જેને પણ પથરી થાય તે કહેતા હોય છે કે ભગવાન દુશ્મનને પણ પથરીનું દુખ ન આપે. કારણ કે જેને પથરીનો દુખાવો થાય તેને ખબર પડે છે કેટલી પીડા સહન કરવી પડતી હોય છે. ગમે તેવી સહન શક્તિ વાળા માણસને પણ એક વાર આંખમાંથી આંસુ આવી જતા હોય છે.
પથરી મગના દાણા જેવડી પણ હોય અને ટેનિસના બોલ જેવી પણ હોઈ શકે છે. શરીરના ઘણા ભાગમાં પથરી થતી હોય છે, કિડની, યુરિનરી બ્લેડર (પેશાબની કોથળી), યુરેટર(પેશાબની નળી)માં હોઈ શકે છે. ઘણા લોકોને પથરી પિત્તાશયમાં પણ હોય છે. કેટલાક લોકોને પથરી વંશપરંપરાગત પણ જોવા મળે છે. કેટલાક માણસો એવા પણ હોય છે જેને પથરી વારંવાર થાય અને પેશાબ દ્વારા નીકળી પણ જતી હોય છે.
- પથરી થવાનું મુખ્ય કારણ શું છે તે જાણો
પથરી થવાનું મુખ્ય કારણ છે આપણા શરીરમાં ખનીજો અને મીઠાનો ઘન કચરો ભેગો થાય છે જેના સ્ફટિકો બને છે. અને એ સ્ફટિક એટલે પથરી. મહિલા કરતાં પુરુષોમાં પથરીનું પ્રમાણ વધારે જોવા મળે છે. જે વ્યક્તિ ઓછું પાણી પીતી હોય તેને પણ પથરી થવાની શક્યતા રહેતી હોય છે. આમ યુરિનમાં રહેલા કેલ્શિયમ જ્યારે ઓક્સલેટ અથવા ફોસ્ફરસ જેવા કેમિકલ્સની સાથે મળે છે ત્યારે સ્ટોનની સમસ્યા થાય છે.
એ ઉપરાંત જો તમારી કિડનીમાં એસિડ જમા થાય તો ઘણી વાર પથરી થતી હોય છે. જો તમને ઇચ્છા નથી કે શરીરનો કોઈપણ ભાગ હોય તેમાં પથરી ન થાય તો કેટલીક વસ્તુ ખાવાથી બચવું જોઈએ. અને જો એક વાર પથરી થઈ ચૂકી છે તો નીચે જણાવેલ વસ્તુનું સેવન વધારે પ્રમાણમાં તમારે કરવું જોઈએ.
પથરી થઈ હોય તો આટલી વસ્તુનું સેવન કરવું ખૂબ જરૂરી.
-પથરી માટે સરળ ઇલાજ એ છે કે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો. જે લોકોને પથરી થઈ હોય તેમને ખાસ કરીને પાણી પીવામાં કચાશ રાખવી જોઈએ નહીં. તેનાથી તમને એ ફાયદો થશે કે ઘણીવાર પથરી મૂત્રના માર્ગે સરળતાથી નીકળી જશે. જે વ્યક્તિ ઓછું પાણી પીતા હશે તેમને પથરી થવાના ચાન્સ વધારે રહેતા હોય છે. પાણીમાં ક્ષારના હોય તેવું પાણી પીવું જોઈએ.
– પાણીની જેમ પાણી યુક્ત ફળો પણ ખાવા તમારા શરીર માટે ફાયદાકારક સાબિત થશે. ઉનાળામાં પાણીવાળા ફળો બજારમાં વધુ આવતા હોવાથી જેમને પણ પથરીની તકલીફ થઈ હોય તેમણે રોજ આ ફળનું સેવન કરવું જોઈએ. પાણી વાળા ફળોમાં પથરી ઓગાળવાની ક્ષમતા રહેલી હોય છે. તેવું ડૉક્ટરો પણ કહે છે.
-કેલ્શિયમ આપણા શરીર માટે ખૂબ જરૂરી હોય છે. આપણા શરીરમાં કેલ્શિયમ સૌથી વધુ પ્રમાણમાં મળતું ખનિજ છે. ડૉક્ટરો પણ કહે છે કે કેલ્શિયમ શરીરમાં હોવું ખૂબ જરૂરી છે. જો તેની ઉણપ થાય તો શરીર નબળું પડી જતું હોય છે.
-કોઈપણ વ્યક્તિ હોય તે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમનું સેવન કરતો હોતો નથી. માટે જેને પથરી થઈ હોય તેણે કેલ્શિયમથી ભરપૂર એવા ફળો ખાવા જોઈએ જેમ કે કેરી, નાળીયેર, જામફળ, કેળા વગેરે જેવા ફળમાં સરળતાથી કેલ્શિયમ મળી રહે છે. જેથી સીઝન પ્રમાણે તમારે આ ફળોનું અચૂક સેવન કરવું જોઈએ.
-ફળોની જેમ ડ્રાયફ્રૂટ્સમાં પણ ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે તો તમે રોજ સવારે અંજીર અને રાત્રે પલાળેલી બદામ સવારે ઉઠીને ખાવ જેનાથી તમને સારા પ્રમાણમાં કેલ્શિયમ મળશે.
- તમને પથરી હોય તો આટલી વસ્તુનું સેવન ટાળવું-
મીઠાનું સેવન- મીઠામાં વધારે પ્રમાણમાં સોડિયમ હોય છે. સોડિયમ છે જે યુરિનમાં કેલ્શિયમને જમા કરવાનું કામ કરે છે. તમે રસોઈમાં જેટલું મીઠું વાપરો છો તે બરાબર છે. પરંતુ મોટાભાગના લોકોને કોઈ વાર રસોઈમાં મીઠું ઓછું પડી જાય તો ઉપરથી લેવાની ટેવ હોય છે. એ ટેવ તમારે ભૂલવી જોઈએ. એ ઉપરાંત ચિપ્સ, ફ્રોઝન ફૂડ વગેરે જેમાં મીઠું વધારે હોય તેવી વસ્તુનું સેવન ન કરવું જોઈએ.
સોફ્ટ ડ્રિન્ક- સોફ્ટ ડ્રિન્કમાં ફૉસ્ફેટ નામનું કેમિકલ વધારે હોય છે, જેના કારણે કિડનીમાં પથરી થવાની સંભાવના રહે છે. એ ઉપરાંત તેમાં વધારે પડતી ખાંડ અને શુગર સિરપનો ઉપયોગ થતો હોવાથી બની શકે તો સોફ્ટ ડ્રિન્કનું સેવન ટાળવું જોઈએ. માત્ર મીઠું જ નહીં ઘણી વાર ખાંડ પણ શરીરમાં પથરી થવાનું કારણ બની શકે છે.
શાકભાજી- જેને પથરીનો તકલીફ વધુ રહેતી હોય તેવા વ્યક્તિએ કેટલાક શાકભાજી પણ ખાવા ન જોઈએ. ડૉક્ટર પહેલા જ તમને બી વાળા શાકભાજી ન ખાવાની સલાહ આપતા હોય છે. જેમ કે ટામેટાં, રિંગણ પથરીના દર્દી માટે દુશ્મન સમાન ગણવામાં આવે છે.
પાલક – આમ તો પાલકને આયર્નનો ઉત્તમ સોર્સ ગણવામાં આવે છે. પાલક મીનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર હોય છે, પરંતુ કિડનીમાં પથરીની સમસ્યા થાય તો પાલક ન ખાવી જોઈએ. તેનું ખાસ કારણ છે કે પાલકમાં ઑક્સલેટ હોય છે જે લોહીમાં રહેલા કેલ્શિયમ સાથે બંધાઇ જાય છે. જે કિડનીને ફિલ્ટર કરતી હોતી નથી. જેથી યુરિન મારફતે શરીરમાંથી પથરી નીકળતી હોતી નથી.
-પાલક ઉપરાંત બીટ, શક્કિયા, બીટ, ભીંડા, બેરીજ, ચા, નટ્સ, ચોકલેટ જેવા ફૂડ્સમાં ઓક્સલેટનું પ્રમાણ વધારે હોય છે. જેથી જે કોઈ વ્યક્તિને પથરીની સમસ્યા થાય તો ડૉક્ટર પહેલા તમને ઓક્સલેટ વાળી વસ્તુ ખાવાની ના કહેતા હોય છે. અને જો ખાવી હોય તો ઓછી માત્રામાં લેવી જોઈએ.
પ્રોટીન- આપણે જાણીએ છીએ કે પ્રોટીન શરીર માટે ઘણું જરૂરી છે. અને તેની ઉણપથી શરીરમાં ઘણી બધી બીમારી પણ થઈ શકે છે. પણ પથરી થઈ હોય તે લોકો માટે ચિકન, પોલ્ટ્રી, ફિશ, ઇંડા, રેડ મીટ જેવા કેટલાક ફૂડ જેમાંથી તમને વધારે પ્રોટીન મળે છે. તેનું સેવન શરીર માટે હાનિકારક સાબિત થાય છે.
જે એનિમલ બેસ પ્રોટીન છે તે શરીરમાં યુરિક એસિડનું ઉત્પાદન વધારે છે જેનાથી તમને પથરી થવાની વધુ શક્યતા રહ્યા કરે છે, જોકે પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જરૂરી છે પણ પ્લાન્ટ બેઝ પ્રોટીન મળે તેવી વસ્તુનું સેવન કરવું જોઈએ.
એ ઉપરાંત તે વિટામિન-ડીથી ભરપૂર ખોરાક લઈ શકો છો. શરીર માટે બીજી ખાસ વાત જે ધ્યાનમાં રાખવા જેવી, દિવસમાં જેટલી પણ વાર બાથરૂમ જવું પડે જાવ ક્યારેય તેને રોકવાનો પ્રયત્ન કરશો નહીં. દિવસ દરમિયાન ઓછામાં ઓછું બેથી ત્રણ લીટર પાણી પીવો. જે તમારા શરીરને તો તંદુરસ્ત રાખશે સાથે પથરીની સમસ્યાથી પણ દૂર રાખશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.