મિત્રો આપણા આયુર્વેદમાં ઘણી એવો જડીબુટ્ટી વિશે વાત કરવામાં આવી છે જે તમારા શરીર માંથી ઘણા રોગોને દુર કરી શકે છે. જો કે આયુર્વેદ એક પોતાનામાં એક એટલી મોટી શાખા છે જેમાં પૌરાણિક કાળથી અનેક રોગોના ઉપચાર માટે પ્રયોગમાં લેવાય છે અને આજે પણ આયુર્વેદ અનેક રોગોને દુર કરવામાં મદદ કરે છે.
આજના યુગમાં લોકોને પરદેશી દવાઓ પર વધુ વિશ્વાસ થઈ ગયો છે કારણ કે, આ દવાઓ ઝડપથી કામ કરે છે જયારે આયુર્વેદીક દવાઓ ધીમી ગતિએ કામ કરે છે. પણ એક વાત નક્કી છે કે આ આયુર્વેદિક દવાઓ ભલે ધીમી ગતિએ કામ કરે પણ તે રોગને જડમૂળથી નાશ કરે છે.
આથી તમે જો આયુર્વેદ પર વિશ્વાસ ન કરતા હો તો આજે જ આ લેખ વાચી જુઓ તમને તેમાં ઘણી સચોટ માહિતી મળશે. તેમજ તમે આપણા ભારતીય આયુર્વેદ પણ વિશ્વાસ કરી શકશો. આજે અમે તમને એક એવી જડીબુટ્ટી વિશે જણાવીશું જે તમને અનેક રોગોના ઈલાજ માટે ઉપયોગી થશે.
મિત્રો મોટેભાગે આવી ખાસ પ્રકારની જડીબુટ્ટીઓ પહાડી વિસ્તારમાં વધુ મળે છે. આથી તેને લાવવી ખુબ મુશકેલ છે. જો કે ઘણા કષ્ટ પછી આપણા વેદ આચાર્યો આ દવાઓને આપણા સુધી પહોચાડે છે. તેમજ આપણા હિમાલયમાં ઘણી એવી દવાઓ રહેલી છે જેના વિશે હજી સુધી લોકો નથી જાણતા.
હિમાલયમાં ઘણી જડીબુટ્ટીનો ખજાનો રહેલો છે અને અહી અનેક રોગોને દુર કરતી અનેક જડીબુટ્ટી રહેલી છે. તેમજ આ દવાઓ શરીરને નીરોગી તેમજ તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. આજે અમે તમને એક એવી જડીબુટ્ટી વિશે જણાવીશું જે અનેક રોગોના ઇલાજમાં ઉપયોગી છે.
આ આયુર્વેદિક દવાનું નામ છે કુટકી, જેને તમારે પોતાની ડાયેટમાં જરૂર સામેલ કરવી જોઈએ. આ જડીબુટ્ટી ઘણી બીમારીના ઈલાજ માટે વપરાય છે. આ કુટકી એક એવી જડીબુટ્ટી છે જે મોટેભાગે પહાડ વિસ્તારમાં જોવા મળે છે. તેને મેળવવી ખુબ મુશ્કેલ છે. કુટકી એ અનેક સમસ્યાઓ ને દુર કરવામાં મદદ કરે છે. તેનો સ્વાદ કડવો હોય છે પણ તેના ગુણ અનેક બીમારીઓને દુર કરવામાં મદદ કરે છે.
- વાયરલ ઇન્ફેકશન ને દુર કરવામાં મદદ કરે છે
મિત્રો જયારે પણ ઋતુ બદલાય છે ત્યારે તેની અસર શરીર પર જરૂર જોવા મળે છે. આથી આ સમયે વાયરલ ઇન્ફેકશન લાગવું સ્વાભાવિક વાત છે. સંક્રમણ ને લીધે ઘણી વખત શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જયારે કુટકીમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ રહેલા છે જે તમારા વાયુ માર્ગને ખુલ્લો કરે છે. તેમજ કુટકી તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેમજ ક્રોનિક ઇન્ફેકશનની સંભાવના ઘટાડે છે.
- લીવરને સારું કરે છે
જો તમને લીવરને લગતી કોઈ સમસ્યા છે તો તમારે કુટકીનું સેવન કરવું જોઈએ. કારણ કે, કુટકી લીવરને સારું કરવાના ગુણ ધરાવે છે. કુટકીમાં પીક્રોલીવ જેવા એન્જાઈમ રહેલા છે. જે લીવરને તંદુરસ્ત રાખે છે. તેમજ સખત પદાર્થ ને શરીર માંથી બહાર કાઢવામાં મદદ કરે છે. લીવર ને સ્વસ્થ રાખવા માટે કુટકી ખુબ ઉપયોગી છે.
- તાવને આરામ આપે છે
જો તમને તાવ આવે છે ત્યારે તમે કુટકીનો દવા તરીકે ઉપયોગ કરી શકો છો. કારણ કે, કુટકી માં એન્ટીપાયરેટીક ગુણ રહેલા છે. જે શરીરના તાપમાનને ઓછુ કરે છે. તેમાં રહેલ ઔષધીય ગુણ તમને ઋતુ બદલવાના કારણે થતા ઇન્ફેકશન સામે રક્ષણ પૂરું પાડે છે. આમ સારા સ્વાસ્થ્ય માટે પોતાના ખોરાકમાં કુટકીનો પાઉડર જરૂર સામેલ કરો. જ્યારે પણ તાવ આવવાનું શરૂ થાય ત્યારે એક ચમચી કૂટકીનો પાવડર ખાઈ અને ઉપર અર્ધો ગ્લાસ પાણી પી લેવું.
- વજન ઘટાડવામાં મદદ કરે છે
આજે લોકો મોટેભાગે વજન વધારાથી પરેશાન જોવા મળે છે. તેઓ વજન ઘટાડવા ઘણા પ્રયાસો કરે છે પણ વજન ઓછો નથી થતો. જયારે કુટકી માં ઘણા ઔષધીય ગુણ જોવા મળે છે જે ગેસ્ટ્રીકને ઉત્તેજિત કરે છે. તે મેટાબોલીજ્મને વધારે છે. તેમજ તે ફેટ ને પણ ઓછુ કરે છે. આથી પોતાની ડાયેટમાં કુટકી ને જરૂર સામેલ કરો.
- ઘા સામે રક્ષણ આપે છે
મિત્રો જો તમને કોઈ જગ્યાએ ઈજા થઈ છે તેમજ તેમાં જલ્દી રુજ નથી આવતી તો તમે હળદર ની જેમ કુટકીનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં એન્ટીઓક્સીડેંટ ગુણ રહેલા છે તે ત્વચાને રાહત આપે છે. તેમજ ઘા ને જલ્દી રુજ આપે છે. તેમજ કુટકી સ્કીન ને લગતી સમસ્યાઓ ને પણ દુર કરે છે જેમ કે, તે સોર્યસીસ અને વીટીલીગો દુર કરે છે.
આમ કુટકી એ એક આવી જડીબુટ્ટી છે જેનો ઉપયોગ સેકડો વર્ષોથી આયુર્વેદમાં થતો આવ્યો છે. તેમજ તેની કોઈ આડ અસર પણ નથી થતી. આ સિવાય કુટકી એ અનેક રોગોના ઇલાજમાં ખુબ મદદ કરે છે. આમ તમે કુટકી નો પાઉડર અનેક રીતે ઉપયોગ કરી શકો છો. તેમજ તેને પોતાની ડાયેટમાં સામલે કરીને અનેક બીમારીને પોતાનાથી દુર રાખી શકો છો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.