આજના યુગમાં ભોજન જે કોઈ પણ વ્યક્તિને બીમાર કરવા માટે કાફી માનવામાં આવે છે. આજના યુગમાં કેવું ભોજન છે તે લગભગ બધાને ખબર જ છે. આજે ભોજન અનિયમિત અને નુકસાનકારક છે જેનાથી અલગ અલગ બીમારીઓ થતી આવે છે. પણ આપણે અમુક એવા પણ ખોરાકનું સેવન કરીએ છીએ જેનાથી ચામડીના રોગો થવા લાગે છે. આ રોગો એવા છે જેને દવા પણ જલ્દીથી ઠીક નથી કરી શકતી. તો આજે આ આર્ટીકલ લઈને આવ્યા છીએ જેથી ચામડીના ઘણા એવા રોગો દુર થશે જે દુર કરવામાં મોંઘી દવાઓ લેવી પડે છે. જુના ચામડીના રોગો પણ આ આયુર્વેદિક વસ્તુથી દુર થશે ફક્ત થોડા દિવસોની અંદર.
પેલાના સમયમાં પણ લોકોને ચામડીની સમસ્યા થતી હશે. ત્યારે આવી કોઈ વિદેશી દવાઓ નહોતી તો પણ ઈલાજ થતો હતો. તેવા ઈલાજને આયુર્વેદિક કહ્વેમાં આવે છે. આપણું આયુર્વેદ એક ચમત્કારી વસ્તુ છે જેનાથી પહેલાના સમયમાં કેન્સર જેવી બીમારી પણ ઠીક થઇ જતી હતી. તો આ મામુલી રોગોને પણ દુર કરી શકે છે. તો આજે આપણે જાણીશું ધાધર, ખરજવા, જુના દાગ જેવી બીમારી વિષે. અત્યારે આ રોગો સામાન્ય થઇ ગઈ છે 10 લોકો માંથી 7 લોકોમાં આ બીમારી હોય છે.
આજે જે આયુર્વેદિક ઉપાય વિષે જણાવા જઈ રહ્યા છીએ, તે ઉપાયની વસ્તુ દરેક ઘરમાં સામાન્ય રીતે મળી રહે છે. તો ચાલો તે ઉપાય બનાવવાની રીત પહેલા જાણી લઈએ. આ ઉપાય માટે સામાન્ય ૩ વસ્તુની જરૂર પડશે પેલી વસ્તુ છે, લીમડાનું તેલ, બીજી વસ્તુ છે, કપૂર અને ત્રીજી વસ્તુ છે, હળદર.
- ઉપાય કરવાની પ્રોસેસ (પદ્ધતિ)
આ ઉપાય કરવા માટે પહેલા 3 ચમચી લીમડાનું તેલ લેવું. થોડું કપૂર લેવું જેને ભુક્કો કરીએ એટલે એક ચમચી જેટલું થવું જોઈએ અને તેને તેલની અંદર મિક્સ કરવું. પછી છેલ્લે તેની અંદર એક ચમચી હળદર મેળવવી. આ ત્રણ વસ્તુને બરાબર હલાવી તેનું મિશ્રણ કરો જેથી તે સરખું મિક્સ થઇ જાય. હવે જાણીએ તેને કેવી રીતે લગાવવું તે જાણીએ.
સૌથી પહેલા સાફ કોટન એટલેકે, સારો અને સાફ રૂ નો ટુકડો લેવો. તેને પહેલા મિક્ષણ કરેલી વસ્તુને તેના વડે લેવી અને સીધા દાગ હોય કે, ધાધર હોય, કે ખરજવું હોય તેની ઉપર હળવા હાથે લગાવવું. આ કાર્ય નિયમિત સુતા પહેલા કરવું. એક ખાસ વાત યાદ રાખવી કે, ક્યારે પણ આ મિક્ષણ કરેલી વસ્તુને હાથ વડે નહિ લગાવવું તેનાથી ધાધર કે દાગ. વધારે ફેલાવવાની શક્યતા રહે છે. તે માટે ખાસ યાદ રાખવું હાથ વડે ક્યારે આ વસ્તુ ના લગાવવી.
આ ઉપાયથી કોઈ પણ જુના દાગ કે, ખરજવા જલ્દીથી દુર થવા લાગશે. સૌથી ખરાબ આવતી જૂની ખંજવાળ મટાડી શકે છે. જલ્દીથી આ ઉપાય ઘરે અપનાવો તેનાથી ડોકટરની દવાઓ લેવાથી બચી શકશો. જુના ચામડીના રોગો જલ્દીથી દુર થવા લાગશે. તમેં જાણતા હશો કે, લીમડો શરીર માટે કેટલો ઉપયોગી છે.
લીમડામાં શરીર માટે ખરાબ બેક્ટેરિયાને મારવાની તાકાત રહેલી છે. લીમડો આયુર્વેદમાં એક અલગ સ્થાન પર રહેલી વસ્તુ છે. લીમડાનો ઉપયોગ આયુર્વેદમાં જ નહિ પણ બધી જ પ્રકારની વિદેશી દવા, સાબુ, ટુથપેસ્ટ, મેકપની વસ્તુમાં મિક્સ કરવામાં આવે છે બધી જ વિદેશી કંપનીઓ એવું કહેતી હોય છે. આપણા આયુર્વેદમાં આ વાત વર્ષો પહેલાથી લખેલી છે કે, લીમડો ઘણા મોટા રોગો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેના ફાયદા પણ લખેલા છે. તેમ છતાં આપણે આયુર્વેદને એટલું માનતા નથી. પણ હવે સમય બદલાઈ રહ્યો છે. લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે.
લીમડા સાથે હળદર પણ શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. શરદી, તાવ જેવી સમસ્યા માટે હળદર એક સારો ઉપાય રહે છે. આજે જે પણ ચામડીની સમસ્યા વિષે તમે વાંચ્યું તે તમારા પરિવારમાં કોઈ આ રોગોથી પીડાતા હોય તેને આ વસ્તુ કરવાની ખાસ સલાહ આપો તેથી તે રોગોથી જલ્દીથી રાહત મળી શકે.
આ ઉપાય કરતી વખતે એ ધ્યાનમાં રાખવું કે, આ ઉપાયની અસર તમારી ચામડી પર વહેલા કે થોડી મોડી પણ થઇ શકે છે. આ અસર તમારી શરીરની તાસીર પર આધાર રાખે છે. તેમજ બીજી વાત એ કે, આ ઉપાય લગાવ્યા બાદ પણ જો કાઈ ફેર ના પડે તો ડોક્ટરની મદદ જરૂર લેવી.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.