મિત્રો જયારે કંઇક ચટપટી વસ્તુ ખાવાનું મન થાય ત્યારે ઘણા લોકો બજારમાંથી તીખી, ક્રિસ્પી અને ટેસ્ટી ચણાની દાળ લાવતા હોય છે. 🥲પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તમે બજાર જેટલી જ ટેસ્ટી અને ક્રિસ્પી ચણાની દાળ ઘરે બનાવી શકો છો અને એ પણ ઓછી સામગ્રીની મદદથી ખુબ જ સરળ રીતે. એક વાર આ રીતે ચણાની દાળ બનાવશો તો બજારનો ટેસ્ટ પણ ભૂલી જશો.
દાળ બનાવવા માટે જોઈતી સામગ્રી – ચણાની દાળ બનાવવાની રીત
ચણાની દાળ બનાવવા માટે બે કપ ચણાની દાળ, એક ચમચી લાલ મારચનો પાવડર, સ્વાદ અનુસાર મીઠું , એક ચમચી સંચળ અને તળવા માટે તેલ આટલી સામગ્રીની જરૂરીયાત રહેશે. ચણાની સ્વાદિષ્ટ દાળ બનાવવા માટે સૌપ્રથમ રાત્રે ચણાની કાચી દાળને પાણીમાં પલાળી દેવાની છે. આખી રાત પાણીમાં પલાળ્યા બાદ સવારે બધું પાણી કાઢી લેવાનું છે. હવે દાળને કપડામાં સૂકવવા માટે મૂકી દેવી.
હવે સૌપ્રથમ ચણાની દાળ પર છાંટવામાં આવતો મસાલો બનાવવાનો રહેશે. મસાલો બનાવવા માટે એક વાસણમાં મરચાનો પાવડર, સંચળ અને મીઠું ઉમેરવાનું છે. હવે તેને બરાબર હલાવીને ત્રણેય વસ્તુ ભળી જાય એટલી મિક્સ કરવાની છે. ત્યાર બાદ સ્પાઈસી અને ટેસ્ટી મસાલો તૈયાર થઇ જશે. હવે ચણાની દાળ બનાવવા માટે સૌપ્રથમ જરૂરીયાત મુજબ તેલ ગરમ કરવાનું છે.
તેલ ગરમ થયા પછી ગેસની આંચ મધ્યમ કરી દેવાની છે અને મધ્યમ આંચ પર ચણાની દાળને તળવાની છે. આ રીતે ધીમા તાપે ચણાની દાળ બનાવવા આવે તો ચણાની દાળ ખુબ જ ક્રિસ્પી બનશે. તળતી વખતે ચણાની દાળને હલાવતા રહેવાનું છે જેથી ચણાની દાળ એક બીજા સાથે ચોંટે નહિ. દાળ ઉપર તરવા લાગે ત્યારે દાળ તરાઈ ગઈ હશે. માટે હવે દાળને બહાર કાઢી લેવી.
હવે ચણાની દાળ તૈયાર થઇ ગઈ છે તેની ઉપર આપણે પહેલા તૈયાર કરેલો મસાલો સ્વાદ મુજબ છાંટવાનો છે. ત્યાર બાદ દાળ પર બરાબર મસાલો લાગી જાય તે રીતે દાળને હલાવવી. હવે મસાલેદાર, સ્વાદિષ્ટ અને ક્રિસ્પી દાળ તૈયાર છે. આ દાળને તમે નમકીન સ્વરૂપે પણ ખાઈ શકો છો તેમજ તેમાં ડુંગળી, સેવ, ટમેટા, મરચા, લીંબુ અગેરે મિક્સ કરી તેની સ્વાદિષ્ટ ભેળ બનાવીને પણ ખાઈ શકો છો.
ડાળીયા બનાવવા માટે જોઈતી સામગ્રી
મિત્રો માત્ર 5 મીનીટમાં જ તમે ઘરે ડાળીયા બનાવી શકો છો તો પછી બજારમાંથી ખરીદવાની શું જરૂર છે. 🤌ચાલો જાણીએ ડાળીયા બનાવવાની સરળ રીત. ડાળીયા બનાવવા માટે માત્ર બે જ વસ્તુની જરૂર પડશે. એક કપ કાળા ચણા અને એક કપ મીઠાની જરૂરીયાત રહેશે. ડાળીયા બનાવવા માટે સૌથી પહેલા એક એલ્યુમીનીયમની કઢાઈ લેવાની છે અને તેમાં મીઠું નાખી તેને ગરમ કરવા માટે મૂકી દો. ગેસની આંચ વધારે રાખવાની છે.
મીઠું બરાબર ગરમ થઇ જાય ત્યાર બાદ તેમાં એક મુઠ્ઠી ચણા ઉમેરવા. હવે ચણાને સતત હલાવતા મીઠામાં સેંકવાના છે. જ્યાં સુધી બધા ચણા ફૂંટી ન જાય ત્યાં સુધી સેંકવા. ચણાને ફૂંટતા અડધી કે એક મિનીટ જેટલો જ સમય લાગશે.બધા ચણા ફૂંટીને ડાળીયા બની જાય ત્યારે તેને બહાર કાઢી લેવા. જયારે ડાળીયાને બહાર કાઢો છો ત્યારે ગેસની આંચ ધીમી રાખી દેવાની છે. ત્યાર બાદ આ રીતે બધા ચણાને સેંકી લેવા. ફરી વખત જયારે ચણા સેંકવા માટે નાખો છો ત્યારે ફરી પાછી ગેસની આંચ વધારી દેવાની છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.