મિત્રો આજના સમયની દરેક લોકોની એક ફરિયાદ છે કે તેમના વાળ ખરે છે, તૂટે છે, સફેદ થઇ જાય છે, ખોડો થાય, ખજવાળ આવે છે, અને ફાટી જાય છે. અને પોતાના વાળને સ્મૂથ અને મુલાયમ કરવા માટે તમે અનેક ઉપાયો કરો છો. તે છતાં પણ આ પરેશાનીથી છુટકારો મળતો નથી. અને તમને એક સવાલ કાયમ માટે સતાવે છે કે વાળ કેમ ખરે છે.
ઘણા લોકો પોતાના વાળને રેશમી, ચમકદાર, તેમજ મુલાયમ બનાવવા માટે ઘણા ઉપાયો કરે છે જેમ કે વાળમાં મહેંદી નાખે છે, કન્ડીશનલ કરે છે, વિવિધ શેમ્પુ વાપરે છે. હેર ટ્રીટમેન્ટ કરાવે છે, માલીશ કરે છે. તે છતાં પણ તમને જોઈએ તેવી ચમક વાળમાં નથી આવતી.
લોકો વિવિધ હેર પેકનો પણ ઉપયોગ કરે છે. ઘણા દેશી ઘરેલું નુસ્ખા અપનાવી હેરની કેયર કરી શકાય છે. પણ આજે અમે તમારી સામે એક એવા પેક વિશે વાત કરીશું જે તમને હેરની ટ્રીટમેન્ટ પણ કરશે અને વાળાને ચમક પણ પ્રદાન કરશે. પણ શરત એટલી છે કે, આ લેખમાં આપેલ દરેક પગલા ધ્યાનથી ફોલો કરવા પડશે.
આ પેકમાં તમારે માત્ર મહેંદી જ નથી ઉપયોગમાં લેવાની. પણ તેની સાથે એવી ચાર વસ્તુઓ એડ કરવાની છે જેનાથી તમારા સફેદ થતા વાળ કાળા થઇ જશે, ખરતા વાળ અટકી જશે, ખોડો દુર થઇ જશે, ખજવાળ ઓછી થઇ જશે. આમ આ પેક એ તમારી વાળને લગતી ઘણી સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
- મહેંદીનું હેર પેક બનાવવા માટેની જોઈતી સામગ્રી
બે થી ત્રણ ચમચી – હર્બલ મહેંદી, બે થી ત્રણ ચમચી – આંબળાનો પાઉડર, બે ચમચી – ભૃંગરાજ પાઉડર, બે ચમચી – શિકાકાઈ પાઉડર , એક ગ્લાસ – પાણી , બે થી ત્રણ ચમચી – ગુલમહોરના ફૂલનો પાઉડર – આટલી સામગ્રી તમારે હેર પેક બનાવવા માટે જોઇશે. ત્યાર બાદ આપણે આગળની પ્રોસેસ પર જઈએ.
- પેક બનાવવા માટેની રીત
સૌથી પહેલા તો એક લોખંડનું વાસણ લો. એટલે કે “લોખંડ લોયું” લઇ લો. લોખંડનું વાસણ એટલા માટે કારણ કે લોખંડના વાસણમાં મહેંદી નું પરિણામ વાળ માટે ખુબ સારૂ મળે છે. આથી બને ત્યાં સુધી લોખંડનું વાસણ લેવું ન હોય તો કોઈપણ વાસણ લઇ શકાય છે.
હવે આ વાસણમાં એક ગ્લાસ પાણી નાખીને તે ગરમ કરવા માટે મૂકી દો. પાણી ઉકળી જાય એટલે તેમાં બે ચમચી આંબળાનો પાઉડર ઉમેરી દો. ત્યાર પછી 5 મિનીટ સુધી ધીમા તાપે ઉકળવા દો. આમ પાંચ મિનીટ પછી ગેસને બંધ કરી દો. આ પાણીને થોડું ઠંડી થવા દો. થોડું નવશેકું હોય ત્યારે તેમાં હર્બલ મહેંદી નાખીને તેને બરાબર મિક્સ કરી દો. ત્યાર પછી તેમાં ભૃંગરાજ પાઉડર મિક્સ કરી દો.
હવે પછી તેમાં શિકાકાઈ પાઉડર નાખીને મિક્સ કરી દો. સાવ છેલ્લે તેમાં ગુલમહોર ના ફૂલનો પાઉડર નાખીને તેને બરાબર હલાવી નાખો. આમ તમારું પેક તૈયાર થઇ ગયું છે. પણ એક ખાસ વાત યાદ રાખવી કે આ પેક તમારે રાત્રે તૈયાર કરવાનું છે. કારણ કે રાત્રે કરવાથી મહેંદીની સારી અસર થાય છે. પેક તૈયાર થઇ ગયા પછી તેને રાત્રે ઢાંકીને મૂકી દો.
આ સિવાય તમને જણાવી દઈએ કે તમે વાળને મુલાયમ બનાવો છો એટલે આ મહેંદીમાં આંબળા અને શિકાકાઈ નાખવાથી વાળ એકદમ સિલ્કી, શાઈની, લાંબા બને છે. આ પેક માથામાં નાખવાથી વાળમાં ખજવાળ પણ નથી આવતી. તેમજ ગુલમહોરનો પાઉડર તમારા વાળને મજબુત બનાવે છે.
- પેક લગાવવા માટેની રીત
કોઈપણ પેક માથામાં નાખતી વખતે પહેલા તો રાત્રે વાળમાં હળવા હાથે તેલ નાખીને મસાજ કરવું જોઈએ. રાત્રે વાળમાં તેલ નાખ્યા પછી સવારે વાળને ધોઈ નાખવા. સારા શેમ્પુથી વાળાને ધોયા બાદ તેને થોડીવાર સુકાવા દેવા. હવે સુકાયા બાદ તેમાં આ પેક નાખવું.
આ પેક પહેલા તો વાળાના મૂળ સુધી લગાવવું અને પછી વાળમાં લગાવવું. પેક નાખ્યા પછી તમારે ઓછામાં ઓછી 45 થી 50 મિનિટ સુધી રહેવા દેવું પછી વાળને ઠંડા પાણીથી ધોઈ નાખવા. આ સિવાય હવે તમને જણાવી દઈએ કે તમારે આ પેકનો ઉપયોગ આઠ દિવસમાં એક વખત કરવાનો છે તેનાથી વધારે નહીં.
હવે માત્ર એકલી મહેંદી નાખવા કરતા તેમાં આ બધી વસ્તુઓ મિક્સ કરીને નાખવાથી તમારા વાળ ખુબ સુંદર, શાઈની, સિલ્કી, કાળા અને મુલાયમ થશે. આ પેકનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી તમારા વાળને લગતી કોઈપણ સમસ્યાથી છુટકારો મળી જશે. તેમજ તમારા વાળ કાયમ માટે કાળા જ રહેશે. આથી જો તમારા વાળ હજુ થોડા થોડા સફેદ થયા છે તો અત્યારથી જ આ પેક લાગવાવનું શરુ કરી દો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.