દોસ્તો લગભગ આજકાલ બ્યુટી પ્રોડક્સન બધી કંપનીઓ તેવો દાવો કરતી હોય છે કે તેણે બનાવેલ સાબુ કે ફેસવોશ વાપરવાથી તમારો ચહેરો ગોરો બની જશે ચહેરા પરથી રીંકલ, દાગ, ખીલ જેવી સ્કીન પ્રોબ્લમ દુર થશે અને તમારી સ્કીન એકદમ ગોરી બની જશે તે પણ થોડા જ સમયમાં તો આવી વસ્તુથી દુર રહો કેમકે આ પ્રોડક્ટ તમારો ચહેરો થોડા દિવસ માટે ગોરો બનાવી શકે પણ લાંબા સમયે તો તે નુકસાન જ કરે છે અને તમે તમારો જે કુદરતી નીખાર હોય તેને પણ ગુમાવી બેસો આથી બની શકે તેટલું આવી લાલચ વાળી વસ્તુથી દુર રહેવું.
જો તમારે તમારા ચહેરાને કુદરતી રીતેજ સુંદર બનાવવો હોય તો તમારા ઘરમાં રહેલી પ્રાકૃતિક વસ્તુનો જ ઉપયોગ કરો જે તમારી સ્કીનને કોઈ નુકસાન નહી પહોચાડે અને તમને આરામથી મળી રહેશે જે મહિલાઓ જોબ કરે છે તેને તેના બીજી શીડ્યુલ માંથી પાર્લર માટે વધારે સમય નહી બગાડવો પડે તેને તેના ઘરમાં જ આ વસ્તુનો ઉપયોગ કરી બનાવી શકશે તેની સ્કીનને એકદમ સાફ અને ગોરી.
પહેલાના સમયમાં ના તો પાર્લર હતા ના સ્પા હતા તેમ છતાં પણ મહિલાઓ ખુબ સુંદર કેમ દેખાતી હતી તેનું કારણ રસોડામાં રહેલી આટલી વસ્તુઓ છે,તેના દ્વારા સુંદરતા નું ધ્યાન રાખતી અને પોતાની જાતેજ બ્યુટી ટ્રીટમેન્ટ કરતી હતી આથી તે સુંદર અને ઘણા વર્ષો સુધી યંગ દેખાતી હતી.
આજે તમારા માટે પણ અમે એવાજ પ્રાકૃતિક ઉપાયો લાવ્યા છીએ જેનો ઉપયોગ કરી ને તમારી ત્વચા પણ થઈ જશે એકદમ ક્લીન અને તમારે કોઈ મોંઘા સાબુ કે ફેસવોશ યુઝ કરવાની જરૂર નહી પડે.આપણા ઘરમાં તેવી ઘણી વસ્તુઓ મળી રહે છે જેનાથી તમે તમારો ચહેરો ધોઈ શકો છો જેનાથી તમારી સ્કીનને કોઈ પ્રોબ્લમ નહી થાય તો આવો જાણીએ કે તી મામુલી વસ્તુથી પણ ચહેરો સાફ અનેઘરમાં મળ ચમકીલો બની શકે છે.
- ચણાનો લોટ
લગભગ બધાને જ હશે કે ચણાનો લોટ આપણી સ્કીન પર શું કાર્ય કરે છે ચણાનો લોટ આપણી સ્કીનને સુંદર બનાવે છે ચણાના લોટમાં મલાઈ મેંળવી લગાવવી અને સુકાઈ જાય ત્યાર બાદ ચહેરો ધોઈ લેવો આમ કરવાથી તમારા ચેહરા પર રહેલા દાગ દુર થશે. ચણાના લોટમાં હળદર અને દૂધ મેળવી ચહેરા પર લગાવવું અને હળવા હાથે મસાજ કરવું આમ કરવાથી તમારી સ્કીન સાફ થશે અને પીમ્પલની પ્રોબ્લમ ઓછી થઈ જશે.
- ટમેટા
તમારી ત્વચાને સુંદર અને નીખારેલી બનાવવા માટે ટમેટાના રસમાં થોડી હળદર મેળવી ચહેરા પર લગાવવી અને સુકાય ગયા બાદ ચહેરો સાફ પાણીથી ધોઈ લેવો આમ કરવાથી તમારા ચહેરા પરની ગંદકી દુર થશે. ટામેટામાં વિટામીન-c રહેલ હોય છે તે તમારી ત્વચાને ચમકીલી અને ખીલેલી બનાવવામાં મદદ કરે છે. ટામેટાના રસને ચહેરા પર પાંચ-સાત મિનીટ સુધી ચહેરા પર લગાવવો અને પછી ચહેરો સાફ કરવો આ પ્રયોગ કરવાથી તમારા ચહેરા પર પ્રાકૃતિક નીખર આવશે.
- કાકડી
કાકડીની પણ સ્કીન પ્રોબ્લમ દુર કરે છે કાકડીની સ્લાઈજ બનાવી અને ચહેરા પર અને આંખો પર રાખવી આમ કરવાથી આંખોને ઠંડક મળે છે અને ચહેરો સાફ થાય છે. કાકડીના પેસ્ટ બનાવીને ચહેરા પર દસ મિનીટ લગાવવું અને પછી ચહેરો સાફ કરી લેવો આમ કરવાથી તમારે પછી સાબુ કે ફસવોશ ની જરૂર નહી પડે.
- દૂધ
દૂધ એ ત્વચાને સાફ કરવાનું કામ કરે છે કાચા દૂધને કોર્ટન વડે ચહેરા પર લગાવવું જયારે સુકાય જાય પછી તેને દસ મિનીટ ચહેરા પર રાખી અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લેવો આમ કરવાથી તમારા ચહેરા પરનો મેલ દુર થશે અને ત્વચા સાફ,સુંદર અને ચમકીલી બનશે. દૂધ સૌથી બેસ્ટ કુદરતી પ્રોડક્ટ છે જે સુંદરતા વધારે છે.
- ચોખાનો લોટ
ચોખાનો લોટ તે આપણી સ્કીન પર સ્ક્રબિંગનું કાર્ય કરે છે ચોખાના લોટમાં થોડું એલોવીરા જેલ મેળવીને તમારા ચહેરા પર બ્લડ-સરક્યુંલેશન થાય તે રીતે મસાજ કરવું આમ કરવાથી તમારી ડેડ સ્કીન દુર થશે અને ચહેરા પરની કરચલીઓ દુર કરવામાં મદદ કરશે. એલોવેરા જેલ શુદ્ધ મળે તો વધુ સારું.
ફ્રેન્ડ તો હવે તમને જાણવા મળ્યું હશે કે આવા ઘરેલું ઉપાય થી પણ તમારો ચહેરો સાફ અને સુંદર રહે છે તેના માટે તમારે કોઈ પણ મોંઘા પાર્લરમાં કે કોઈ મોંઘી વસ્તુ વાપરવાની જરૂર નથી તો હવે તમે ઉપર કહેલા ઘરેલું ઉપાય અપનાવો અને તમારો ચહેરો પ્રાકૃતિક રીતે જ સુંદર અને બે દાગ દેખાશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.