તમે સાંભળ્યુ હશે કે માસ, મટન કે ઈંડા પ્રોટીનનો સ્ત્રોત હોય છે પણ તમને ખબર નહીં હોય કે, શાકાહારી વસ્તુમાં પણ ઈંડા કે માસ જેટલું પ્રોટીન મળી રહે છે પણ અત્યારે લોકોમાં ફેશન બની ગઈ છે ઈંડા કે મટન ખાવાની. ઘણા લોકો શોખના જ ખાતા હોય છે અને અમુક લોકો પ્રોટીન મેળવા માટે ખાતા હોય છે. પણ જે લોકો નોનવેજ નથી ખાતા તેની માટે પ્રોટીન ક્યાથી લાવવું તે જાણીશું.
તમને ખબર હશે કે માણસનું શરીર 70% પાણીથી બહરેલું હોય છે પણ બાકીના 30% ટકાની અંદર શું શું આવે તે નહીં ખબર હોય તો ચાલો તે આજે જણાવી દઈએ. બાકી રહેલા 30% ની અંદર 15% પ્રોટીન હોય છે બાકીના 15% માં ખનીજ, કાર્બોહાઈટેડ અને વિટામીન્સ રહેલા હોય છે. આવા ઘણા પદાર્થથી આપણું શરીર બનેલું હોય છે. આ વસ્તુમાથી કોઈ એક વસ્તુમાં ખામી રહેતો શરીર સંતુલિત રહેતું નથી. કોઈને કોઈ બીમારી જરૂર આવે છે. પ્રોટીનથી શરીરમાં ઘણા અંગો સુરક્ષિત રહે છે.
સૌથી વધારે પ્રોટીન માંસપેશીમાં જરૂર પડે છે પ્રોટીન માંસપેશીને મજબૂત કરે છે. હાડકાં, વાળ, નખ, ત્વચા અને રક્તકોશિકામાં પણ પ્રોટીનની જરૂર પડે છે. શરીરને સુરક્ષિત રાખવા માટે પ્રોટીન સૌથી જરૂરી વસ્તુ છે. લોકો દ્વારા કહેવામાં આવે છે કે વધારે પ્રોટીન ઈંડા માથી મળે છે તે સાચુ છે પણ ઈંડા નથી ખાતા તેની માટે સૌથી બેસ્ટ પ્રોટીનનો સ્ત્રોત ક્યો છે તે આજે જાણવાનું છે.
સૌથી પહેલી વસ્તુ છે પનીર, પનીર દૂધથી બનેલૂ હોય છે અને દૂધની વસ્તુમાં પ્રોટીન ખુબજ મળી આવે છે દૂધની બધી જ વસ્તુમાં પ્રોટીન મળી આવે છે પણ સૌથી વધારે પ્રોટીન પનીરની અંદર રહેલું હોય છે 150 ગ્રામ પનીરની અંદર 20 થી 22 ગ્રામ પ્રોટીન મળી આવે છે. તેથી પનીરનો ઉપયોગ પ્રોટીનની કમી વાળા વ્યક્તિઓને જરૂર કરવો જોઈએ.
બીજી વસ્તુ છે બદામ, બદામની અંદર પણ ખુબજ પ્રોટીન મળી આવે છે. પ્રોટીનની સાથે બદામની અંદર ફેટ પણ રહેલું હોય છે. 150 ગ્રામ બદામ 20 થી 25 ગ્રામ પ્રોટીન આપે છે. પ્રોટીનની કમી વાળા વ્યક્તિઓને બદામનું સેવન કરવું જોઈએ, સાથે સાથે બદામ મગજ માટે પણ ખુબજ ઉપયોગી છે તે બધા જાણતા હોય છે.
ત્રીજી વસ્તુ છે સોયાબીન, સોયાબીનની અંદર પણ પ્રોટીન મળી આવે છે તેનું સેવન ઘણા લોકો કરતાં હોય છે પણ અમુક લોકો તેનો ફાયદો નથી જાણતા તેથી તેને જણાવી દઈએ કે 150 ગ્રામ સોયાબીનની અંદર 50 થી 55 ગ્રામ પ્રોટીન રહેલું છે જે સૌથી વધારે પ્રોટીનનો સ્ત્રોત ગણવામાં આવે છે.
ચોથી વસ્તુ છે મગ અથવા તેની દાળ, મગદાળની અંદર પણ ખુબજ પ્રોટીન મળી આવે છે. જે લોકોને પ્રોટીનની કમી છે તેની માટે સૌથી સસ્તી વસ્તુ મગદાળ છે રોજે 100 ગ્રામ જેટલી મગદાળનું સેવન કરવાથી 25 ગ્રામ જેટલું પ્રોટીન મળી રહે છે. પ્રોટીનની કમી નથી તે પણ મગદાળનું સેવન કરવું જોઈએ શરીર માટે પણ સારી સાબિત થાય છે.
પાંચમી વસ્તુ છે દૂધ, દૂધની અંદર પ્રોટીન મળે છે તે કોઈ લોકોને કહેવાની જરૂર નહીં પડે બધાજ લોકો જાણતા હોય છે પણ તેની અંદર કેટલું પ્રોટીન મળે છે તે જણાવવા માટે આ પોઈન્ટ લખવો જરૂરી છે. અર્ધા લિટર દૂધમાં 20 ગ્રામ પ્રોટીન રહેલું હોય છે જો રોજે એક લિટર દૂધ પીવામાં આવેતો 40 ગ્રામ જેટલું પ્રોટીન શરીરને મળી રહે છે.
છઠ્ઠી વસ્તુ છે શીંગ, શીંગદાણાની અંદર ફેટનું પ્રમાણ પણ વધારે હોય છે. પણ લોકોને ખબર નથી કે 150 ગ્રામ શીંગદાણાની અંદર 30 ગ્રામ જેટલું પ્રોટીન મળે છે. લોકો ફેટના કારણે શીંગદાણાનું સેવન કરતાં નથી પણ જેને પ્રોટીન અને ફેટની કમી હોય છે તેની માટે શિગદાણા સૌથી ઉતમ વસ્તુ છે.
સાતમી વસ્તુ છે કાજુ, કાજુની અંદર પણ પ્રોટીન રહેલું છે પણ કાજુનો ઉપયોગ બીજા ઘણા શરીરના ફાયદા કરે છે. વજન વધારવા માટે કાજુનો ઉપયોગ કરવો જોઈએ. 150 ગ્રામ કાજુની અંદર 550 કેલેરી, 45 ગ્રામ ફેટ અને 20 ગ્રામ પ્રોટીન રહેલું હોય છે. લોકોને પોતાનો વજન વધારવા માટે કાજુનો ઉપયોગ કરવો જોઈએ.
આઠમી વસ્તુ છે ચણા, ચણા એક પ્રોટીનનો સ્ત્રોત માનવામાં આવે છે. પણ ચણાની અંદર પ્રોટીનની સાથે ફાઈબર પણ ખુબજ રહેલું હોય છે. ચણાને બાફીને ખાવા કરતાં પલાળીને ખાવાથી વધારે ફાયદો રહે છે. 100 ગ્રામ ચણાને પલાળીને સવારે ભૂખ્યા પેટે ખાવામાં આવે તો 15 થી 20 ગ્રામ પ્રોટીન મળે છે. પણ ચણાની સાથે કોઈ વસ્તુ ખાવી નહીં. ચણાના સેવન પછી 1 થી 2 કલાક સુધી કઈ ખાવું નહીં નહિતો ગેસની સમસ્યા ઊભી કરી શકે છે.
ઈંડા નથી ખાતા તે લોકો માટે આટલી વસ્તુ પ્રોટીન પ્રદાન કરે છે. ઈંડા ખાય છે તેને પણ જાણવું જોઈએ કે વધારે પ્રોટીન પણ શરીર માટે સારું નથી વધારે પ્રોટીન લેવાથી શરીર અંદરથી બીમાર પડી શકે છે, તમારી આસપાસ કોઈ સારા ડોકટર હોય તેની સલાહ લઈને પ્રોટીન યુક્ત વસ્તુની સેવન કરવું જોઈએ. તમારા શરીર માટે કેટલું પ્રોટીન શરીર માટે જરૂરી છે તે જોઈએ.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.