ચોમાસાની સીઝનમાં ગમે તેટલું ઘર સાફ રાખીએ તો પણ માખી, મચ્છર, કીડી-મંકોડા આવી જ જતા હોય છે. ઘણી વખત તો માખીઓથી આપણને એટલો બધો કંટાળો આવી જતો હોય છે કે શું કરીએ તો આ માખી ઘરની બહાર જતી રહે. ઘરની બારીઓ અને દરવાજા ખુલ્લા રાખવાની ઇચ્છા થતી હોય, પરંતુ તરત જ માખીઓ આવી જતી હોય છે. આજે તમને એવો ઉપાય જણાવીશું કે માખીઓની સમસ્યા પણ દૂર થઈ જશે.
તુલસીનો છોડ- માખીઓને તુલસીના પાનની જે સ્મેલ હોય છે. તે ગમતી હોતી નથી. માટે તુલસીના પાંદડા દ્વારા માખી મારવાનો સ્પ્રે પણ બનાવી શકો છો. 10-12 નંગ તુલસીના પાન લો. તેને અડધો કલાક સુધી પાણીમાં પલાળી રાખો. તે પાણી ગરમ હોવું જોઈએ. હવે તે બરાબર મિક્સ થઈ જાય એટલે તેને મિક્સરમાં પીસી થોડું પાણી મિક્સ કરો. હવે તેને એક વાસણમાં ગાળી લો. તૈયાર છે તમારો માખી સ્પેશિયલ સ્પ્રે. જેને એક બોટલમાં મરીને રાખી શકો છો. તુલસીના છોડની સાથે તમે લેવેન્ડર અને ગલગોટાનો છોડ પણ લગાવી શકો છો.
આદુ – આદુ જેટલું સ્વાસ્થ્ય માટે સારું છે તેટલું જ માખીઓને ભગાવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. માખીને ઘરમાંથી દૂર રાખવા માટે તમે આદુનો સ્પ્રે બનાવી શકો છો. આદુની તેજ ગંધથી માખી દૂર રહેશે. એક વાડકીમાં સામાન્ય પાણી લો અને 2 કપ જેટલો સૂંઠ પાઉડર અથવા તમે આદુની પેસ્ટ બનાવીને પણ લઈ શકો છો.
આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો. જેથી આદુની સ્મેલ પાણીમાં સારી રીતે બેસી જાય. આ મિશ્રણને ગાળી તમે સ્પ્રેની બોટલમાં ભરી શકો છો. આમ કુદરતી અને શક્તિશાળી માખી ના-શક સ્પ્રે બનાવો ખૂબ જ સરળ છે. તમારા ઘરમાં જ્યારે પણ માખી દેખાય તે જગ્યા પર છાંટી દેવો.
તજ પાઉડર – માખીને કોઈ પણ પ્રકારની સુગંધ પસંદ નથી હોતી. તો તમારે આ ધ્યાન રાખવાનું કે ઘરમાં સૌથી વધારે જે સ્થાન પર તે બેસતી હોય ત્યાં તજનો પાઉડર છાંટી દેવો. જેથી ત્યાંથી દૂર ભાગી જશે. અને આજુબાજુમાં સ્મેલ આવવાના કારણે તે નજીક પણ નહીં આવે.
મરચાં – થોડાક મરચાં પાણીમાં સારી રીતે ડૂબાડી રાખો. આ પાણીથી સ્પ્રે બનાવો. જ્યાં માખીઓ વધારે હોય છે. ત્યાં છાંટવાથી છૂમંતર થઈ જાય છે. તે ઉપરાંત પણ તમે થોડા મરચાં લો અને તેને મિક્સરમાં પીસીને ક્રશ કરી નાખો. હવે 3-4 કપ જેટલું પાણી લો અને મરચાંના પાઉડર સાથે મિક્સ કરો. આ મિશ્રણને એક એર ટાઈટ ડબ્બામાં ભરીને 3 દિવસ સુધી તડકામાં મૂકી રાખો. 3 દિવસ પછી આ મિશ્રણને ગાળી લો અને પછી એક સ્પ્રેની બોટલમાં ભરીને છાંટો.
નારંગી – નારંગી કે સંતરાની છાલને બાળવાથી પણ માખી દૂર ભાગી જશે. નારંગીના છોતરાને તડકામાં સૂકવીને રાખી મૂકવા, માખી દેખાય તે સ્થાન પર બાળવાથી તેમાંથી નીકળતો ધુમાડો માખીને દૂર કરશે. આ સૌથી સરળ ઉપચાર છે ઘરમાંથી માખીને દૂર કરવાનો.
કપૂર – માખીઓને ભગાડવા માટે ઘરમાં કપૂર પ્રગટાવવું જોઈએ. કપૂર પ્રગટાવ્યા પછી તેને આખા ઘરમાં ફેરવી દો. કપૂરની સુગંધ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. અને તેની સુગંધથી માખી ખૂબ જ દૂર ભાગી જતી હોય છે. તે સિવાય પણ કપૂરનો પાઉડર બનાવી તેને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી. તેને સ્પ્રેની બોટલમાં ભરી શકો છો. જે જગ્યા પર માખી દેખાય તરત જ સ્પ્રે છાંટી દેવો.
વિનેગર-ડિટર્જન્ટ- વિનેગરથી માખીઓને ઘરની બહાર નીકાળી શકાય છે. વિનેગરનો ઉપયોગ કરવા માટે એક બાઉલમાં વિનેગર લો અને તેમાં થોડો ડિટર્જન્ટ મિક્સ કરો. આમ કરવાથી માખી ફિણ તરફ આકર્ષાશે અને તેની પર બેસી જશે. ડોલમાં આ પાણી રાખ્યું હશે તો મરી પણ જશે. આ મિશ્રણનું તમે પાણી બનાવી આખા ઘરમાં પોતું પણ મારી શકો છો. એક પણ માખી ઘરમાં નહીં આવે.
એપલ સાઇડર અને નિલગીરી- નિલગીરીના તેલની સ્મેલ ખૂબ જ સરસ આવતી હોય છે. તે આપણને પસંદ હોય છે. પરંતુ માખીઓને પસંદ હોતી નથી. તેની સાથે તમે એપલ સાઇડર વિનેગર મિક્સ કરી શકો છો. તો જાણીએ રીત, થોડા નિલગીરીના તેલના ટીંપા લેવા તેમાં અડધા ભાગ જેટલું એપલ સાઇડર વિનેગર નાખવું. તેને એક સ્પ્રે બોટલમાં ભરીને ઘરમાં છાંટવું. તમારા ઘરમાં માખી જોવા પણ નહીં મળે.
ખારું પાણી- એક ગ્લાસ પાણીમાં 2 ચમચી મીઠું લો અને તેને સારી રીતે મિક્સ કરો. હવે આ પાણીને સ્પ્રેની બોટલમાં ભરો. અને પછી છાંટો. આ રીતે તમે સુગંધી વાળા તેલનો ઉપયોગ કરીને ઘરમાંથી માખી દૂર કરી શકો છો. લવિંગનું તેલ, અજમાનું તેલ, નીલગીરીનું તેલ, પેપરમિંટ ઓઇલ, તજનું તેલ. આ બધા તેલના 10 ટીંપા, 2 કપ, અને 2 કપ વિનેગરમાં નાખવા.
બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે સ્પ્રેની બોટલમાં ભરીને છાંટવું. વધારે માખી ભેગી નહીં થાય. આ રીતે ઘરમાં માખીઓના ત્રાસથી કંટાળી ગયા હોવ તો બજારમાંથી મોંઘા સ્પ્રે લાગ્યા કરતાં ઘરે જ સ્પ્રે બનાવીને માખીઓને દૂર કરી શકો છો.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. જો ગમી હોય તો કોમેન્ટમાં “Good Tips” જરૂર લખો. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.