વારંવાર ક્ષારવાળું પાણી પીવાના કારણે મોટાભાગના લોકોને પથરી થતી હોય છે. આ સમસ્યામાં મોટાભાગના લોકો ઓપરેશન કરાવતા હોય છે. પરંતુ એક એવી ઔષધી છે, જે પથરીને ઓપરેશન વગર કિડનીમાંથી નિકળી દેશે. આ પથરીને ઓગાળીને મૂત્રવાટે શરીરમાંથી બહાર કાઢી નાખે છે. જેથી તમે પથરીના મોંઘા દાટ ઓપરેશનથી પણ બચી શકશો અને તેના ખર્ચમાંથી પણ. ચાલો જણાવીએ ઔષધીનું નામ.
પાણાફાડ કે પથ્થર ફાડ નામનો છોડ આવે છે. જે પથરીની સમસ્યાને દૂર કરશે. આયુર્વેદમાં તેને ભસ્મપથરી, પાશાણ ભેદી અને પુટ્ટીના નામે ઓળખવામાં આવે છે. આ છોડને જમીન પર ઉગાડી શકો છો. તે સરળતાથી ઉગે છે. તેનો સ્વાદ ખાટો અને નમકીન જેવો લાગે છે. બીજા છોડ કરતાં તે વધારે સ્વાદિષ્ટ હોય છે. કુદરતી રીતે આ છોડ પથ્થરમાંથી પણ ઉગતો હોય તેમ કહેવાય છે. તેનામાં પથ્થર ફાડવાની ક્ષમતા રહેલી છે.
પથરીના ઇલાજ માટે પથ્થર તોડ- પથરીના ઇલાજ માટે આ છોડને લાવી તમે એક વાસણમાં મૂકી દો. આ પાંદડાને સવારે ખાલી પેટે ચાવીને ખાઈ જવા. તેમજ જમ્યાના એક કલાક પહેલા ચાવીને ખાઈ જવા. આ ઉપાય કરો ત્યારે દરરોજ બે પાંદડા જરૂર ખાવા જોઈએ. પથરી મૂત્રમાર્ગે બહાર નીકળી જશે.
આ પાન સ્વાદમાં હળવા ખાટા હોય છે. જ્યારે તમે આ પાંદડાનું સેવન કરતા હોવ તે દરમિયાન 3થી 5 લિટર જેટલું પાણી પીવું જોઈએ. વારંવાર પેશાબ લાગે તો પણ જતા રહો. આ પાનનો તમે રસ કાઢીને પણ પી શકો છો. આ પાનની અંદર લીંબુનો રસ મિક્સ કરવાથી પણ ફાયદો થાય છે. કેમ કે લીંબુમાં સાઈટ્રિક એસિડ રહેલું હોય છે. ખટાશના કારણે તે પણ ફાયદો આપશે.
તે સિવાય પણ તમે પાનનો બીજી રીતે પણ ઉપયોગ કરી શકો છો. પથ્થર તોડ પાનના બે પાંદડા લઈ તેને એક ગ્લાસ જેટલા પાણી નાખીને તેને ઉકાળો. ઉકળતી વખતે જ્યારે માત્ર ચોથા ભાગનું પાણી વધે ત્યારે તેને ઠંડુ થવા દો. થોડું હુંફાળું રહે એટલે પાણી પી જાવ. આ પાણી પણ ગુણકારી છે.
તમે આ પાનને વાટીને ચટણી જેવા બનાવી શકો છો. જો વાટવા ન હોય તો મિક્સરમાં ક્રશ કરી તેમાં મધ મિક્સ કરી સેવન કરવું, જેથી તેનો ટેસ્ટ તમને પસંદ આવે. થોડા દિવસમાં પથરી કિડનીમાં ઓગળી જશે અને પેશાબ વાટે ક્યારે બહાર નીકળી જશે ખબર નહીં પડે. આ પાનના સેવનથી પેશાબમાં દુખાવો, પેશાબ છુટથી ન થતો હોય, કે બીજી કોઈ યુરિનને લગતી બીમારી હશે તો દૂર થઈ જશે.
પિત્તાશયની પથરી- ઘણીખરી મહિલાઓને પિત્તાશયની પથરી થતી હોય છે. તેના માટે આ પાન ખૂબ જ ઉપયોગી છે. 8થી 10 પાનને પીસી તેને ચટણી જેવા બનાવો. તેમાં બે ચમચી અજમોનું ચૂર્ણ, એક ગોખરાનું ચૂર્ણ મિક્સ કરી એક વીક સુધી ભૂખ્યા પેટે સેવન કરવું. પરંતુ એ ખ્યાલ રાખવો કે સેવન કર્યાના એક કલાક પછી જ ખાવું. તે પહેલા કંઈ ખાવું નહીં.
આમ, પાનફૂટી એક ખૂબ જ ઉપયોગી ઔષધી છે. આ ઔષધિનો ખાસ પથરીના ઇલાજમાં ઉપયોગ થાય છે. જો તમે પથરીથી પરેશાન હોવ તો આ ઉપાય જરૂર કરો. જ્યારે પણ આ પાનનો ઉપયોગ કરો ત્યારે હંમેશાં તાજા પાન લેવા. કારણ કે તે વધારે અસરકારક છે. જો તાજા પાન ન મળે તો પાનને ભીના કપડામાં વીંટીને ત્રણ દિવસ સુધી સ્ટોર કરી લેવા. હોમિયોપેથીમાં આ પાનનો ઉપયોગ દવા બનાવવા માટે કરવામાં આવે છે.
- પથ્થર ચટ્ટા પાનના બીજા પણ રોગો દૂર કરશે- આ પાન અનેક બીમારી દૂર કરવાની તાકાત રાખે છે.
આંખની સમસ્યા- વધારે પડતું કોમ્પ્યૂટર પર વર્ક કરવાના કારણે અથવા બીજા અન્ય કારણોને લીધે આંખોમં બળતરા થતી હોય છે. ઘણી વખત પાણી પણ વહેવા લાગે છે. તે વખતે આ પાનને વાટી આંખોની આજુબાજુ લગાવી લો. રાહત મળશે.
કાનનો દુખાવો- અમુક સમયે કાનમાં દુખાવો થતો હોય છે. તેના માટે આ ઘરેલુ ઉપચાર કરી શકો છો. પાનકૂટીના પાંદડા વાટીને રસ કાઢી 1થી2 ટીપાં કાનમાં નાખવા. દુખાવો મટી જશે. તે સિવાય પણ ઘણા લોકોને રસી નીકળતી હોય છે. તેના માટે ઘણો લાભદાયી છે.
શરીરમાં ઘાવ અને લોહી નીકળે- ઘણી વખત આપણને કંઈ વાગી જવાના કારણે ઘાવ પડે છે. અને તેમાંથી લોહી વહેવા લાગતું હોય છે. તો ઘામાં રૂઝ લાવવા માટે પાણાફાડ ઉપયોગી છે. 4થી 5 પાન પીસીને લેપ તૈયાર કરો. જે જગ્યા પર ઈજા થઈ હોય ત્યાં આ લેપ લગાવાથી રાહત મળશે. તે સિવાય પણ ચામડીના કોઈપણ રોગ હશે આ પાન દૂર કરશે. ખંજવાળ આવતી, રેસિસ થઈ જવા, લાલ ચકામા થવા વગેરે જેવી સમસ્યા દૂર થશે.
મૂત્ર સંબંધી સમસ્યા- મૂત્ર સંબંધી સમસ્યાના ઈલાજ તરીકે પાનકૂટી ઉપયોગી છે. આ સમસ્યાઓ પેશાબ કરતા સમયે દર્દ, બળતરા અને પેશાબ રોકાઈ રોકાઈને આવવું વગેરે સમસ્યાઓ થાય છે. આ ઇલાજમાં પણ પાનકૂટીના પાંદડામાંથી રસ કાઢીને પીવાથી ફાયદો થાય છે.
માથાનો દુખાવો- માથામાં દર્દની કે દુખાવાની તકલીફ રહેતી હોય તો પાનકૂટીના પાંદડાને લઈ તેના પર સરસવું તેલ લગાવો. આ પાંદડાને ગરમ કર્યા બાદ માથા પર લાગાવો માથું દુખતુ મટી જશે.
યોનીમાં ઇન્ફેક્શન- ગરમીની સીઝનમાં ઘણી મહિલાઓને ઓછું પાણી પીવાના કારણે વેજાઇનલમાં ઇન્ફેક્શન થતું હોય છે. જેના કારણે ખંજવાળ, બળતરા થતી હોય છે. ચોમાસાની સીઝનમાં પાઇવેટ પાર્ટમાં ભીનાશ રહેવાના કારણે પણ આ સમસ્યા રહેતી હોય છે. તેના લીધે અમુક સમયે સોજો પણ આવી જતો હોય છે.
આ પાનનું સેવન ઘણું લાભદાયી સાબિત થશે. પાનને ઉકાળી તેનો ઉકાળો બનાવો, તે ઠંડું થાય એટલે મધ નાખો. બરાબર મિક્સ કરી દિવસમાં બે વખત આ પાણીનું સેવન કરો. થોડા દિવસમાં ઇન્ફેક્શન મટી જશે.
હાઈબ્લડ પ્રેશર- ડાયાબિટીસની જેમ બ્લડ પ્રેશરની સમસ્યા પણ ઘરે ઘરે જોવા મળે છે. જો તમે રોજ પાણાફાડનું સેવન કરશો તો હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે. તે પાનનો રસ કાઢી 5-5 ટીંપા પાણીમાં મિક્સ કરી પી જવા. તે સિવાય પણ 2થી 3 પાનને રોજ સવારે ભૂખ્યા પેટે ચાવીને ખાઈ જવા. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે.
ફોડલાનો ઇલાજ- ગરમીમાં શરીર પર અળાઈ અને કેટલાક લોકોને ફોડલા થતા હોય છે. તો કોઈપણ ચામડીના રોગ માટે પાનફૂટી ઉપયોગી સાબિત થશે. શરીર પર ગુમડા થયા હોય, ગાંઠ થઈ હોય, સોજો આવ્યો હોય તો આ પાનને ગરમ કરી ગુમડા પર લાગવાથી મટે જાય છે. 3થી 4 પાન લેવા અને પછી તે જગ્યા પર લગાવાથી બળતરા, દુખાવો, સોજો દૂર થઈ જશે.
વાળની સમસ્યા- પાનફૂટીનો ઉપયોગ કરીને તેની પેસ્ટ બનાવી મહેંદીની જેમ લગાવવાથી વાળમાં ચમક આવી જશે. નિયમિત ઉપયોગ કરશો તો વાળ કાળા રહેશે. બીજી રીતે જો પાનને પાણીમાં ઉકાળી ન્હાવાથી અથવા માથું ધોવાથી ખોડો કે ઊંદરી જેવા રોગો મટે છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.