માખણ ખાવાથી કેટલા નુકસાન શરીરમાં થાય છે તે બધા લોકો વિચારતા હોય છે અને ડોકટરની પણ સલાહ માખણ નહીં ખાવાની મળતી હોય છે. માખણ નુકસાન કરે છે, પણ કંપનીમાં તૈયાર થતું માખણ. ગામડાની અંદર બનેલું માખણ શરીરમાં કેટલા ફાયદાઓ કરે છે તે તમે નહીં જાણતા હોય. ડોકટરની સલાહ પ્રમાણે માખણ ખાવું શરીર માટે નુકસાન કરે છે પણ આયુર્વેદ માખણ ખાવાની સલાહ આપે છે. માખણમાં મળી આવતા પોષકતત્વ બીજા કોઈ પણ ખોરાકમાં નથી મળતા. માખણને શરીરની અંદર પચવામાં સમય નથી લાગતો.
જે લોકોને બ્લડપ્રેશર ઘટવાની સમસ્યા રહે છે તેની માટે માખણ સૌથી શ્રેષ્ઠ ઈલાજ છે. પણ એક વાતનું ધ્યાન રાખવું કે, માખણ સ્ટોરમાથી ખરીદવાનું નથી તેને ઘરે જ બનાવીને તેનું સેવન કરવાનું છે. બજારમાં મળતું માખણ હંમેશા નુકસાન કરે છે. બ્લડપ્રેશર ઓછું થવાની સમસ્યા થોડા સમયમાં બહાર નીકળી જશે અને શરીર બિલકુલ નોર્મલ થઈ જશે.
માખણ લગભગ મહિલાઓને ઘરે બનાવતા આવડતું જ હશે. ઘરે બનાવવામાં આવતું દંહી તેમાથી બનેલું માખણ ખાવું જોઈએ. તે માખણને બપોરે જમવામાં પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી જમવામાં આવેલો ખોરાક પચવામાં મદદ મળશે. નબળી પડેલી પાચનશક્તિ પણ તેજ બનાવે છે.
- માખણ સાથે મીશ્રીનું કરો સેવન.
જે લોકોને પાચન સમય પર નથી થતું તેને માખણનું સેવન કરવૂ જોઈએ. આ વસ્તુને ડાઈટ કરવા માટે ઉપયોગ કરી શકો છો. ખાધેલું જલ્દીથી પચાવી આપે છે જેથી શરીરમાં વધારે ચરબી જમા થતાં અટકાવે છે. ભગવાન શ્રી કૃષ્ણને પણ માખણ અને મીશ્રી ખુબ જ પ્રિય હતા તે લગભગ બધાજ જાણતા હશે. તે નાનપણથી આ બંને વસ્તુનું સેવન કરતાં હતા. ઉપર જણાવ્યા મુજબ માખણ અને મીશ્રીથી BP ઘટવાની તકલીફમાં રાહત મળે છે. મિશ્રી એટલે ખાંડ નહી, પણ સાકર જેવો એક ગળ્યો પદાર્થ છે.
બાળકો માટે માખણ અને મીશ્રી વરદાન છે. તેનું સેવન નિયમિત થોડું થોડું બાળકને કરાવવું જોઈએ જેથી બાળક ભવિષ્યમાં ક્યારે બીમાર નહીં પડે અને નાની નાની બીમારી બાળકોથી કોસો દૂર રહે છે. યુવાનોને માખણ અને મીશ્રી સાથે અંદર થોડો મરી પાવડર મિક્સ કરીને સેવન કરવું જોઈએ. આ વસ્તુના સેવનથી ક્યારે પણ પેટની સમસ્યા નહીં થાય અને પેટ હંમેશા સાફ રહે છે. ધ્યાન રાખવું કે મીશ્રી ખાંડની બનેલી ના લેવી. મીશ્રી હંમેશા સાકરની બનેલી લેવી જોઈએ.
તેવી મીશ્રી ના મળે તો, માખણ સાથે દેસી ગોળ પણ ઉપયોગમાં લઈ શકો છો. તેનો ફાયદો પણ એક સરખો રહેલો છે. વિદેશી દવા પણ નથી કરી શક્તિ તે રોગને આ આયુર્વેદિક વસ્તુ સારો કરી આપશે. ઘટતું બ્લડપ્રેશર કંટ્રોલમાં લાવી તે રોગને હંમેશને માટે દૂર કરે છે. આ વસ્તુનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે. બાળકો, યુવાનો કે વૃદ્ધો બધાને આ વસ્તુનું સેવન કરવું જોઈએ. માખણ અને મીશ્રીના સેવનથી શરીર તંદુરસ્ત રહેશે.
આ હતા દેશી માખણના ઉપયોગ તમે પણ ઘરે માખણ બનાવીને તેનું સેવન કરી શકો છો. માખણ બનાવતા ના આવડે તો, આજે બધી જ વસ્તુ ઇન્ટરનેટ ઉપર શીખવા મળે છે. ઇન્ટરનેટ ઉપરથી માખણ બનાવવાની રેસેપી જાણી પછી ઘરે બનાવવાની ટ્રાય કરવી બજારમાં મળતું માખણ નુકસાન જ કરે છે.
તમે ડોકટરને કહેતા સાંભળ્યા છે કે, માખણનું સેવન નથી કરવાનું તેનું કારણ છે, જે માખણ વિષે તે જાણે છે તે ડેરી અને કંપનીમાં બનતું માખણ હોય છે જે નુકસાન કરતું હોય છે. તેથી તે માખણનું સેવન કરવાની ના પાડે છે. આમ પણ આયુર્વેદ દેસી માખણ ખાવાની સલાહ આપે જ છે. તેથી બાળકો, યુવાનો અને વૃદ્ધોએ દેસી માખણ અને મીશ્રીનું સેવન જરૂર કરવી.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.