💁આજનો સમય એવો છે કે આજની નારી પોતાના ઘરની સાથે-સાથે પોતાની નોકરી પણ ખૂબ જ સારી રીતે સાંભળી રહી છે, પરંતુ એ બધાની વચ્ચે તે પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જ જાય છે. અને તેના કારણે આજે મહિલાઓ ઘણી સમસ્યામાંથી પસાર થવું પડે છે. આજનો સમય એવો છે કે પુરુષ કરતાં મહિલાને વિશેષ પોતાનો ખ્યાલ રાખવાની જરૂર છે. જો તેની સહદ બરાબર હશે તો જ તે પોતાનું ઘર અને ઓફિસ બંનેને સાંભળી શકશે.
💁મહિલાઓના શરીરની રચના કુદરતે એવી કરેલી છે કે અમુક સમયે તેને થોડા શારીરિક બદલાવોમાંથી પસાર થવું પડે છે. પિરિયડ, પ્રેગ્નેન્સી અને મોનોપોઝ આ મહિલાઈનો એવો સમય છે કે તે દરમ્યાન તેને વિશેષ કાળજીની જરૂર હોય છે. આ સમયમાં તેના શરીરમાં કેલ્શિયમ ઓછું થવાના કારણે હડકાઓ નબળા પડવા લાગે છે.
💁બોન ડેસિંગના કારણે ઓસ્ટીયો પોરોસીસ અને ફેક્ચર થવાનો ખતરો વધવા લાગે છે. મહિલાઓ પોતાના એ તમામ પ્રોબ્લેમ માંથી બચી શકે છે. જો તે પોતાના ખોરાકમાં આ વસ્તુનો સમાવેશ કરે. આજે અમે તમને એવી કેટલીક ચીઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમહિલાઓને તેના આ ત્રણ પિરિયડમાં શક્તિ પૂરી પાડી શકે છે.
💁પાલક : પાલક ખરેખર શરીરને દરેક રીતે લાભ કરે છે અને વ્યક્તિને શક્તિશાળી બનાવે છે. પાલકની ભાજી ખાવાથી પાંચનતંત્રમાં રેસા ઉમેરાય છે અને તેથી પાચન સરળ થઈ જાય છે. તેથી પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબિન વધે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, સ્કિનની ચમક વધે છે, વાળ ખરતા અટકે છે.
💁100 ગ્રામ પાલકમાં 26 કેલેરી હોય છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, રેસા, કેલ્શ્યમ, મેગ્નેશયમ લોહતત્વ, અને વિટામિન એ-બી-સી આમ તમામ પોષક તત્વોના કારણે પાલક જીવનરક્ષક ખોરાક છે તેવું પણ કહી શકાય. તેથી મહિલાઓ માટે આ ખૂબ જ ઉતમ છે.
💁સોયાબીન : સોયાબીન શરીર માટે જરૂરી પ્રોટીન ઉપરાંત એમીનો એસિડ, વિટામિન કે, રીબોફલેવિન, ફોલેટ, વિટામિન બી સિક્સ, થાઇમિન, વિટામિન સી, આયન, મેંગેનીઝ, ફૉસ્ફરસ, કોપર, પોટેશ્યમ, મેગ્નેશયમ, ઝીંક, સેલેનિયમ અને કેલ્શ્યમ જેવા તત્વો મોજૂદ હોય છે. સોયાબીનમાં ઘણી પ્રકારના એન્ટિઓક્સિડેન્ટ તત્વો પણ સમાયેલ છે.
💁સોયાબીનમાં સમાયેલ પોષકતત્વોના લીધે તેને ઉત્કૃષ્ટ આહાર કહેવામાં આવે છે. તેમાં રહેલ લેસીથીન ત્વચા માટે ફાયદા કારક છે તે ઉપરાંત હાર્ટ માટે પણ તે ઉત્તમ છે. સોયાબીન પ્રોટીન નો ઉત્તમ સ્ત્રોત છે, આહાર નિષ્ણાંતો માંસાહારની બદલે સોયાબિનનો ઉપયોગ કરવાનું કહે છે. મહિલાઓ માટે સોયાબીન ખાસ છે.
💁એમીનો એસિડવાળા ફ્રૂડ : જે પણ ખોરાકમાં એમીનો એસિડ મોજૂદ હોય તે તમામ પ્રકારના ખોરાક મહિલાઓ માટે ઉત્તમ છે કેમ કે મહિલાઓને આ તત્વ વિશેષ જરૂરી છે તેથી જે પણ વધારે પોષક તત્વો ધરાવતો ખોરાક છે તેઓને એ વધારે લેવો જોઈએ પાકા ફ્રૂટમાં વધારે પ્રમાણમાં પોષક તત્વો છે. તેથી તે વધારે લેવા.
💁બીન્સ : મહિલાઓ માટે બિન્સનું સેવન ખૂબ જ ઉત્તમ છે તેના કારણે તેઓને બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો પણ ખૂબ જ ઓછો થઈ જાય છે. બિન્સમાં ફેટની માત્ર ખૂબ જ ઓછા પ્રમાણમાં હોવાના કારણે તે હાર્ટ સંબંધી તકલીફોને પણ દૂર કરે છે. તમામ મહિલાઓએ પોતાના ડાયેટમાં કોઈપણ બિન્સનો સમાવેસ કરવો જોઈએ. જે તેના માટે ઉત્તમ છે.
💁બેરીઝ : સ્ટ્રોબેરી, બ્લૂબેરી, રાસબેરી અને ક્રેનબેરી જેવી બેરીઝમાં એન્થોસાયન જેવા એકદમ મજબૂત કેન્સર રક્ષક પોષક તત્વો સમયેલા હોય છે. જે મહિલાઓને અંદરથી જ મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ બેરીઝમાં ફોલિક એસિડ અને વિટામિન સી વિશેષ માત્રામાં મળે છે. સ્ત્રીઓને માટે આ ખૂબ જ ઉતમ છે.
જો આ સ્ત્રીઓની સમસ્યાવિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.