🛌 ઘણીવાર ઘણા લોકોને પોતાની પ્રથમ ઊંઘમાં જ અચાનક જ જટકાનો અનુભવ થાય છે અને ઊંઘ ઊડી જાય છે. તો ક્યારેક એવું લાગે કે તે અચાનક જ કોઈ ઊચી જગ્યાએથી નીચે પડી રહ્યા છે આવી રીતે પણ તેની ઊંઘ ઊડી જાય છે અને તે પોતાની જાતને સંભાળવા લાગે છે.
🛌 આવો અનુભવ શું તમને પણ થાય છે ? શું તમે આવા અચાનક જ પડવાના કે જાટકાના અનુભવના કારણે ભરઊંઘમાં પણ જાગી જાઓ છો. શું તમને આવા કોઈ અચાનક આવતા જટકાનો અનુભવ થાય છે ? આ અનુભવના કારણે શું તમને એવો વિચાર આવે છે કે આ થવાનું કારણ શું છે ? આ કોઈ બીમારી તો નથી ને એવો વિચાર આવે છે ? વળી આવું જો વારંવાર થાય તો એક એવો પણ પ્રશ્ન થાય કે આનો કોઈ ઉપાય નથી હોતો ? જો તમે આવા તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માંગતા હોય તો તેના માટે તમારે આ આર્ટિકલને પૂરેપૂરો વાંચવો પડશે.
🛌 હાઇ પેનિક જર્ક એ શું છે : રાતના સમયે જાગવાં અને સુવા વચ્ચેનો જે સમય છે તે સ્થિતિને હાઇ પેનિક જર્ક કહે છે. એક વાત તમે પોતે પણ કદાચ નોટ કરી શકો કે જ્યારે તમે હજુ સૂતા જ છો અને પૂરી ઊંઘ આવી પણ નથી તે સમયે તમને આ જટકા જેવો અનુભવ થતો હોય છે. સામાન્ય રીતે જોઈએ તો આ અનુભવ તમને ઊંઘના પહેલા ચરણમાં જ થાય છે. આ સમયે શ્વાસો શ્વાસની ક્રિયા પણ નોર્મલ થતી હોય છે.
🛌 હાઇ પેનિક જર્ક છે તે કોઈ ડિસિઝ નથી. તે કોઈ એવી ગંભીર સ્થિતિ કે અવસ્થા પણ નથી. તે માત્ર અચાનક આવતા એવા મસલ્સના જટકા જ છે. આ અનુભવ તમને ગાઢ નીંદર આવે તે પહેલા થાય છે. વિજ્ઞાનની આ બાબતે કોઈ એવી શોધ નથી થઈ પરંતુ આ વાત સામાન્ય જ મનાય છે. 70 થી 75 % લોકોની સાથે આ પ્રકારે બનતું હોય છે. ઘણા લોકોને હાઇ પેનિક જર્કનો અનુભવ નથી થતો તે જટકા આવવા છતાં પણ પોતાની ભર ઊંઘમાં જ હોય છે.
🛌 આ વિષયને લઈને વિજ્ઞાને હજુ કોઈ પણ શોધ નથી કરી પરંતુ વિજ્ઞાને પોતાના ઘણા મત-મતાંતરો આપેલ છે કે શા કારણથી આવી સ્થિતિ ઊભી થાય છે. આવા અનુભવનું કારણ શું હોય શકે.
🛌 હાઇ પેનિક જર્ક થવાનું કારણ : આ વિષય માટે વિજ્ઞાનિક પોતાના મત રજૂ કરતાં કહે છે કે હાઇ પેનિક જર્કના ઘણા કારણો હોય શકે છે. જેમ કે સ્ટ્રેસ, ચિંતા, થાક કે પછી કોઈ પણ કેફી દ્રવ્યોનું વધારે પડતું સેવન કરવાના કારણે પણ આ અનુભવ થાય છે.
🛌 ઘણા લોકો સાંજના સમયે પોતાના શરીરની પાસેથી વધારે શ્રમવાળું કાર્ય કરાવતા હોય તો તેવા લોકોને પણ હાઇપેનિક જર્ક થવાનો પૂરો સંભવ રહે છે. અન્ય એક કારણ જણાવતા તેઓ કહે છે કે જો શરીરમાં અમુક તત્વોની ઊણપના કારણે જેમ કે કેલ્શિયમ, મેગ્નેશયમ અને આયર્ન જેવા તત્વો શરીરમાં ઘટતા આ બને છે.
🛌 એક રિપોર્ટ મુજબ ઊંઘની સ્થિતિમાં જટકાનો અનુભવ થવાનું કારણ સુવાની અયોગ્ય રીત પણ હોય શકે છે. તેઓ એમ કહે છે કે આ સમયે મગજનો અમુક હિસ્સો સક્રિય અવસ્થામાં હોય છે. નર્વસ માટે કે અનિંદ્રાના કારણે ઘણા લોકો તેની દવા લેતા હોય છે તો આવી દવાના વધારે પડતાં ડોઝના કારણે પણ હાઇ પેનિક જર્ક થઈ શકે છે. જો આવું વારંવાર થવાના કારણે તમારી ઊંઘ ડિસ્ટર્બ થાય છે તો તમે કોઈ ડૉક્ટરની પણ સલાહ લઈ શકો છો.
🛌 હાઇ પેનિક જર્કથી બચવા માટે શું કરવું : નિયમિત રીતે સુવાની અને ઊંઘવાની આદત રાખો. રાતના સમયે સૂતા પહેલા ગરમ પાણી વડે સ્નાન કરવાનું રાખો. રોજના 8 કલાકની ઊંઘ લો. સુવાના 5 કલાક પહેલા જ શ્રમનું કામ કરી લો. કેલ્શિયમ, મેગ્નેશયમ જેમાંથી મળી રહે તેવો ખોરાક વિશેષ લો. આયર્ન માટે દૂધ, કેળાં, ખજૂર જેવા ખોરાક પર વિશેષ ભાર આપો.
🛌 સૂતા પહેલા ચા, કોફી કે ઠંડા પીણાંથી બચો. તણાવ મુક્ત રહો. સિઝન મુજબના તમામ ફ્રૂટનું સેવન કરો. લીલા શાકભાજી વધારે ખાવાના રાખો. આ તમામ ઉપાયો છે તે કોઈ એના ચોક્કસ ઉકેલ ના કહી શકાય. ઘણા એકદમ હેલ્ધી લોકો હોય છે તેઓને પણ ઘણી વાર આવો અચાનક જ પડવા કે જટકાનો અહેસાસ થાય છે. હાઇ પેનિક જર્ક છે તે કોઈ એવી ગંભીર બીમારી નથી એટલે તેના વિશે એટલો લાંબો વિચાર કરવાનો પણ જરૂર નથી.
જો નિંદરમાં આવતા જટકા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.