🦷 બધા લોકોનું દૈનિક કાર્ય સવારમાં ઉઠતા જ શરૂ થઈ જાય છે. જેમાં બધા લોકો સૌથી પહેલું કાર્ય પોતાના દાંત સાફ કરવાનું કરે છે અર્થાત બ્રશ કરવાનું. કારણ કે, આખી રાત આપણું મોઢું બંધ હોય જેથી તેમાં લાળ જમા થાય છે અને દુર્ગંધ પણ આવે છે. જેથી રોજ આપણે દાંત સાફ કરવા જ જોઈએ.
🦷 જો આપણે બ્રશ ન કરીએ અને દાંત સાફ ન થાય તો આપણા દાંતમાં સડો થવા લાગે છે અને આ સમસ્યા વધી જવાથી ઘણી વાર દાંત પણ નીકળી જાય છે અથવા ડૉક્ટર પાસે કઢાવા જવું પડે છે જેનાથી ઘણો દુખાવો પણ થાય છે. તેથી આપણે રોજ દાંત સાફ કરવા જોઈએ.
🪥 રોજ બ્રશ કરવું તે ખૂબ સારી બાબત છે પરંતુ જો બ્રશમાં પણ તમે સાચી રીતે બ્રશ ન કરો તો તમારા પેઢા અને દાંતમાં નુકશાન થઈ શકે છે. તેથી બ્રશ કરવાની સાચી રીત પણ ખબર હોવી જોઈએ. તેનાથી તમારા દાંતની સારી સફાઇ પણ થશે અને પેઢાને પણ નુકશાન નહીં થાય.
🪥 ઘણા લોકો દાંત સાફ કરવા જેમ-તેમ આડેધડ બ્રશ કરતાં હોય છે જેના લીધે ઘણી વાર પેઢા છોલાઈ જતાં હોય છે. આવી રીતે બ્રશ કરવાથી સમય કરતા પહેલા દાંત પડી જાય છે. દાંતની સારસંભાળ કરવી ખૂબ જરૂરી છે કારણ કે, જો સરખું ધ્યાન આપવામાં ન આવે તો ઘણી બીમારીઓ થઈ શકે છે. જેથી હવે જાણીશુ બ્રશ કરતાં સમયે ધ્યાનમાં રાખવાની બાબતો.
👉 દિવસમાં બ્રશ કેટલી વાર કરવું :- ઘણા લોકો દિવસમાં માત્ર 1 વાર બ્રશ કરતાં હોય છે, આખો દિવસ બધો ખોરાક સેવન કરે છે અને રાત્રે એમ જ સૂઈ જાય છે. પરંતુ આ ટેવથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે તેથી ડૉક્ટરના કહેવા અનુસાર દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ. એક વાર સવારે ઊઠતાની સાથે અને બીજી વાર રાત્રે સૂતી વખતે બ્રશ કરવું જોઈએ. જેથી દાંત એકદમ સ્વચ્છ અને સ્વસ્થ રહે.
👉 યોગ્ય ટૂથ બ્રશનો ઉપયોગ :- જો યોગ્ય ટૂથબ્રશનો ઉપયોગ ન કરીએ તો પણ દાંતની સમસ્યા થઈ શકે છે. જેથી હંમેશા બ્રશ મુલાયમ હોવું જોઈએ. કડક રેસા હોવાથી દાંતની ઉપરની પરત ઘસાઈ જાય છે અને પેઢામાં પણ નુકશાન થાય છે. એટલા માટે નરમ રેસા ધરાવતું બ્રશ ઉપયોગ કરવું જોઈએ.
👉 યોગ્ય ટૂથ પેસ્ટનો ઉપયોગ :- બ્રશ કરવા સમયે તમારે કોઈ પણ પેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે, તેનાથી તમારા દાંત પર ઘણું નુકશાન થઈ શકે છે. તેથી હંમેશા યોગ્ય માત્રામાં ફ્લોરાઈડ હોય એવું ટૂથ પેસ્ટ વાપરવું જોઈએ. જેથી દાંતમાં કોઈ નુકશાન ન પહોંચે.
👉 માઉથ વોશનો ઉપયોગ કરવો હિતાવહ છે કે નહીં :- ઘણા લોકો મોઢામાં ખરાબ સ્મેલ આવતી હોવાથી માઉથ વોશનો ઉપયોગ કરતાં હોય છે અને ઘણા લોકો બ્રશ કર્યા બાદ તરત માઉથ વોશ કરતાં હોય. પરંતુ તેનાથી ટૂથ પેસ્ટ દ્વારા મળેલ ફ્લોરાઈડ દૂર થઈ જાય છે. ઉપરાંત જો તમે એસીડીક વસ્તુનું સેવન કરો છો જેમાં સોડા કે ખાટી વસ્તુ તો તરત માઉઠ વોશ કરી શકો છો.
👉 કેટલા સમય સુધી બ્રશ કરવું જોઈએ :- આ વાત વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે જેથી લોકો વધારે સમય સુધી બ્રશ કરે છે અને પોતાના દાંતને અજાણતામાં ખૂબ નુકશાન પહોંચાડે છે. આ નુકશાનને રોકવા માટે તમારે ધ્યાન રાખવું કે માત્ર 2-3 મિનિટ સુધી જ બ્રશ કરવું જોઈએ. ડેન્ટલ ડૉક્ટરના કહ્યા અનુસાર મિનિટ સુધીમાં તમારા દાંત સાફ થઈ જાય છે તેનાથી વધુ વાર બ્રશ કરવાથી તમારા દાંત અને પેઢામાં નુકશાન થાય છે.
જો બ્રશ કરતી વખતે ધ્યાનમાં રખાતી બાબતો વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.