ઘરે દાંતને સાફ અને સફેદ કરવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય આજે જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાય બધા જ લોકો ઘરે આસાનીથી કરી શકે છે. જે લોકોને તેના દાંત પીળા થઈ જવાની સમસ્યા પરેશાન કરી રહી છે તેની માટે ખાસ આ આર્ટીકલ મહત્વનો છે. દાંત અત્યારે લોકોની પહેલી પર્સનાલિટી બની ગયા છે. અત્યારે લોકો સૌથી પહેલા તમારા દાંતથી તમને પસંદ કરવાનું રાખે છે જો તમારા દાંત સાફ અને સફેદ હશે તો જલ્દીથી તમને પસંદ કરશે.
ઘણા લોકોના દાંતને પાણી ખારના લીધે પીળાશ આવી જાય છે અને બીજા લોકોની સામે તેના દાંતની મજાક બને છે તેવા લોકો માટે આ ખાસ વસ્તુનું ઉપાય લઈને આવ્યા છીએ તે કોઈ પણ દવા કે ડોકટર વગર પોતાના દાંતને મજબૂત અને સફેદ ચમકીલા બનાવી શકે છે. ઘણા લોકો વ્યસન વગર પણ દાંત પીળા પડે છે અને ઘણા લોકો બીડી, સીગરેટ કે સોપારીના કારણે દાંત ખરાબ થવા લાગે છે તેની માટે પણ આ ઉપાય કારગર સાબિત થયો છે.
આ ઉપાય કોઈ પણ પ્રકારથી માણસને નુકસાન કરતો નથી. આમાં વપરાતી વસ્તુ તમારા ઘરમાં આસાનીથી મળી રહે છે જેનો તમે નિયમિત ઉપયોગ કરો છો. આ વસ્તુનો ઉપયોગ કરવાથી થોડા દિવસોમાં તમારા દાંત પહેલા કરતાં વધારે ચમકવા લાગશે. ચાલો જાણીએ તે વસ્તુ વિષે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણીએ.
સૌથી પહેલી વસ્તુ છે ખાવાના સોડા ( બેકિંગ સોડા ) અને બીજી વસ્તુ છે લીંબુનો રસ. આ બંને વસ્તુનો ઉપયોગ આપણાં ઘરે રોજે થતો હોય છે તો બંને વસ્તુ ઘરમાં આસાનીથી મળી રહે છે. હવે જાણીએ તેને બનાવવાની રીત વિષે. સૌથી પહેલા એક નાની કાંચની રકાબી અથવા નાની વાટકી લો. તેની અંદર એક અથવા બે ચમચી બેકિંગ સોડા લો અને પછી તેની અંદર એક થી દોઢ ચમચી લીંબુનો રસ મિક્સ કરો. બંને વસ્તુ મિક્ષ કરો એટ્લે હળવા ફીણ બની જશે. પણ તે બંને વસ્તુ ને સરખી મિક્સ કરતાં રહો.
તેને બરાબર મિક્સ કરો એટ્લે તે પેસ્ટ બનવા લાગશે. તે વસ્તુ વધારે બની જાય તો તેને એક દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. સવારે તમે જાગો પછી ટૂથપેસ્ટની જગ્યાએ આ બનાવેલા પેસ્ટનો ઉપયોગ કરવાનો રહેશે. સૌથી પહેલા આ પેસ્ટને સારી રીતે બ્રશ પર લગાવી દાંત પર હળવા હાથે ઘસો પછી બે કે ત્રણ મિનિટ તેને દાંતમાં રહેવા દો, પછી બીજી વાર બ્રશને દાંત પર ઘસો આ કાર્ય પાંચ મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે.
નહિ તો દાંતની ઉપરની પરત (દીવાલ) ઘસાઈ જશે. જેનાથી દાંતમાં દુખવાનો પ્રોબ્લેમ પણ થઈ શકે છે. પાંચ મિનિટની અંદર આ પેસ્ટને મોઢામાંથી કોગળા કરીને કાઢી લેવું પાણી પણ ઠંડુ લેવાનું રહેશે.(બહુ ઠંડુ ન લેવું, થોડું નોર્મલ ટાઈપનું ઠંડુ જેવું ગોળાનું પાણી હોય) ત્યાર પછી કાંચમાં જઈને દાંતને જોશો એટ્લે દાંત પહેલા કરતાં વધાર સફેદ દેખાશે. આ કાર્ય સેટ દિવસમાં 1-2 વાર કરવું. પહેલા કરતાં વધારે દાંત ચમકવા લાગશે.
આ ઉપાય દાંત સાફ થવા લાગે પછી બંધ કરી દેવાનો રહેશે વધારે ઉપયોગ નુકસાન પણ કરી શકે છે. દાંતનો આ ઘરેલુ અને સાદો ઉપાય છે આ ઉપાયથી બિલકુલ નુકસાન નહીં થાય પણ નિયમિત આ કાર્ય નથી કરવાનું તે પણ ખાસ યાદ રાખવું સાત દિવસમાં ત્રણ કે ચાર વાર કરવાનું રહેશે ઉપર કહ્યા મુજબ ધન્યવાદ.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.