🫀 સવારે મળેલી વ્યક્તિ સાંજે મૃત્યુ પામે છે તેવી વાતો ઘણી વખત સાંભળવા મળી છે. તેના મૃત્યુ પાછળનું કારણ પૂછીએ તો કહે હાર્ટએટેક આવ્યો. મોટા સેલિબ્રિટી હોય કે મધ્યમ વર્ગનો માણસ કોઇપણ વ્યક્તિનું મૃત્યુ હાર્ટએટેકથી વધારે થતુ હોય છે.
ખાણીપીણી, વધુ પડતુ ફાસ્ટફૂડ, રાત્રીના ઉજાગરા, સ્ટ્રેસ વગેરેને લીધે હાર્ટએટેકના બનાવ વધારે બની રહ્યાં છે. એવા કેટલાક કારણો છે જેના કારણે માણસને હાર્ટએટેક આવે છે. તમે પણ જાણો અને સાવધાની રાખો.
🫀 મોટાભાગના લોકો અત્યારે તમાકુનું સેવન કરતાં હોય છે જાણે ફેશન બની ગઈ હોય. પરંતુ તેના સેવનથી તમારા શરીરને વધારે નુકશાન પહોંચી શકે છે. વધારે પડતુ તમાકુનું સેવન કરવામાં આવે એટલે કે સિગારેટ, બીડી, મસાલા વગેરે પીવા અને ખાવાથી હાર્ટએટેક આવવાની સંભાવનામાં વધારો થાય છે. લાંબા સમય સુધી જો તમે સિગારેટ પીવો છો તો તમારી લોહીની નળીઓ પાતળી થાય છે, જેના લીધે ખરાબ કોલેસ્ટ્રોલનો વધારો થાય છે અને હાર્ટએટેક આવે છે.
🫀 હાઇબ્લડપ્રેશર જો કોઇ વ્યક્તિને હાઇ બ્લડપ્રેશર રહેતુ હોય તો પણ હાર્ટએટેકનો પ્રોબ્લેમ રહેતો હોય છે. કેમ કે બ્લડપ્રેશરવાળી વ્યક્તિઓની નળીઓમાં લોહી ધીમે-ધીમે પહોંચે છે. જેના લીધે ઉંમર થતાં એટેક આવવાની સંભાવના રહે છે. તેથી પહેલાથી જ સાવચેતી રાખવી જોઇએ. તેમણે ખોરાકમાં પણ ઘણી પરેજી રાખવી પડતી હોય છે. નિયમિત એક્સરસાઇઝ કરવી બેસ્ટ ઉપાય માનવામાં આવે છે. તો હાર્ટએટેકની સંભાવના થોડી ઘટાડી શકાય છે.
🫀 વધતી ઉંમર પણ હાર્ટ એટેક આવવાનું કારણ હોઇ શકે છે. જેમ પુરુષ 45ની ઉંમરે પહોંચે ત્યારે શરીરનું ધ્યાન રાખવાનું શરુ કરી દેવુ જોઇએ. મોટાભાગની સ્ત્રીઓ 55 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે હાર્ટએટેક આવવાની ચાન્સ વધી જતા હોય છે. માટે 35 વર્ષ પછી દરેક સ્ત્રી કે પુરુષે કસરત અને સમતોલ આહાર લેવાનું શરુ કરી દેવુ જોઇએ.
🫀 જે લોકો ફાસ્ટફૂડનું સેવન વધારે કરે છે. તેમના શરીરમાં ચરબીનું એટલે ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ દિવસેને દિવસે વધતુ જાય છે. જેના કારણે હાર્ટ એટેક આવે છે. તેમનું શરીર દિવસો પસાર થાય તેમ મેદસ્વીતા ધારણ કરે છે. માટે જેટલા શરીર પર ચરબીના થર હોય તેટલું જોખમ વધે છે. એટલે બને તો તમારે શરીરમાં વધારાની ચરબી બર્ન કરવી જોઇએ. જેથી હાર્ટએટેક આવવાની સંભાવના નહિવત રહે છે.
🫀 ડાયાબિટીસ અત્યારે સામાન્ય રોગ બની ગયો છે. 100 માંથી 90 ટકા લોકોને ડાયાબિટીસની સમસ્યા થતી હોય છે. ડાયાબિટીસ હોય તેવી વ્યક્તિને પેન્ક્રિયાઝ હોર્મોન્સ ક્રિએટ થતા હોય છે. જેના લીધે શરીરમાં શુગરનું પ્રમાણ વધે છે. જેથી હાર્ટએટેક આવવાની સંભાવના રહેતી હોય છે. તેથી મીઠી વસ્તુઓ ખાવામા કંટ્રોલ રાખવો જોઈએ.
🫀 જે લોકોનું બેઠાણુ જીવન હોય તેને પણ હાર્ટએટેક આવી શકે છે કેમ કે તેવા લોકો જે પ્રમાણે ખોરાકનું સેવન કરતા હોય છે. તેની માત્રામાં એટલી કેલરી બર્ન કરતા હોતા નથી. એટલે શરીરમાં બ્લડ કોલેસ્ટ્રોલ વધી જતુ હોય છે. નળીઓ બ્લોક થઇ જતી હોય છે. અંતે હાર્ટએટેક આવતો હોય છે.
🫀 હાર્ટએટેક વંશ પરંપરાગત પણ આવતો હોય છે. જેના દાદા કે પરદાદાને હાર્ટએટેક આવ્યો હોય તેવી ફેમિલીવાળાએ ખાસ ધ્યાન રાખવું જોઇએ. તેમણે રોજ સવારે ચાલવું જોઇએ. જો એટલે સમય ન મળતો હોય તો 40-50 ડગલાં ઝડપથી ચાલવું જોઇએ. જેથી હાર્ટએટેકને ટાળી શકો. ઉપર જણાવેલ બાબતો જીવનમાં ધ્યાન રાખશો તો ક્યારેય હાર્ટએટેક તો શું બીજી કોઇ બીમારી પણ તમારા શરીરમાં પ્રવેશી શકશે નહીં.
જો આ હાર્ટ અટેકના કારણો વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.