સવાર સવારમાં પેટ સાફ થાય તો આખો દિવસ આપણો સારો જતો હોય છે. તાજગી અને હળવાશનો અનુભવ આપણે કરતા હોઈએ છીએ. પરંતુ જો તમને કબજિયાતનો પ્રોબ્લેમ હશે તો તમે કંટાળી જતા હશો. કબજિયાતથી મોટી ઉંમરના માણસો જ નહીં, યુવાનો અને બાળકો પણ પરેશાન રહેતા હોય છે.
કબજિયાતના કારણે શરીરમાં ગેસ, અપચો, એસિડિટી, બળતરા, પેટમાં દુખવું જેવી તકલીફો થતી હોય છે. તેનાથી બચવા માટે દવા, ચૂર્ણનો સહારો લઈ અથવા ઘરગથ્થુ ઉપચાર કરતા હોઈએ છીએ. પરંતુ તમને આ એક પ્રયોગ કબજિયાતમાંથી છુટકારો અપાવી શકે છે. તે છે સૂચિ મુદ્રા. કબજિયાત, ગેસ અને અપચા જેવી સમસ્યા સરળતાથી દૂર કરી શકે છે. તો ચાલો જાણીએ સૂચિ મુદ્રાના ફાયદા, શું છે, અને કેવી રીતે કરવી જોઈએ.
કેવી રીતે કરવામાં આ છે આ સૂચિ મુદ્રા – કોઈ પણ પ્રકારના યોગ કરવામાં આવે આપણે તે ખુલ્લી જગ્યામાં કરીએ તો વધારે સારું પરિણામ મળી શકે છે. તેવી જ રીતે આ મુદ્રા પણ શાંત, હવાવાળી, ખુલ્લી જગ્યા હોય ત્યાં બેસવું જોઈએ. તે સમયે બંને આંખો બંધ રાખવી, બંને હાથની મુઠ્ઠી વાળી દેવી, હવે બંને મુઠ્ઠીને તમારી છાતી પર રાખવી, અને તેમાં ડાબા હાથને છાતી પર મૂકી રાખો. તરત જ લાંબો શ્વાસ લેતા લેતા જમણો હાથ તેની સામે લાવવો. પછી તમારા અંગૂઠાની અનામિકા આંગળીને દબાવવી.
આ મુદ્રામાં 5-10 મિનિટ રહેવું. રોજ આ પ્રમાણે તમે સૂચિ મુદ્રા કરીને કબજિયાતનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. પરંતુ જો તમને લાંબા સમયથી કબજિયાતની સમસ્યા હોય તો તેનો સમય વધારી શકો અને રોજ સવારે ભૂલ્યા વગર આ મુદ્રા કરવી જોઈએ.
શું છે આ મુદ્રા?- સૂચિ મુદ્રા નામ સંસ્કૃત શબ્દ શુચિ પરથી આપવામાં આવ્યું છે. તેનો મિનિંગ થાય છે. પવિત્રતા અથવા સ્વસ્છતા. આ એક હસ્ત મુદ્રા છે. આપણા હાથની આંગળીઓની એક વિશેષ સ્થિતિ હોય જેમાં પાંચ તત્વો સમાયેલા હોય છે. સૂચિ મુદ્રા શારીરિક અને માનસિક રીત ઘણી ફાયદાકારક છે. તેને કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તેને રોજ કરશો તો માનસિક રીતે પણ લાભ થતો જણાશે.
સૂચિ મુદ્રાના ફાયદા- આજકાલ વધારે પડતું મેદાવાળું ખાવાથી પેટમાં ગંદકી ભેગી થાય છે અને તે ગંદકી દૂર કરવાનું કામ કરે છે. (2) આંતરડાને સાફ રાખે છે આ મુદ્રા. (3) કેટલાક લોકોને વર્ષો જૂની કબજિયાતની સમસ્યા હોય છે. તેના માટે લાભકારક છે આ મુદ્રા.
(4) ખોટા સમયે જમવું, અનિદ્રા અને વધારે પડતા ફાસ્ટફૂડના કારણે પેટમાં દુખાવો, ગેસ, અપચો જેવી સમસ્યા રહે છે. તેને દૂર કરવાનું કામ કરશે આ મુદ્રા. (5) અત્યારની લાઈસ્ટાઈલ તણાવ, ચિંતા, ગુસ્સો વધારનારી થઈ ગઈ છે. જો તમે તેને શાંત કરવા માગતા હોવ તો આ મુદ્રા અચૂક કરવી જોઈએ. તે તમારા મગજને પણ શાંત કરશે. (6) ઘણા લોકોને માઈગ્રેન, એસિડિટી જેવી સમસ્યા રહેતી હોય તેને પણ સરળતાથી દૂર કરશે આ મુદ્રા.
સૂચિ મુદ્રા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું- યોગ કરવા માટે શરીર સ્વસ્થ હોવું જરૂરી છે તેથી જો હાથમાં દુખાવો થતો હોય અથવા વાગ્યું હોય તો આ મુદ્રા તેટલો સમય બંધ રાખવી જોઈએ. સુચિ મુદ્રા આપણા શરીરને સંતુલિત કરવાનું કામ કરે છે, પરંતુ તેમાં કેટલીક વાતનું ધ્યાન ખૂબ જરૂરી છે.
જો તમને સૂચિ મુદ્રા કરતી વખતે કોઈ પણ જાતની મુશ્કેલી પડે તો તે બંધ કરવી. અને કોઈ સારા યોગ શિક્ષણ કે ગુરુની સલાહ અથવા તેમની સાથે જ સૂચિ મુદ્રા કરવી જોઈએ. આ રીતે સૂચિ મુદ્રા દરરોજ કરશો તો કબજિયાતમાંથી તો છુટકારો મળશે સાથે ગેસ, એટિડિટીમાં પણ ઝડપથી રાહત મળશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.