂધ પીવું, જેથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થઈ શકે. આ દૂધમાં થોડું મધ મિક્સ કરશો તો વધારે સારું રહેશે. તમે જૈતુન અને સરગવાના તેલને ગરમ કરી હાથ-પગ પર માલિશ કરી શકો છો. જેથી તેમાં રાહત મળશે.
હૂંફાળા પાણીમાં હાથ-પગ પલાળવાથી પણ વારંવાર ખાલી ચઢવાનો પ્રોબ્લેમ દૂર થાય છે. મેગ્નેશિયમવાળો ખોરાક ખાવો જોઈએ, જેથી તમને તકલીફ દૂર થઈ જાય. જેમ કે કાજુ, મગફળી, ડાર્ક ચોકલેટ, પાલક, કેળા વગેરેનો સમાવેશ કરી શકો છો.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.