અત્યારના સમયમાં મોટાભાગના લોકો ઘરની સજાવટ માટે વધારે પડતો ખર્ચ કરતાં થઈ ગયા છે. તેમાં કલર અને ટાઈલ્સ તો અલગ અલગ પ્રકારની લગાવતા હોય છે. કારણ કે તે ટાઈલ્સ ઘરની સુંદરતામાં વધારો કરતી હોય છે. સુંદરતામાં વધારો કરવાની સાથે સાથે ઘરને ચમકદાર અને સ્વચ્છ પણ બનાવતી હોય છે. ઘણી વખત થોડા સમયના અંતરે ટાઈલ્સને સાફ કરવી પડતી હોય છે. જો બરાબર ટાઈલ્સની સફાઈ કરવામાં ન આવે તો તે ખૂબ જ ગંદી અને નિસ્તેજ લાગતી હોય છે.
ઘણી વખત તો એટલા ગંદા દાગ પડી જતા હોય છે કે તે જલદી સાફ થતા હોતા નથી અને વર્ષે પછી પણ તે એમજ રહી જતા ઘરની શોભા બગાડતા હોય છે. આજે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય બતાવિશું જેનાથી જિદ્દી ડાઘ હંમેશાં માટે દૂર થઈ જશે. જેનાથી પીળી પડેલી ડાઈલ્સ, ફર્શની ટાઈલ્સ અને બાથરૂમની વચ્ચેના સાંધામાં જે ડાઘા પડ્યા હશે તે પણ દૂર થઈ જશે. જેના માટે તમારે બજારમાં મળતા લીક્વીડનો ઉપયોગ નથી કરવાનો ઘરમાં રહેલી કેટલીક વસ્તુ પાણીમાં નાખી તેને યુઝ કરવાની છે.
સિરકો- ઘણી વખત નાના બાળકો ઘરમાં હોવા કારણે વારંવાર ખાવાની વસ્તુ ઘરમાં જમીન પર ઢોળતા હોય છે જેના કારણે વારંવાર આપણે સાફ કરવું પડે છે. પરંતુ તેમાં કેટલીક વસ્તુ એવી હોય છે જેનાથી ટાઈલ્સ પર પીળા ડાઘ પડી જતા હોય છે. અને તે ગમે તેટલું પોતા વડે સાફ કરીએ જતા હોતા નથી. તો તેના માટે તમારે એક ડોલ પાણીમાં અડધો ગ્લાસ અથવા અડધો કપ જેટલું વિનેગર રેડવું. અને બરાબર મિક્સ કરી લેવું.
જો ટાઈલ્સને વધારે ચમકાવા માગતા હોવ તો તે પાણીમાં લીંબુનો રસ રેડવો જેથી ટાઈલ્સ ચમકવા લાગશે. આ પાણીથી તમે પોતું પણ કરી શકો છો. જેથી ઘરમાં રહેલી બધી ગંદકી સારી રીતે સાફ થઈ જશે અને તમારી ફર્શની ટાઈલ્સ ચમકવા લાગશે.
સ્પ્રાઈટ- તમને વાંચીને એમ થશે કે ઠંડા પાણીથી કેવી રીતે ઘરની ટાઈલ્સ સાફ કરી શકાય, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પોતું સરસ કરવા છતાં કોઈ વાર ટાઇલ્સ પર લીસોટા દેખાતા હોય છે. તો એક ડોલ ગરમ પાણી તેમાં એક કપ સ્પ્રાઈટ નાખવી. પછી તેનાથી આખા ઘરમાં પોતું કરી લેવું. આ પાણીથી પોતું કરવાથી ઘરમાં પડેલા ડાઘ સારી રીતે સાફ થઈ જશે. તેનાથી ફર્નિચર પણ સાફ કરી શકો છો. (ઘણા લોકોને આ પ્રયોગ નથી ગમતો- પણ એક વખત ટ્રાય કરી લેવાય તેમ વાંધો નહીં.)
ઓલિવ ઓઇલ- તેલથી તો કાંઈ ઘરની ટાઇલ્સ સાફ થતી હશે? કેમ કે તેનાથી પોતુ કરીએ તો ઘર ચીકણું થઈ જતું હોય છે. પરંતુ આ વસ્તુ તદ્દન વિપરીત છે. જો તમે ઓલિવ ઓઇલ અને વિનેગર બંને મિક્સ કરી તેમાં એક ડોલ પાણી લઈ ઘરની જે પણ ટાઈલ્સો હશે તે સાફ કરશો તો ચપટી વગાડતા બધી ગંદકી સાફ થઈ જશે. તમે વિચાર્યું પણ નહીં હોય એવી સરસ મજાની ટાઈલ્સ થઈ જશે. તમે આ પાણીથી ઘરનું વુડન ફર્નિચર પણ સાફ કરી શકો છો.
બેકિંગ સોડા- મોટાભાગે રસોડામાં તેલનો વઘાર, કોઈ તળેલી વસ્તુ બનાવીએ ત્યારે તેલના ડાઘા પડી જતા હોય છે. અને તે સાદા પાણીથી લૂછીએ ત્યારે પીળા ડાઘ પડી જતા હોય છે. તો આ ડાઘને દૂર કરવા માટે જે જગ્યા પર ડાઘ પડ્યો હોય ત્યાં બેકિંગ સોડા છાંટી દેવો અને તેના પર થોડું ગરમ પાણી રેડવું અથવા ગરમ પાણીનું કપડું ફેરવવું ઝડપથી સાફ થઈ જશે. ક્યારેય ઠંડા પાણીનું કપડું હશે તો બરાબર સાફ થશે નહીં ચીકાશ પણ એમ જ રહેશે એટલે ગરમ પાણીનું કપડું લેવું.
કેરોસીન- ઘરે મહેમાન આવ્યા હોય અને પૂરીઓ વણતા કે તળતા તેલ ફર્શ પર ઢોળાઈ ગયું હોય તો તમે કેરોસીનના થોડા છાંટા પાડી, ગરમ પાણીનું પોતું ફેરવી દેશો તો તરસ તેલના ડાઘ જતા રહેશે પરંતુ ધ્યાન રહે કે ગેસની સગડી જોડે પોતું કરો ત્યારે ગેસના બર્નર બંધ હોવા જોઈએ. નહીંતર ગેસમાં આગ લાગશે અને નુકશાન થઈ શકે છે. થોડી સાવચેતી રાખવી અને પછી જ આ પોતું કરવું. આ પોતું કરવાથી ઘરમાં કેરોસીનની સ્મેલ પણ આવતી હોતી નથી.
ચાની ભૂકી- ચાની ભૂકીથી પણ ઘરની ટાઈલ્સ ચમકાવી શકાય છે. તેના માટે તમારે બે ગ્લાસ પાણી લેવાનું છે. તેમાં અડધો કપ જેટલી ચાની ભૂકી એડ કરી અને ઉકળવા માટે મૂકવી. તે બરાબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી તેને ઠંડી થાય એટલે તેને એક કપડાં વડે ગાળી લેવી. કપડાં ગાળતી વખતે તેને બરાબર નીચવી લેવી જેથી બધો કસ આવી જાય. આ પાણીને ફર્શ પર રેડી હળવા હાથે કૂચડો લઈ ઘસવું. જેથી ટાઈલ્સ પર પડેલી પીળાશ દૂર થઈ જશે. આ પ્રયોગ કરશો તો કિચન, બાથરૂમ અને ફર્શની ટાઈલ્સો એકદમ ચમકવા લાગશે. અને ક્યારેય ઘર ગંદુ પણ નહીં લાગે.
જો આ બ્યુટીટિપ્સ ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બ્યુટીટિપ્સ આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.