👉 આજના સમયમાં ઘણા લોકોની પરેશાનીનું મૂળ કારણ તેમના વાળ ખરાબ થઈ જતાં હોય છે. કારણ કે, પ્રદૂષણ અને કેમિકલ યુક્ત હેર પ્રોડકટથી વાળ ખરી જવા, સફેદ થઈ જવા,વાળ બે મોઢા વાળા થવા, જેવી અનેક હેર પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડેછે અને લાખ ઉપાય અપનાવીને પણ આ તકલીફમાંથી છુટકારો મળતો નથી.
👉અમુક લોકો પોતાના વાળને સ્મૂધ અને શાઈની કરવા માટે અલગ અલગ કન્ડિશનર અને શેમ્પૂનો ઉપયોગ કરતાં હોય છે. છતાં પણ વાળની પ્રોબ્લેમ્સ દૂર થતી નથી.એટલા માટે અમુક લોકો ઘરેલુ ઉપાય કરતાં હોય છે. તેનાથી તેમની પ્રોબ્લેમ્સ દૂર થઈ શકે છે.
👉આજે અમે અલગ વસ્તુનો પ્રયોગ લઈને આવ્યા છીએ. જેનાથી તમારા વાળ એકદમ લાંબા, કાળા અને સિલ્કી બની જશે. જેમાં તમારે મહેંદીની સાથે 4 અલગ વસ્તુનો પ્રયોગ કરવાનો છે. આ પ્રયોગ કરવાથી તમારા વાળની બધી સમસ્યા દૂર થઈ જશે. આવો જાણીએ આ પ્રયોગ વિશે.
👉હેર પેક બનાવવા માટેની જરૂરી સામગ્રી :-
👉2 ચમચી આમળાનો પાવડર, 2 ચમચી ભૃંગરાજ પાવડર, 2 ચમચી સિકાકાઇ પાવડર, 4 ચમચી હર્બલ મહેંદી, 2 ચમચી ગુલમહોરના ફૂલનો પાવડર, 1 ગ્લાસ પાણી આટલી સામગ્રી હેર પેક બનાવવા માટે જરૂરી હોય છે.
👉હેર પેક બનાવવા માટેની પ્રોસેસ :-
👉આ હેર પેક બનાવવા માટે એક વાસણ લેવું, બની શકે તો લોખંડથી બનેલ વાસણ લેવું કારણ કે, મહેંદીના ગુણો લોખંડના વાસણમાં વધી જાય છે. આ વાસણ ન હોય તો બીજા કોઈપણ વાસણનો ઉપયોગ કરી શકો છો.
👉હવે આ પાત્રમાં 1 ગ્લાસ પાણી નાખીને ગેસ પર ઉકળવા મૂકવું થોડું ગરમ થાય એટલે તેમાં 2 ચમચી આમળાનો પાવડર નાખવો ત્યાર બાદ પાણીને થોડી વાર હલાવવું હવે ગેસ બંધ કરી દેવો અને પાણી થોડું ઠંડુ થાય ત્યારે તેમાં 2 ચમચી ભૃંગરાજ પાવડર નાખવો. હવે બધુ સરખી રીતે હલાવી અને તેમાં 4 ચમચી હર્બલ મહેંદી નાખો.
👉બધી વસ્તુ સરખી રીતે મિક્સ થાય તેમ હલાવી અને તેમાં શિકાકાઈ પાવડર ઉમરવો અને ત્યાર બાદ ગુલમહોરના ફૂલનો પાવડર મિક્સ કરવો હવે બધુ સરખી રીતે એક્બીજામાં ભળી જાય એવી રીતે હલાવવું. હવે તમારું હેર પેક તૈયાર થઈ ગયું છે. આ પેકને હંમેશા રાત્રે જ બનાવવું. કારણ કે, મહેંદીના ગુણ રાત્રે વધી જાય છે.
👉તમને થતું હશે કે મહેંદીમાં આટલી વસ્તુ કેમ એડ કરવાની હશે તેના ફાયદા શું હશે તો તમને જણાવી દઈએ કે, મહેંદીમાં આમળાનો અને શિકાકાઈનો પાવડર નાખવાથી તમારા વાળ મજબૂત અને લાંબા થાય છે. ઉપરાંત આ પેકમાં ગુલમહોર અને ભૃંગરાજનો પાવડર નાખવાથી વાળ સિલ્કી અને શાઈની થઈ જાય છે. હવે આપણે જોઈશું આ હેર પેક લગાવવાની ટ્રિક.
👉હેર પેક લગાવવાની ટ્રિક :-
👉હંમેશા કોઈ પણ પેક લગાવતા પહેલા રાત્રે માથામાં તેલ નાખીને મસાજ કરવી અને સવારે શેમ્પૂથી માથું ધોઈ નાખવું અને જ્યારે માથું સુકાઈ જાય ત્યારે હેર પેકનો ઉપયોગ કરવો જોઈએ.
👉આ બનાવેલા હેર પેકને માથામાં એવી રીતે લગાવવું કે તમારા વાળના મૂળમાં આ મિશ્રણ પહોંચે અને આખા માથામાં આ હેર પેક લાગી જાય એવી રીતે લગાવવું ત્યાર બાદ આ હેર પેકને 1 કલાક સુધી માથામાં લગાવેલું રાખવું અને સુકાઈ ગયા બાદ કેમિકલ વગરના શેમ્પૂ વડે માથું ધોઈ નાખવું.
👉આ પ્રયોગ અઠવાડિયામાં માત્ર 1 વાર કરવો. આ પ્રયોગ કરવાથી વાળ એકદમ શાઈની, સિલ્કી, કાળા થઈ જશે. ઉપરાંત સફેદ વાળ દૂર થશે અને વાળ ખરવાની સમસ્યા, વાળ બે મોઢા વાળ થઈ જવા જેવી પ્રૉબ્લેમ્સથી છુટકારો મળે છે. જો તમારા વાળમાં પણ આવી તકલીફોની શરૂઆત થઈ છે. તો આજથી જ આ પ્રયોગ શરૂ કરી દો.
જો આ હેર પેક વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.