🍍 અનાનસનો જ્યૂસ વિટામિન-સી અને બી-1નો એક સારો સ્ત્રોત છે. વિટામિન-બી-1 બ્લડશુગરને ઉર્જામાં રૂપાંતરિત કરવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ જ્યૂસના સેવનથી શરીરમાં જે વધારાનું પાણી બને તેમાં ઘટાડો થાય છે. સાથે શરીરમાં પાણીનું એક તંદુરસ્ત સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે. પરિણામે તમે વજન ઘટાડવા માગો છો તો જરૂર ઘટશે. સ્વાદમાં ખાટું-મીઠું લાગતું આ ફળ લોકોનું ખૂબ જ ફેવરિટ હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેમાં ફેટી એસિડની માત્રા નહિવત્ હોય છે.
🍍 પાઇનેપલમાં આ રીતે કરો ડાયેટ ફોલો- 🍍 જો તમે પાઈનેપલ દ્વારા શરીરનું વજન ઓછું કરવા માગો છો તો અન્ય ખાદ્ય પદાર્થ સાથે પાઇનેપલને સામેલ કરી શકો છો. નાસ્તાથી માંડીને જમવામાં પાઇનેપલને સામેલ કરી શકો છો. વધુ અનાનસ ખાવ, વધુ પાણી પીવું, રોજ રાત્રે 3 કલાક પહેલા જમી લેવું.
🍍 નાસ્તામાં– એક વાટકી લો ફેટ દહીં તેમાં 100 ગ્રામ જેટલું પાઇનેપલ મિક્સ કરી ખાવું. સાથે ફાસ્ટ ફૂડ જેવી વસ્તુઓ ના ખાવી અને જો બની શકે તો બીજા હેલ્દી સલાડ સાથે ખાઈ શકાય. 🍍 બપોરે જમવામાં– કોઈપણ શાકનો સૂપ 🍲 તમે બનાવી શકો છો, સાથે 100 ગ્રામ અનાનસ અને પૌષ્ટિક કઠોળ.🍍 રાત્રે જમવામાં– પાઈનેપલ સલાડ, 🥗 થોડા કઠોળનું સલાડ, અથવા પાઇનેપલ અને 100 ગ્રામ બ્રાઉન રાઇસ લઇ શકો છો. (રાત્રે આ ભોજન 6-7 વાગ્યે 🕡 જ ખાઈ લેવું.) બહુ મોડું ના ખાવું નહીંતો નુકશાન થઈ શકે છે. પાઈનેપલ ના નુકશાન નીચે મુજબ છે તે જાણો.
🍍🥵અનાનસથી થતું નુકસાન- ઘણી વખત ડાયેટમાં અનાનસની શરૂઆત કરો એટલે તમને કોઈ વાર મોઢા કે ગાલ પર સોજા આવી જાય એવું પણ બની શકે છે. પ્રોપર હાઈડ્રેશન વગર તમને એસીડિટી પણ થઈ શકે છે. કેટલાક લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય છે તો ખાસ ધ્યાન રાખવું જોઈએ. માટે જો તમે પણ પાઇનેપલ દ્વારા વજન ઉતારવા માગતા હોવ તો પહેલા કોઈ નિષ્ણાંતની સલાહ જરૂર લેવી જોઈએ. 👩⚕️
- 🍍 પાઇનેપલ ખાટી વખતે આ નીચેની વાતો ખાસ યાદ રાખો. 👩🏫✏️
🍍 ઇટાલીની એક યુનિવર્સિટીમાં સંશોધન થયું છે કે પાઇનેપલમાં વિટામિન્સ અને મિનરલ્સનો જથ્થો હોય છે. આ શક્તિવર્ધક ફળ ગણાય છે. 100 ગ્રામ પાઈનેપલમાં 13 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 10 ગ્રામ શુગર, 47 મિલિગ્રામ વિટામિન-સી, 13 મિલિગ્રામ કેલ્શિયમ, 12 મિલિગ્રામ મેગ્નેશિયમ, 109 મિલિગ્રામ પોટેશિયમ જેવા પદાર્થો રહેલા છે. તેમાં ફેટી માત્રા 0.12 ગ્રામ હોય છે. જેથી તમે રોજ પાઇનેપલનું સેવન કરશો તો પણ ઘણો ફાયદો થશે.
🍍 જે લોકો વજન ઉતારવા માગતા હોય તો તેમને પાઇનેપલનું સેવન કરવું જરૂર કરવું જોઈએ. કેમ કે અનાનસમાં એન્જાઇમ અને ફાઈટોન્યુટ્રીએટસ પ્રોપર ડાયેટ માટે સારું રહે છે. જે પાચન સંબંધીને પણ સારી બનાવે છે. જો તમે અનાનસનું સેવન શરૂ કરશો તો 5 દિવસમાં 2 કિલો પાઇનેપલ ખાવું જોઈએ. જેથી તમને ભૂખ લાગતી નથી. પાઈનેપલમાં પાણી, ડાયટ ફાઈબર અને બ્રોમેલેન રહેલું છે. જે પોષક તત્વો શરીરમાં બનાવામાં મદદ કરે છે. જે પેશાબનો ત્યાગ ધીમો બનાવે છે.
🍍 એક કપ જેટલા પાઇનેપલમાં 82 જેટલી કેલરી હોય છે. જે ઘણી પૌષ્ટિક હોય છે. સૌથી ઓછી કેલરી અનાનસમાં હોય છે. ખાસ કરીને પાઈનેપલમાં રસ હોવાના કારણે તેના સેવનથી ભૂખ લાગતી નથી. માટે તેનાથી પેટ ભરેલુ રહે છે. અને વજન ઘટવા લાગે છે.
🍍 અનાનસનું સેવન કરવાથી આંતરડાની સફાઈ નિયમિત રીતે થાય છે. એટલા માટે શરીરમાં રહેલો અપાચ્ય ખોરાક નિયમિત રીતે દૂર થઈ જાય છે. તેથી શરીરને ઉર્જા પ્રાપ્ત થાય છે. આ સિવાય પાઇનેપલમાં પેલેમાઇન નામનું તત્વ રહેલું હોય છે. તેમાં રહેલા તત્વોને કારણે શરીરને ક્યારેય પણ ઉર્જાની ઉણપનો અનુભવ થતો નથી. જે ભૂખ ઓછી લગાડે છે.
🫀 હાર્ટ એટેક- અનાનસની અંદર મળી આવતું એન્ટીઓક્સિડેન્ટ શરીરની અંદર રહેલા કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે. બીજું ખાસ તત્વ છે, જેનું નામ બ્રોમેલેન છે. જે પ્રોટીન એન્જાઇમનું મિશ્રણ હોય છે. તેથી આ એન્જાઇમ લોહીને પાતળું રાખવામાં મદદ કરે છે. જેના કારણે હૃદય રોગ, સ્ટ્રોક, કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે, હૃદયને લગતી બીમારી વગેરે થવાની સંભાવના નહિવત્ બનાવે છે.
🤷♂️ ફેટ ઘટાડે- મેટાબોલિઝમને તેજ બનાવવા માટે સેરોટોનીન હોર્મોન જરૂરી છે. જે વધારે પાઇનેપલના સેવનથી તમને મળી રહે છે. માટે જો તમે પાઇનેપલનું સેવન કરશો તો ફેટનો ઝડપથી ઘટાડો થવા લાગશે.
👁️ આંખો માટે ઉપયોગી- અનાનસની અંદર ભરપૂર માત્રામાં વિટામિન-એ હોય છે, જે તમારી આંખોને લગતી દરેક સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. જો દિવસમાં ત્રણ વખત ખાવામાં આવે તો આંખની રોશનીમાં વધારો થાય છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.